________________
- પ્રશમરતિ વિવેચન સહિત " (૪૦) તે દિવસે ભવનપતિ, વ્યંતર, તિષ્ક તેમ જ વૈમાનિક દેવેએ મહેસવ કર્યો
(૪૧) તેમણે દેવને અને પછી મનુષ્યને સર્વ નિયમો શીખવ્યા.
(૪૨) મહાવીરે પાંચ યમ લેકેને શીખવ્યા, તેની વિગત હવે જણાવવામાં આવે છે.
(૪૩) પ્રથમ મહાવ્રત આ પ્રમાણે છે –
હું પ્રાણુને વધ ન કરવાને નિયમ કરું છું, પછી તે પ્રાણી મોટું કે નાનું હોય, હાલતું ચાલતું હોય કે સ્થિર હોય, તે સર્વ પ્રાણીને વધ હું નહિ કરું, કરાવીશ નહિ અને કરે તેને સંમતિ નહિ આપું.
(૪૪) આ પ્રાણીવધવિરતિના પાંચ નિયમ છે તે હવે કહેવામાં આવે છે.
(ક) નિગ્રંથ હાલતાં ચાલતાં સંભાળપૂર્વક વતે છે, બેદરકાર બનતા નથી. હાલવા ચાલવામાં સંભાળ ન રાખનાર બેદરકારીથી પણ અનેક જીવેને નાશ કરે છે. માટે હાલવા ચાલવામાં નિર્ગથે સંભાળ રાખવી, સાવધતા રાખવી.
(બ) નિર્ગથે પિતાના શરીરને અને મનને શોધવું. મન રખડતું હોય, પાપી હોય, ઠપકાને પાત્ર હોય, કજિયાળું હોય તે એવા મનને (મનની ક્રિયાઓને) એાળખી તજવું. પાપી કામમાં મનને પરોવવું નહિ. પણ જે કાર્ય પાપી ન હોય તે કામમાં મનને જોડવું. . () નિગ્રંથ પિતાની ભાષા શોધીને બોલે. જે ભાષા પાપથી ભરેલ કે ઠપકાને પાત્ર હોય કે જીવવધ કરનારી હોય તે ભાષા બેલવી નહિ, પણ જે પાપી ભાષા ન હોય તે તેણે બોલવી, વાપરવી. . (૬) તેનાં ભિક્ષા માંગવાનાં પાત્રો સંભાળથી એણે મૂકવાં. એમાં ગફલત રાખવાથી નિર્દોષ જીવેને નાશ થાય.
() નિગ્રંથ જે ખાય અથવા પીએ તે જોઈને વિચારીને ઉપગપૂર્વક ખાય અથવા પીએ, નહિ તે પરિણામે જીવવધ થઈ જાય.
(૪૫) આ પ્રમાણે પ્રથમ ત્રત બરાબર રીતે કરવામાં આવે, અનુસરવામાં આવે. એની સમજણ શાસ્ત્રમાં વિગતવાર આપવામાં આવી છે. આ રીતે પ્રથમ વ્રત નિગ્રંથને થાય.
(૪૬) બીજા વ્રતને નીચે પ્રમાણે લેવામાં આવે છે?
જઠી વાણી બોલવાના સર્વ અવગુણેને હું તજી દઉં છું. હું ક્રોધથી કે લેભથી, ભયથી કે હાસ્ય મજાથી જુઠું નહિ બોલું.
(૪૭) બીજા સત્ય મહાવ્રતના પાંચ ભેદ નીચે પ્રમાણે છે : | ( નિગ્રંથ (સાધુ કે સાધ્વી) હંમેશા વિચાર કરીને બોલે છે. વિચાર્યા વગરનું બેલે તે સાધુ કદાચ અસત્ય ભાષણ કરી દે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org