________________
પ્રકરણ પામું : સુખ હવે આ સુખનું પ્રકરણ શરૂ થાય છે. તે ૧૨૧ થી ૧૪૮ કલાક સુધી ચાલવાનું છે. સુખ શું છે? કોને મળે? કયારે મળે? અને સાંસારિક સુખ અને આત્મિક સુખ વચ્ચે તફાવત શું છે? તેનું વેધક વર્ણન ગ્રંથકારે કર્યું છે અને તે ખૂબ મનનપૂર્વક વિચારવા જેવું અને જીવનના પ્રશ્ન ઉકેલે તેવું છે. પ્રત્યેક પ્રાણી સુખ માટે પ્રયત્ન કરે છે. તે અહીંથી કે ત્યાંથી સુખ મેળવવા પ્રયત્ન કરે છે અને તેને સુખને ખ્યાલ પરિપૂર્ણ ન હોવાથી તે અહીં કે ત્યાં સુખ મળશે એમ ધારે છે અને ઘણે ભાગે પૌગલિક સુખમાં રાચે છે. સુખને આ તદ્દન ખોટો ખ્યાલ છે અને જ્યાં તે સુખ મેળવવાના હેતુએ પ્રયાસ કરે છે ત્યાં એવું સુખ મળે તે તેમાં તેને કાંઈ ખરું સુખ લાગતું નથી અને સુખ કાંઈ ખરેખરું - તેને મળતું નથી. કોઈ પણ ઈદ્રિયના વિષયે સેવે તેમાં તેને સુખ મળશે તેમ ધારે છે, પણ સારું ભજન કર્યા પછી કે સ્ત્રીની સાથે વિષયસેવન કર્યા પછી કે બહાર ગામ જઈ સુંદર બગીચામાંથી ખુશબો લીધા પછી તેને કાંઈ સુખ લાગતું નથી. તે સુખ ભેગવે ત્યારે પણ તેને સારે સ્થાયી આનંદ થતો નથી અને થોડા વખતમાં એ પૌદ્ધગલિક આનંદને રસ વસરાઈ જાય છે. બીજે દિવસે સવાર પડતાં પાછી ભૂખ તે લાગે છે અને સારું ભજન કર્યાને આનંદ તેના મનમાંથી નીકળી જાય છે. આવી રીતે તે સર્વ પૌગલિક સુખનું સમજવું. અને એ આનંદ ખરેખર થતું જ નથી અને થોડા વખતમાં પાછી અસલ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે અને પૌગલિક સુખ તે પ્રકારનું કે બીજી જાતનું મેળવવા તેને ઈચ્છા થાય છે. જે સુખની પાછળ અથવા પરિણામે દુઃખ થાય અને જે સુખ સ્થાયી ટકે નહિ તેને વાસ્તવિક રીતે સુખ કહેવાય જ નહિ. પગલિક સુખ તે સ્થાયી ટકતું નથી, કદાચ ઘણી ખરી વખત તે કંટાળે આપે છે. એવા અસ્થાયી સુખને સુખ જ કેમ કહી શકાય? તે તે વાસ્તવિક રીતે દુઃખ જ હોય છે અને તે ગ્રંથકર્તાએ પિતાની પ્રૌઢ ભાષામાં સારી રીતે સમજાવ્યું છે. જે સુખ નિત્ય ન હોય તેને કદી સુખની વ્યાખ્યામાં સમાવી શકાય નહિ, તેને વાસ્તવિક સુખ કહી જ શકાય નહિ. આ પ્રમાણે બરાબર સુખ ક્યારે કહેવાય અને કોને કહેવાય તે ગ્રંથકારે પિતાની લાક્ષણિક ભાષામાં આ પ્રકરણમાં વિસ્તારથી બતાવ્યું છે. એ બરાબર વિચારવા ગ્ય છે. શાંતિનું સુખ કેવું હોય અને સર્વસંગત્યાગ પછી કેને મળે તે લાક્ષણિક રીતે બતાવ્યું છે, તે સમજી સાચું સુખ મેળવવા યત્ન કરે. એટલે આ અત્યારને પ્રબંધ અટકી જાય અને સાચે રસ્તે ચઢી જવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org