________________
ર૯૭.
આચાર
-
૨૭ અઢામું અધ્યયન નિષધિકાસતિકા નિષદ્યા–શ્રી આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધનું નવમું અધ્યયન નિષી ધિકા નામનું છે. તેમાં નીચે જણાવેલી વાત આવે છે. અહીં બીજી ચૂલિકા છે.
. (૧) જ્યારે અભ્યાસ માટે જગ્યા જોઈતી હોય તે ઇંડા કે જીવાતવાળી જગ્યા ન લેવી, કારણ કે તે અપવિત્ર અને અસ્વીકાર્ય છે, પણ તે જગ્યા ઈંડા કે જીવાત વગરની હોય તે તે સ્વીકારવી, કારણ કે તે પવિત્ર અને સ્વીકાર્ય છે.
(૨) અગાઉ પાટ સંબંધી વાત આવેલી છે તેનું આ સ્વીકારમાં પુનરાવર્તન કરવું.
(૩) બે, ચાર કે પાંચ સાધુ મળી અભ્યાસ માટે જગ્યા લે તે તેઓએ અરસપરસ દાંત કચકચાવવા નહિ, તેમ એકબીજાના શરીર ઘસવા નહિ. આ નવમા નિષાધિકા અધ્યયનને માત્ર એક જ ઉદ્દેશક છે.
ઓગણીસમું અધ્યયન ઉચ્ચાર-પ્રસવણસપ્તિકા યુલ્સગ–આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના દશમાં અધ્યયનનું નામ ઉચ્ચાર- પ્રસવણ છે. આ પણ બીજી ચૂલિકાના વિભાગ તરીકે ચાલુ છે. તેમાં નીચે જણાવેલ મતલબની વાત આવે છે–
(૧) સાધુ કે સાધ્વીએ પિતાની પાસે સાવરણી ન હોય તે તે બીજા સાથેના સાધુની સેથી માગી લેવી.
(૨) જે જમીન પર ઇંડા કે જીવાત હોય તેવી જગ્યાએ કુદરતી હાજતે ન જવું, પણ જમીન ઈંડા કે જીવાત રહિત હોય તે સ્થાન પર કુદરતી હાજતે જવું.
(૩) તે જગ્યાના માલિકે પિતાની સાથેના સાધુઓ માટે કે સાદવીઓ માટે જીવને ઘાત કરી તે જગ્યા બનાવી હોય તે તેની જગ્યામાં કુદરતી હાજતે ન જવું; આવી જગ્યા તે કામ માટે જુદી કાઢવામાં આવી હોય કે ન હોય તે પણ.
(૪) જે તે જગ્યા બીજાને માટે રાખેલ ન હોય તે તે જગ્યા પિતાની હાજત માટે ચિતરફ તપાસ કરીને વાપરવી.
- (૫) સાધકને માટે ઘરધણીએ ખાસ હાજત માટે તૈયાર કરેલી જગ્યા તે કામ માટે ન વાપરવી. તૈયાર કરાવેલ જગ્યા તે માટે હોય તે પણ ન વાપરવી. લશ્કર માટે તે જગ્યા વપરાતી હોય તે હાજત માટે ન વાપરવી. તે જગ્યામાં ઘાસ હોય તે તે હાજતને માટે ન વાપરવી. સુધારેલી કે સુગંધ કરેલી જગ્યા પણ હાજતને માટે ઉપયોગમાં ન લેવી.
(૬) ઘરધણ કે તેના છોકરા. આવતા જતા હોય અથવા બીજ કે ગાંઠ કે મૂળિયાં ફેરવતાં હોય, દૂર લઈ જતાં હોય તે તે જગ્યા ન વાપરવી.
(૭) સાધકે થાંભલા પર હાજતે ન જવું. તે જ પ્રમાણે બાંકડા કે પાલખ અથવા અર્થપાટ પર અથવા ઘરના મિનારા કે છાપરા પર હાજતે ન જવું. પ્ર. ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org