________________
૩૦૨
યુગ
છે.
પ્રશમરતિ વિવેચન સહિત (૨૧) અન્ય કોઈ માણસ સાધુના વાળમાંથી લીખ કે જૂ કાઢતે હેય તે તેના તે કામથી રાજી ન થવું, તેને તેમ કરતા અટકાવે નહિ.
(૨૨) કઈ બહારને માણસ અંક અથવા પર્યકાસને બેસી સાધકનું શરીર લૂછતે હોય તે તેથી રાજી ન થવું અને તેને તેમ કરતે અટકાવે નહિ.
(૨૩) કઈ જાદુથી કે તેવી રીતે વ્યાધિ દૂર કરવા ઇરછતે હોય તે તેમાં રાજી ન થવું અને તેને તેમ કરતે ન અટકાવે. - આ બીજા શ્રુતસ્કંધના તેરમા અધ્યયનને માત્ર એક ઉદ્દેશક છે. અને તે સપ્તસપ્લિકા ચૂલાને છઠ્ઠો વિભાગ છે.
તેવીસમું અધ્યયન અન્ય ક્રિયા સપ્તિકા ક્રિયા અ ન્યા –બીજા શ્રુતસ્કંધનું ચૌદમું અધ્યયન અને ક્રિયા નામનું છે. એ સપ્તસપ્લિકા ચૂલિકાને છેવટને સાતમો વિભાગ છે. તેની મતલબ નીચે પ્રમાણેની છે, તે ધ્યાનમાં લેવી.
કે (૧) અરસપરસ ઉપર તેરમા અધ્યયનમાં જણાવેલ કાર્યો કઈ કરે છે તેથી રાજી થવું નહિ. અને તેને અટકાવવા નહિ કારણ કે તે કર્મબંધન છે અને પિતાને લગતી વાત છે.
(૨) સાધકે પરસ્પર પગ લુછે કે ઘસે તે તે ક્રિયા દોષરૂપ છે. '
આ ચૌદમા અધ્યયનને માત્ર એક જ ઉદ્દેશક છે. અહીં સપ્તસપ્તિકા નામની બીજી ચૂલિકા પૂરી થાય છે.
ચેવીસમું અધ્યયન ભાવના પંચમહાવતદાહર્ય–આચારાંગના બીજા શ્રુતસ્કંધનું પંદરમું અધ્યયન ભાવના નામનું છે, તેમાં નીચેની મતલબની હકીક્ત આવે છે.
(૧) તે કાળે અને તે સમયે મહાવીર નામના પૂજ્ય થયા, જેમના જીવનના પાંચ પ્રસંગે ઉત્તરાફાલ્ગનીમાં થયા.
(૨) તે ઉત્તરાફાશુનીમાં દેવાનંદાની કૂખમાં આવ્યા, દેવે દેવાનંદાની કુક્ષીએથી તેમનું હરણ કરીને તેમને ત્રિશલાની કુક્ષીમાં મૂક્યા, તે ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં બન્યું. | (૩) તેમને જન્મ ઉત્તરાફાગુની નક્ષત્રમાં થયે.
(8) પિતાના માથાના વાળને લેચ કરી તેઓ નિર્ચ થપણું પામ્યા તે ઉત્તરફાલ્ગનીમાં બન્યું.
(૫) તેમને સર્વથી ઊંચું જ્ઞાન–કેવળજ્ઞાન ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં થયું. આ સંપૂર્ણ જ્ઞાન છે, મર્યાદા વગરનું જ્ઞાન છે, ઊંચામાં ઊંચી જાતનું જ્ઞાન છે, સર્વ વસ્તુનું જ્ઞાન છે અને પૂરેપૂરું જ્ઞાન છે. | (૬) પણ સ્વાતિ નક્ષત્રમાં એ પૂજ્યશ્રીએ મોક્ષ પ્રાપ્ત કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org