________________
પ્રશમરતિ વિવેચન સહિત આચારાંગસૂત્રને વધુ પરિચય
स्थाननिषद्याद्युत्सर्गशब्दरूपक्रियापरान्योऽन्याः ।
पश्चमहाव्रतदाढयें विमुक्तता सर्वसङ्गेभ्यः ॥११७॥ અથ–ઠેકાણું, ધ્યાન કરવાનું સાધન (સ્થાનિક), કુદરતી હાજત કરવાની જગ્યા, શબ્દની ક્રિયાઓ, રૂપની ક્રિયાઓ, પક્રિયા, અન્ય ક્રિયાઓ, પાંચ મહાવ્રતનું દઢપણું અને સર્વ સંગ રહિતપણું. (૧૧૭).
હવે એ આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના અધ્યયનેની શી વાત આવે છે, તે સંક્ષેપમાં જણાવી આ વિષય પૂરે કરવામાં આવશે.
સત્તરમું અધ્યયન “સ્થાન સતિકાર - સ્થાનઃ આચારાંગસૂત્રના બીજા ભૃતકના આઠમાં અધ્યયનનું નામ ઠાણ સતિષ્કર્યા
અથવા સ્થાનસપ્તિકા છે. એમાં નીચેની અગત્યની બાબત આવે છે. અને અહીંથી બીજી ચૂલિકા શરૂ થાય છે. આ બીજી ચૂલિકા આઠમાં અધ્યયનથી ચાલશે. તે ચૌદમાની આખર સુધી પહોંચશે.
(૧) પ્રતિમા વહન કરવા માટે ઇંડા અથવા જીવાતવાળી જગ્યા અપવિત્ર છે, અસ્વીકાર્ય છે.
(૨) પ્રતિમા વહન કરવા માટે ગ્ય અને સ્વીકાર્ય જગ્યા માગવી. તે માટેના ચાર નિયમો ધ્યાનમાં રાખવા. તે નિયમ નીચે વાંચવાથી જણાશે.
(૩) બહુ નિરવદ્ય-જીવાતથી રહિત ભૂમિને પસંદ કરીશ અને તે અંગાને ટેકો દઈને રહીશ. શરીરને જરા જરા હલાવીશ અને જરા હાલી ચાલીને હું ત્યાં ઊભે રહીશ.” આ પહેલે નિયમ થ. ૧ (૪) જીવરહિત ભૂમિને પસંદ કરીશ અને તેની સામે મારી જાતને ટેકે આપીશ. શરીરને જરા જરા હલાવીશ, પણ ચાલીશ નહિ. હું ત્યાં ખડે ઊભે રહીશ.” આ બીજો નિયમ થ.
(૫) “હું નિરવદ્ય જગા પસંદ કરીશ. અને તેને ટેકે આપીશ. શરીરની કોઈપણ સ્થિતિ અનુસાર હું ફરીશ નહિ અને જરાપણ હલીશ નહિ' આ ત્રીજો નિયમ થ. | (૬) “કવરહિત જગ્યા પસંદ કરીશ, પણ તેને જરા પણ ટેકે નહિ દઉં. શરીરને પણ કોઈ સ્થિતિમાં હલાવીશ નહિ અને જરા પણ હાલીશ ચાલીશ નહિ, હું ઊભો રહીશ.” આ ચોથો નિયમ થયે. - આ આઠમાં અધ્યયનને માત્ર એક જ ઉદ્દેશક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org