________________
૩૦૪
પ્રશમરતિ વિવેચન સહિત (૧૭) મહાવીરના પિતા કાશ્યપગોત્રના હતા. એમની મા વાસિષ્ઠ ગોત્રની હતી. મહાવીરના પિતાના ત્રણ નામ થયાં હતાં. સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી. એમની માનાં ત્રણ નામે આ પ્રમાણે છે–ત્રિશલા, વિદેહદત્તા અને પ્રિયંકારિણી. મહાવીરના કાકા સુપાર્શ્વ કાશ્યપ ગેત્રના હતા. એમના મોટાભાઈ નંદિવર્ધન અને એમની મેટી બહેન સુદર્શના બને કાશ્યપ ગોત્રના હતા. એમની પત્ની યશોદા કૌડિન્ય ગાત્રની હતી. એમની દીકરી જે કાશ્યપ ગોત્રની હતી એને બે નામ હતાં – અનવદ્યા અને પ્રિયદર્શના. એ દીકરીની દીકરી જે કાશ્યપ શેત્રની હતી તેનાં બે નામ હતા – શેષવતી અને યવતી. .
(૧૮) મહાવીરના માતાપિતા પાર્શ્વનાથના અનુયાયી હતા અને શ્રમણને અનુસરતા હતા. ઘણાં વર્ષ સુધી તેઓ શ્રમને અનુસરનારા હતા. તેઓ મરીને અશ્રુત કલ્પમાં દેવદેવી થયા. તેઓ ત્યારબાદ આયુષ્ય પૂરું ભેગવી મહાવિદેહમાં મેક્ષ પામશે.
. (૧૯) મહાવીર ત્રીશ વર્ષ સુધી વિદેહમાં ગૃહસ્થ રહ્યા. તેઓ જ્ઞાતુપુત્ર તરીકે પણ ઓળખાતા હતા.
(૨૦) તેમના માતાપિતાના મરણ પછી તેઓએ આપેલ વચન પ્રમાણે તેમણે પિતાનું સેનું અથવા રૂપું છોડી દીધાં, તેમ જ પિતાનું લશ્કર, રથે પણ તેમણે છોડી દીધાં, ત્યાગ કર્યો. એક વર્ષ સુધી પિતાનું અનાજ, સોનું અને રત્નો બક્ષિસમાં આપ્યાં. માગશર માસની દશમના દિવસે તેમણે આ સંસાર છોડી દેવાનો નિર્ણય કર્યો.
(૨૧) સંસારત્યાગ કરતા પહેલાં એક વર્ષ સુધી તીર્થકરે વરસીદાન આપે છે.
(૨૨) દરરોજ સવારે સૂર્યોદયથી એક પ્રહર દિન ચઢે ત્યાં સુધી તેઓ એક કરોડ ને આઠ લાખ સોનામહોરનું વરસીદાન આપે છે.
(૨૩) ત્રણ અઠયાસી કરેડ સેનામહોરનું મહાવીરે એક વર્ષમાં દાન કર્યું. (૨) લેકાંતિદેવે તેમને તીર્થ પ્રવર્તાવવા વિજ્ઞપ્તિ કરે છે.
(૨૫) જ્યારે ભવનપતિ, વ્યંતર, જતિષ્ક અને વૈમાનિક દેવેએ મહાવીરને સંસારત્યાગને નિશ્ચય જાયે ત્યારે તેઓએ પિતાનું સ્વાભાવિક રૂપ ધારણ કર્યું અને પાલખી ઉપાડવા આવ્યા અને તે માટે અસંખ્ય દ્વીપ અને સમુદ્રને ઓળંગીને આવ્યા, અને ક્ષત્રિયકુંડના ઉત્તરભાગમાં જ્યાં ક્ષત્રિયે રહેતા હતા ત્યાં આવવા માટે ઉત્તરપૂર્વ દિશાએ અટક્યા.
(૨૬) દેના રાજા ઈંદ્ર ધીમેથી પિતાનું વાન અટકાવ્યું અને તેમાંથી પિતે નીચે ઊતર્યા. તેણે એક સુંદર પાલખી બનાવી અને તેની વચ્ચે એક સિંહાસન બનાવરાવ્યું.
(૨૭) પછી એ મહાવીર જે સ્થાનકે હતા ત્યાં ગયાં અને ત્રણ પ્રદક્ષિણા કરી મહાવિરની પૂજા કરી, મહાવીરને પાલખી પાસે લાવી, મહાવીરને મુખભાગ પૂર્વ દિશા તરફ રાખી સિંહાસન પર બેસાડયા પછી તેમના શરીરે તેલ ચેર્યું, સુગંધ અને બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org