________________
આવ્યો
૧૩
ટીકાકારની નજરે જણાવ્યું. હવે બીજું દષ્ટાંત વિચારીએ. આ દાખલામાં પણ જરાયે વખત ન મળે તેવા ઉદ્યમી માણસની વાત છે. તે દૃષ્ટાંત સમજવા જેવું છે. તે આ પ્રમાણે છેઃ એક કુળવધૂ હતી. એ બહુ સારા ખાનદાન કુળની સ્ત્રી હતી. એ આમ તે કુળમર્યાદામાં રહેનાર કુળવધૂ હતી, પણ તેને પતિ પરદેશ ગયેલ હતું. એણે એની સખીને એક વખત કહ્યું, “કઈ જુવાન પુરુષને લઈ આવ.” તે બહેનપણીએ કહ્યું, “એમ જ કરું છું, નિરાંત રાખીને સ્થિર પડી રહે.” આ પ્રમાણે વિચાર કરીને, જે વાતનું પરિણામ સારું આવે તે વાત સુખ આપનાર થાય છે એમ વિચારી તેણે સસરાને આ વાત જણાવી.. સસરાએ બીજે દિવસે સવારે ઊઠીને ઘરમાં બૂમબરાડા મચાવ્યા. તેણે પિતાની પત્નીને કહ્યું કે, ‘તું જ મારું ઘર બધું લૂંટાવી દે છે.” સાસુ કહે “હું આ ઘર હવે ચલાવી શકું તેમ નથી. તેથી હું તે માટે સર્વ અધિકાર છેડી દઉં છું. તમને જે તે કરે.” પછી સસરાએ તે પિતાના દીકરાની વહુને ઘરનું કામકાજ કરવા અને માણસે પર હકુમત ચલાવવા નીમી. વહુએ ઘરનું સર્વ કામ સંભાળી લીધું. અને એને માથે એટલું કામ આવી પડયું કે એ મહામુસીબતે રાત્રે સૂઈ શકે. સૂવાને પણ વખત ઘણી મુશ્કેલીએ તે મેળવતી હતી. પછી સસરાએ પેલી બહેનપણુને કહ્યું, “હવે જઈને તારી બહેનપણીને કહે કે હું જુવાનને લઈ આવું છું.” તેણે જ્યારે આ વાત કરી ત્યારે તે કુળવધૂ કહેવા લાગી, મને તે સૂવાને પણ વખત મળતો નથી, તે ખરાબ માણસ ઉચિત આવી વાતથી શું?” આવી રીતે સસરાની બુદ્ધિએ કુળવધૂને ખરાબ થતાં અટકાવી. - આ બને દાખલા વિચારીને પિશાચની જેમ કે કુળવધૂની જેમ સાધુએ સંયમ- . રોગમાં ઉઘકત રહેવું, એ કામમાં પિતાને સમય એ તે કાઢો કે એને સંસારમાં માથું મારવાનું કે બીજી બાબતને સમય જ ન મળે, “નવરે નખેદ વાળે” એવી આપણામાં કહેવત છે. સંયમયેગમાં આ વખત ઉઘુક્ત રહે તેને સંસારના મને વિકાર કે અન્ય કઈ બાબતને અંગે અવકાશ, ફુરસદ જ ન મળે અને એક વખત માણસને કુરસદ ન મળે એટલે માનસશાસ્ત્રના નિયમ પ્રમાણે એ વાતને વિસરી જાય છે અને તેનું મન બીજે લાગી જાય છે.
આખ્યાન–બનાવટી બેધદાયક વાર્તાને આખ્યાન કહેવામાં આવે છે. આ બન્ને વાર્તાને હેત એ છે કે માણસે નવરા ન રહેવું. એ જે કોઈ પ્રકારના કામમાં પ્રવૃત્ત હોય તે ધીમે ધીમે તેનું આખું વલણ ફરી જાય છે અને જે તે સંયમયગમાં પ્રવૃત્ત હોય તે પછી તે સંસારના રંગથી કે રાગદ્વેષ કે ક્રોધાદિક કોઈ મનેવિકારથી લેપાત નથી. આ બને આખ્યાને ઉપગી અને બેધક છે અને અનુકરણ કરવા ગ્ય છે.
વ્યાખ્રત–ઉદ્યમી, પ્રવૃત્તિશીલ, કાયલે. એટલે સંયમયેગમાં આત્માને રોકાયેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org