________________
સુખ
,
,
' ૩૧ સુખ નિત્ય છે, હંમેશનું સ્થાયી છે અને ભયમુક્ત છે. આ પ્રકારના શાંતિના સુખ માટે પ્રયત્ન કરવો ઘટે. (૧૨૨)
વિવરણ–ભોગસુખ–વિષયભેગને સુખની ઉપર કોઈ જાતને આધાર રાખવો ન ઘટે, તેનાં આ ગાથામાં ત્રણ કારણે પ્રથમ જણાવી, નિત્ય સુખ માટે પ્રયત્ન કરે જોઈએ એ વાત સ્પષ્ટ કરે છે. આપણે પ્રથમ ભેગસુખને કઈ પણ અર્થ નથી તેનાં ત્રણ કારણે વિચારી જોઈએ.
અનિત્ય–પહેલું કારણ, ભોગસુખે લાંબે વખત ટક્તાં નથી, એ થોડા વખત માટેનાં છે અને તે અંતે ચાલી જાય છે, કે આપણે તેમને ત્યાગ કરે પડે છે. એ અનિત્ય છે એ સ્પષ્ટ વાત છે. અનિત્ય-અચોક્કસ, પૌગલિક, ઇંદ્રિયના કે માનસિક સુખની આ વાત છે.
ભયબહુલ–એ ભેગસુખોને માટે પ્રયત્ન ન કરવાનું બીજું કારણ કહે છે. એમનામાં ભય બહુ રહે છે, આપણે તેમને વાસ્તુ ટીંગાઈ રહીએ છીએ અને અહીંથી લઉં કે પગેથી લઉં એવી વૃત્તિ રહ્યા કરે છે, અને એ આપણું થશે કે નહિ તે માટે ભય તે આખે વખત રહ્યા જ કરે છે. એ વિપરિણામવાળાં હેઈ આગલી ગાથામાં જણાવ્યું તેમ ક્યારે ચાલ્યાં જશે તેને ભય તે બધે વખત જરૂર રહે છે. - પરાયા–આવાં ભેગસુખે બીજાઓ ઉપર આધાર રાખનારા છે. સ્ત્રી મળે તે . સ્ત્રીનું સુખ થાય, પણ સ્ત્રી પારકી વસ્તુ છે, તે જ પ્રમાણે ધનધાન્ય, મકાન કે દુકાને, મેડી માળ કે ફરનીચર એ સર્વ પારકાં છે. સમજુ માણસ પારકી વસ્તુ કે પારકા ઉપર આધાર રાખનારી વસ્તુ માટે કદી પણ પ્રયત્ન કરે નહિ. આપણું તાબાની ચીજ હોય અને હંમેશા આપણું બની રહેવાની હોય તે તે તે આપણું પ્રયાસગ્ય હોઈ શકે, પણ આ તે પારકી વસ્તુ અને પર ઉપર આધાર રાખનારી વસ્તુ, તેના માટે કેમ પ્રયત્ન થઈ શકે? એ વસ્તુ આપણે થશે કે નહિ એ સર્વ શંકાસ્પદ છે. માટે, તે સુખભગ પીગલિક અને પરાધીન હોઈ, તે માટે પ્રયત્ન કરવાથી શું? આ ત્રીજું કારણ કર્યું.
પ્રશમસુખ–હવે આ સુખની સરખામણીમાં પ્રશમસુખ-શાંતિનું સુખ, ઉપશમ. સુખ બે કારણે આદરણીય છે. બે કારણોને લઈને તે પ્રશમસુખ મેળવવા માટે પ્રયત્ન કરે એગ્ય છે. તે સુખના આદરણયપણુ માટેનાં કારણે જોઈએ.
નિયમ–આ પ્રશમસુખ નિત્ય છે, સર્વ કાળે થયા પછી તે છે અને છે, હમેશ રહેવાનું છે અને શાંતરસનું સુખ છે. તે નિત્ય હોઈ ભેગસુખની સરખામણીમાં પ્રયાસ કરવા
ગ્ય છે. પ્રશમસુખ માટે પ્રયાસ કરવાનું આ પ્રથમ કારણ છે. " આત્મસ્થ–હવે આપણે પ્રશમસુખ માટે પ્રયત્ન કરવાનું બીજું કારણ જોઈએ. એ પ્ર. ૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org