________________
પ્રશમરતિ વિવેચન સહિત ' (૨૨) મુનિ સાધકને સંબોધીને અસભ્ય રીતે બોલી કે બેટા આપિ ચડાવી એની નિંદા કરે અથવા એના અંગ પર હુમલો કરે, મારે, વાળ ખેંચે તે પણ વરસાધક “પિતાનાં પૂર્વકનું જ આ પરિણામ છે” એમ ચિંતવે અને અનુકૂળ પરીષહેને પણ સમભાવે સહન કરે.
(૨૩) જે બન્ને પ્રકારના સંકટોને યથાર્થ રીતે સહી નિષ્પરિગ્રહી રહે છે અને આસક્તિને ત્યાગ કર્યા પછી પાછાં તેમાં ફસાતા નથી તે જ સાચા નિગ્રંથ મુનિ છે. . (૨૪) તેવા સાધક મુનિઓ કદાચ તણખલાં કે કાંટા ભરાયા કરે અથવા ટાઢ વાયા કે તાપ લાગે અથવા ડાંસ કે મચ્છર કરડે ઇત્યાદિ પ્રતિકૂળ પરીષહ આવી પડે ત્યારે પિતાની ટેકમાં અડગ રહી તે બધા સમભાવપૂર્વક સહેતા રહે છે, તે જ સાચા તપસ્વી ગણુય છે.
(૨૫) તીર્થકર દેએ ફરમાવ્યું છે કે આજ્ઞામાં જ મારે ધર્મ અથવા આજ્ઞા એ જ મારે ધર્મ છે. આ પ્રમાણે જે સાધક આજ્ઞાને શિરોધાર્ય કરીને પ્રવર્તે છે તે જ સાધનાની પાર પહેચે છે.
(૨૬) મહાપુરુષેએ સાધના સિદ્ધ કર્યા પછી પિતાના સંપૂર્ણ અનુભવે જગત્કલ્યાણ માટે જાહેર કર્યા છે. તે માગે ગમન કરવું તે જ એ મહાપુની આજ્ઞાની આરાધના છે.
(૨) સદુધર્મને આરાધક અને પવિત્ર ચારિત્રને પાળનાર મુનિ સાધક ધર્મોપકરણ સિવાય બધા પદાર્થોને ત્યાગ કરે.
(૨૮) પૂર્વે જે જે મહર્ષિ સાધકોએ ઘણું ઘણું વર્ષ લગી સતત સંયમમાં રહી જે જે કષ્ટ સહન કર્યા છે તે તે તરફ સાધક દષ્ટિ રાખે.
' (૨૯) જ્ઞાની સાધકની ભુજાઓ કુશ હેાય છે અને શરીરમાં માંસ તથા લેહી બહુ 'થેડું હોય છે.
(૩૦) આ જાગ્રત અને ગુણવિશિષ્ટ સાધક પાણીથી કદી ઢાંકી ન શકાય એવા સુરક્ષિત દ્વીપના જેવું છે. આ
(૩૧) મુનિ સાધકે સંસારની ભેગલાલસાને સર્વથા ત્યાગ કરીને કોઈપણ પ્રાણીને ન દુભવતાં સર્વલેકનાં પ્રિયપાત્ર બની મર્યાદામાં રહીને પતિપદ પામે છે.
(૩૨) જે સાધકોને ઉપરની બીનાનું સંપૂર્ણ જ્ઞાન નથી તેઓ સર્વજ્ઞ દેવે ફરમાવેલા આવા કડક માર્ગમાં પ્રવર્તવા માટે સુંદર રીતે ઉત્સાહી થઈ શકતાં નથી. આવા સાધકને પંડિત અને પીઢ સાધકો, પક્ષીઓ જેમ પિતાનાં બચ્ચાંને ધીરે ધીરે સંભાળપૂર્વક ઉછેરે તેમ, ઘણી ઘણી સંભાળ રાખી ધર્મમાં કુશળ બનાવે.
(૩૩) કેટલાક શિષ્ય ગુરુદેવ પાસેથી જ્ઞાન મળ્યા પછી એના આશયને ન ઓળખવાથી શાંત ભાવને છોડી દઈ અભિમાની, સ્વછંદાચારી અને ઉદ્ધત બની જાય છે
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org