________________
૧૧
અર્થ-આચારાંગસૂત્રનાં અધ્યયનમાં કહેલ-બતાવેલ મુદ્દાના કરનારને તથા તેની વાસનાથી ભાવિત હૃદયવાળાને જરા પણ વખત જતા નથી અને કોઈનાથી કોઈ પણ સ્થાનકે પાછા પડવાનું તેને થતું નથી. (૧૧૯)
આચાર
વિવરણ—આચારાંગ કહેલ અર્થ આચારાંગસૂત્રના જુદા જુદા અધ્યયનમાં જે હકીકત જણાવવામાં આવેલ છે તે પ્રમાણે આચરણ કરવાથી અને તે ન ખની શકે તે તેની ભાવના મનમાં ગુપ્ત રાખવાથી શું પરિણામ આવે, કેવી ફળપ્રાપ્તિ થાય તે આ જ ગાથામાં ખતાવવામાં આવ્યું છે. અને ત્યાં સુધી આચરણ કરવું અને ન બને તેા તેના તરફ સહાનુભૂતિ રાખવી. આખા સૂત્ર(આચારાંગ)ને સમજાવવાનું અને તેની વાત ટૂંકાણમાં કહેવાનું કારણ એ છે કે એ અમલ કરવા યોગ્ય છે, જરૂરી છે અને ન બને તે તેની ભાવના રાખી તે તરફ સહાનુભૂતિ અને લાગણી રાખવા યાગ્ય છે. જો તે તરફ આદર્શ કે પ્રેમ હશે તે પણ સંસાર વધારનાર રાગદ્વેષને તે કાપી નાખશે અને આપણા મૂળ ઉદ્દેશ અમલમાં આવશે. આ જીવન સફળ કરવાનું એ એક મજબૂત સાધન છે. ગુપ્તને અ વ્યાપ્ત' પણ થાય છે અને ગુપ્તના અથ દેખાડા કર્યા વિના, ખાનગી એવા પણુ થાય છે. મને પછવાડેના અથ અહીં ઘણા પ્રસ્તુત લાગે છે. સહાનુભૂતિ-હુમન રાખવાથી કોઈ કાળે એના લાભ જરૂર થાય, પણ દીક્ષા ન લેવાથી કે લેનારને સહાય ન કરવાથી એ મા` સાંપડે નહિ. એટલે ગુપ્ત સહાનુભૂતિ તા છેવટે અવશ્ય રાખવી. આવું જેનું સહાનુભૂતિવાળું હૃદય છે અથવા જે આચારાંગમાં કહેલ આચારો પ્રમાણે વના કરે છે તેને શું થાય તે હવે જણાવે છે.
કાલવિવર —એને એક ક્ષણુ પણ ગયા વગર આ ફળ તો જરૂર થાય છે. એને કાળના જરા પણ વિલખ થતા નથી.
અભિભવન-પરાભવ, હાર, અથવા પાછા પડવું તે. એટલે આચારાંગસૂત્રમાં જે હકીકત કહેલ છે તે પ્રમાણે આચરણ કરવાથી કેાઈથી હારી શકાતું નથી. આવી સ્થિતિ તો એ તુરત મેળવે છે. એને કઈ માણુસ હરાવી, હઠાવી શકતું નથી, એટલું ફળ તે જરૂર મળે છે. બીજો સાંસારિક લાભ થાએ કે ન થા, પણ એ કોઈથી ગાંજ્યા જતા નથી, એ લાભ એને તત્કાળ જરૂર મળે છે.
આ રાગદ્વેષ વગેરે દોષો સામે ઝઝૂમવાને અને તે માટે શક્તિ પ્રાપ્ત કરવાના આપણા સર્વ પ્રયાસ છે અને એક ક્ષણ પણ તે વાત ભૂલવા જેવી નથી. તેમાં જે જાતની સાવચેતી રાખવાનું બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે ધ્યાન રાખવાનું પરિણામ એ રાગદ્વેષની હારમાં અને તમારા વિજયમાં જરૂર આવશે. બાકી આ રાગદ્વેષ સામેની લડાઈ તે સ્થાયી, હુ'મેશની છે અને એમનાથી ખૂબ ચેતવા જેવું છે. આ સાવચેતી રાખવામાં આવશે તે છેવટે તમે હારશેા નદ્ઘિ, કદી પણ હારશેા નહિ. તમારા આત્મા અનંત વીય વાળા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org