________________
३२२
પ્રશમતિ વિવેચન હિત
પાતાની પાસે જ છે, પેાતાના આત્મામાં જ રહેલું છે અને પારકાને કે પારકી વસ્તુને તે ઇચ્છતું નથી, તેને તેની જરૂર નથી અને તે પર તે આધાર રાખતું નથી.
અભય—એને કોઇના ભય નથી, એ પેાતે અભય છે અને અભય આપનાર છે. આવા પારકા ભયથી રહિત થયેલા સુખ માટે પ્રયાસ બધી રીતે ચેગ્ય છે. પ્રશમસુખ માટે પ્રયાસ કરવાનું આ ત્રીજું કારણ જણુાવ્યું.
માટે અનિત્ય અને પારકા પર આધાર રાખનાર અને હોય ત્યારે પણ ભય-ચિંતામાં રાખનાર ભાગસુખ માટે પ્રયાસ કરવા નકામા છે અને પ્રશમસુખ ત્રણ કારણે પ્રયાસ કરવા ચેગ્ય છે. આ બધાં કારણેા વિચારી તારે પ્રશમસુખ માટે પ્રયાસ કરવા યાગ્ય છે. (૧૨૨). ઇંદ્રિયસમૂહ પર વિજય મેળવવા પ્રયત્ન કરવા ઘટે—
यावत् स्वविषयलिप्सोरक्ष समूहस्य चेष्टयते तुष्टौ ।
aranस्यैव जये वरतरमशठं कृतो यत्नः ॥ १२३ ॥
અર્થ - વખત દરમ્યાન ઇંદ્રિયાના સમૂહ વિષયેાની ઇચ્છા તૃપ્ત કરવા પ્રયત્ન કરે, તે વખતે જ તેના જ વિજય કરવા માટે કોઈ જાતના ઢંભ વગર પ્રયત્ન કરવા ચેાગ્ય છે. (૧૨૩)
વિવેચન—યાવત્—જે વખતમાં ઇંદ્રિય પેાતાના વિષયને ભાગવવાની ઇચ્છાને તૃપ્ત કરવા માટે પ્રયત્ન કરતી હોય તે જ વખતે તે ઇન્દ્રિયા પર વિજય મેળવવા માટે, તેમના સયમ કરવા માટે યત્ન કરવા ઘટે, કારણ કે યુવાવસ્થામાં ઇંદ્રિયા મળવાન હોય છે તેમ જ તેમના પર વિજય મેળવવા માટેના આપણા પ્રયત્ન સફળ થાય છે. પછીની વાત આગળ વિચારીશું. જુવાનીમાં તે માણસમાં એટલું જોર હોય છે કે તે પર વિજય પણ તે જ માણસ મેળવી શકે. જુવાની જેમ ઇંદ્રિયાને માર્ગ આપે છે તેમ તેમના પર સંયમ દ્વારા વિજય પણ મેળવી શકે છે. એટલે જે વખતે તેમને તૃપ્ત કરવા પ્રયત્ન-ચેષ્ટા કરવામાં આવે છે તે જ વખતે તેમના પર વિજય મેળવવા પ્રયત્ન કરવા એ યુક્ત છે, કારણ કે ભાગસુખ અંતે છેડવાનાં છે, હાય ત્યારે પણ લાંબે વખત ટકતાં નથી અને રાજા વગેરે ઘણાના એને ભય છે.
અક્ષસમૂહ—ઇંદ્રિયના સમૂહ, ઇંદ્રિયા. એ સ` પાંચે ઇંદ્રિય યુવાવસ્થામાં બહુ જોર કરે છે અને તેમને તૃપ્ત કરવા માણસ હવા ખાવા જાય છે, ટેકરા ઉપર ક્રે છે, કસરત કરે છે, કોલ્ડડ્રીંક પીએ છે, માથે વેણીએ બાંધે છે અને તે દ્વારા ઇંદ્રિયાને તૃપ્ત કરવા અનેક પ્રકારના યત્ન કરે છે. એ યત્ન તા એના નકામા જાય છે. ઇંદ્રિયા એની થતી નથી, ધરાતી નથી, અને કઢી તૃપ્ત થતી નથી, પણ એ સમયે જ્યારે એ ઇન્દ્રિયને સંતોષવા પ્રયત્ન કરે તે વખતે એનું ખરુ કામ શું છે તે ગાથાના ઉત્તરાર્ધમાં બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org