________________
૨૫૬
પ્રશમરતિ વિવેચન સહિત (૭) જે પુરુષે વિષયાસક્તિથી થતાં ને જાણે છે તે વીરપુરુષે આત્મસંયમ જાળવીને વિષયમાં નહિ ફસાતાં પાપકર્મોથી દૂર રહે છે.
(૮) જે વિષપભેગના અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે તે અશસ્ત્ર(સંયમ)ને જાણે છે અને જે સંયમને જાણે છે તે વિષપભેગના અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે. | (૯) બધું સ્વરૂપ વિચારી, સર્વ ઉપાયે ગ્રહણ કરી, સાધક રાગ અને દ્વેષ બનેને મૂળમાંથી પરિહાર કરે.
(૧૦) પ્રત્યેક સાધકે આવું સમજીને જ લેકસંજ્ઞાથી દૂર રહી સંયમમાં પરિક્રમણ કરવું ઉચિત છે.
(૧૧) તને સુખ પ્રિય છે તેમ આખા સંસારના જીવોને સુખ પ્રિય છે, એમ વિચાર કરી તું તેવું તારું વર્તન બનાવ.
(૧૨) જેઓ આ ભવ અને પરભવમાં માત્ર કામગ પ્રાપ્ત કરવાની લાલસાવાળા છે તેઓ લાલસા દ્વારા કર્મમળને એકઠે કરે છે અને કર્મમળને લઈને વારંવાર ગર્ભમાં ગમન કરે છે. માટે તેવી જાળમાં તું ફસા નહિ.
(૧૩) અજ્ઞાની અને કામગુણેમાં આસકત પુરુષે હાસ્યવિદ ખાતર બીજાને પ્રાણ હરી લેવાની ચેષ્ટા કરી નાંખે છે. તેથી એવા બાળક સાથે સેબત ન કરવી.
(૧૪) મૂળકર્મ (મેહનીય કર્મ) અને અગ્રકર્મ (મેહનીય સિવાયના કર્મીને તફાવત જાણી તેના પરિચ્છેદને અનુભવી તમે સહજ નિષ્કર્મદશી–નિષ્કર્મા થશે.
(૧૫) આ રીતના કર્મના જ્ઞાતા, સંયમમાં લીન રહેલા, બુદ્ધિમાન સાધકે બધાં - (પૂર્વકૃત અને પશ્ચાત્ કૃત) દુષ્ટ કર્મોને ક્ષય કરી નાંખે છે.
. (૧૬) ઝાંઝવા જેવા સુખની પાછળ ભમનારા વિલાસી, પામર જીવને જુએ, તે બિચારા ચંચળ ચિત્તવાળા બની ચલણમાં સમુદ્રનું પાણી ભરવા મથે છે અને તે માટે બીજાને મારવા, હેરાન કરવા તૈયાર થાય છે.
(૧૭) કોઈ જીવને ન દુભવવા, અન્ય દ્વારા ન દુભાવવા અને જે કોઈ દુભવે તેને અનુમોદના ન આપવી.
(૧૮) જે જ્ઞાની સાધકે એકવાર ભેગની વાંછા તથા અસત્યાદિ દોષને ત્યાગ કર્યો છે તે સાધક, અનેક પ્રકારનાં પ્રલેભન મળવા છતાં મળેલા ભેગોને નિસાર જાણીને ફરીથી સેવવાની ઈચ્છા કરે નહિ.
(૧૯) સંસારના પ્રત્યેક પ્રાણુને જન્મ અને મરણ લાગુ પડ્યાં છે એમ જાણી સંયમમાગને અંગીકાર કરો. . (૨૦) સ્ત્રી આદિકમાં આસક્તિ ન લાવતાં વાસનાજન્ય સુખને ધિક્કારે. '
(૨૧) ક્રોધ અને ક્રોધન. કારણરૂપ અહંકારને હણી નાખે અને લેભથી પણ નરકમાં જવું પડશે તેમ સમજી હિંસકવૃત્તિથી દૂર રહો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org