________________
પ્રશમરતિ વિવેચન સહિત ક (3) નિગ્રંથે પૂર્વકાળમાં કામગ સેન્યા હોય તે સંભારવા નહિ.
() નિર્ગથે બહુ ખાવું કે પીવું નહિ. ખૂબ સારી રીતે તૈયાર કરેલી વાનગી ખાવી નહિ, દારૂ પીવે નહિ.
() સ્ત્રીએ વાપરેલા પલંગમાં નિર્ગથે સૂવું નહિ.
(૫૧) પાંચમું મહાવ્રત આ પ્રમાણે સાધુ કે સાધ્વી લે: બહારના કોઈ પણ પદાર્થમાં જીવતા કે જવ વગરનામાં હું કઈ જાતનું આકર્ષણ રાખીશ નહિ, બીજા પાસે એવી ચીજનું મારા માટે ગ્રહણ કરાવીશ નહિ, અથવા બીજે કઈ વસ્તુ પર આસક્તિ રાખો હશે તે મારી અનુમોદના નથી. આ પાંચમા મહાવ્રતના પાંચ ભેદ છેઃ
(ક) કાન વડે સારા અવાજ કે સૂર સંભળાઈ જાય તે તેમના તરફ આસક્તિ ન રાખે. | (ગા) જે અવાજ કે સૂરને ન સાંભળવું બનવું અશક્ય હોય તે તેમનાથી થતાં આકર્ષણ કે તિરસ્કાર સાધુએ ન રાખવા.
(૩) જે સાધકને સુવાસ પ્રાપ્ત થાય તે તે તરફ તેને આકર્ષણ ન થવું જોઈએ.
(હું) પિતાની જીભને કોઈ વસ્તુ ગમે કે ન ગમે એમ બને તે પણ સાધક તેના તરફ આકર્ષણ કે તિરસ્કાર ન રાખે. | (૩) સ્પર્શનશક્તિવાળો સાધક કોઈ વસ્તુને અડકી જાય તે તેણે વસ્તુનું આકર્ષણ ન અનુભવવું.
આ ભાવના નામની ત્રીજી ચૂલિકામાં માત્ર એક જ ઉદ્દેશક છે. અત્ર તે પૂરું થાય છે. તેની સાથે પંદરમું અધ્યયન પણ પૂરું થઈ ગયું.
પચીસમું અધ્યયન “વિમુક્તિ વિસાતા સર્વસંગે –આચારાંગસૂત્રને બીજા શ્રુતસ્કંધનું સેળમું અધ્યયન વિમુક્તિ નામનું છે. તેમાં નીચેની મતલબની હકીકત આવે છે. એ જ ચેથી ચૂલિકા છે, તેની પણ અત્ર શરૂઆત થાય છે. - (૧) આ દુનિયાની ચાર ગતિમાં માણસો થડા વખત માટે ઘરબાર મેળવે છે. આ સત્ય સમજીને માણસે વિચાર કરે જોઈએ. ડાહ્યા માણસે કુટુંબકબીલાની જાળમાંથી છૂટવું જોઈએ. એણે ભયરહિત થઈને દેષયુક્ત કામકાજ અને આકર્ષણ છેડવાં જોઈએ.
(૨) આવી રીતે પિતાની જાતને અંકુશમાં રાખનાર આદર્શ સાધુ, જે માગી ભીખીને પિતાનું પૂરું કરે છે તેનું લકે અપમાન કરે છે, (લડાઈમાં જેમ હાથીને બાણથી વિદારવામાં આવે છે તેમ),
(૩) આવા લેકનાં અપમાનના શબ્દોથી ડાહ્યો માણસ મનમાં જરા પણ મૂંઝાયા સિવાય આ શબ્દો સાંભળી રહે છે, અને પવનથી જેમ શિલા ન હાલે ચાલે તેમ નિષ્પકંપ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org