________________
૩૧૪
પ્રશમરતિ વિવેચન સહિત રાખ. સવારે વહેલા પ્રતિક્રમણ કરે, સાત વખત ચૈત્યવંદન કરે, પડિલેહણ કરે, સ્થાપનાચાર્યનું પલેવણ કરે અને ગોચરી લેવા જાતે જાય આવે અને જેનેને સમયસર બંધ આપે, વ્યાખ્યાન વાંચે અને બપોરે રાસ વાંચે, તે તે એટલે કાયેલું રહે તેને સંસારની વાત કે ગંધ પણ આવતી નથી અને મને વિકારને જોર કરવાને વખત પણ મળતું નથી. માટે કામમાં, સાચા કામમાં, સંયમયેગમાં આત્માને રેકી દિવસને અંતે અમુક કામ રહી ગયાં છે અને પિતાને અવકાશ નથી એમ રહે, તે પછી સંસારની વાસના ઊઠી જશે અને મને બરાબર પળેટાઈ જશે. આ આચાર પ્રકરણની મહત્તા તેટલા ઉપરથી સમજાણી હશે. આચારમાં જ–સંયમયોગમાં જ આત્મા રોકાયેલું રહે પછી તેને સંસારસંબંધી વાત કરવાની નિરાંત પણ ન હોય, સંસારને સંભારવા વખત જ ન મળે.
સંયમગ—આપણે વિસ્તારથી આચારાંગસૂત્રમાં આચાર કેવી રીતે સાધકે પાવાવો અને તેનું પરિણામ શું આવે તે જોઈ ગયા. એ આચાર જે સાધક બરાબર પાળે તે પછી તેને સંસારની વાત કરવાને કે મનને તેમાં પરોવવાને અવકાશ જ રહે તેમ નથી. આચારની તેટલા માટે જ મહત્તા છે. એ પ્રાણીને ઉદ્યમી રાખે છે, અને તેના મનને જ્યાં ત્યાં રખડવા દેતું નથી. અને આચાર જાતે શુદ્ધ હોઈ તેની પર ભવને અંગે બહુ સારી અસર થાય છે.
- આ રીતે આચાર પ્રકરણ પૂરું થાય છે. ભગવાને જે રીતને આચાર વહેવારમાં સાધુને માટે જણાવ્યું તે સાધુએ નિયમથી અનુસરે અને ગૃહસ્થ આદર્શ તરીકે સ્વીકારી તેને અનુસરવું. આચારાંગસૂત્રમાં જે પ્રકારને આચાર બતાવ્યું છે તેને સાર અત્ર રજૂ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી આપણે વાત કર્યા કરીએ અને વહેવાર રીતે તેને અમલ ન કરીએ ત્યાં સુધી એ સર્વ વાત પુસ્તકમાં જ રહે છે. ભગવાને આમ કહ્યું છે અને તેમ કહ્યું છે તેમ કહેવાથી કાંઈ વળે તેમ નથી. આચારમાં કેદ્રસ્થાને અહિંસાને રાખી વૃત્તિ ઉપર અંકુશ રાખે અને સંયમ ધારણ કરે. સાધુઓને પાળવાને એ સુંદર આચાર આચારાંગસૂત્રમાં સુધર્માસ્વામી દ્વારા બતાવવામાં આવ્યું છે કે એ રીતને આચાર પાળવાથી પિતાની વૃત્તિ પર અજબ સંયમ સ્વાભાવિક રીતે જ આવે છે અને એવી રીતે સંયમ અને યોગમાં પ્રવૃત્તિ કરવાથી તે અંતે રાગદ્વેષને ક્ષય કરે છે અને રાગદ્વેષને ક્ષય થવાથી સંસારને છેડે આવે છે અને આ ભવભ્રમણ મટી જાય છે. માટે ભવભ્રમણનો અંત લાવવાને ઉપાય આ આચારાંગસૂત્રમાં બતાવેલા આચારને અમલ કરવામાં જ છે, તેને બરાબર વહેવારમાં અમલ કરે. - બાકી ખાલી વાતે કરવી એ તે બહુ સહેલી વાત છે. વાતે કરવામાં પૈસા બેસતા નથી અને શરીરને તસ્દી આપવી પડતી નથી. પણ એ રીતે ભવભ્રમણને, સંસારની રખડામણને છેડે ન આવે. સંસારને છેડે એમાં (આચારાંગસૂત્રમાં લખેલી બાબતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org