________________
ર૭ર
પ્રશમરતિ વિવેચન સહિત (૨૫) એ પ્રમાણે કરવાથી નિર્મમત્વ ગુણની પ્રાપ્તિ અને સાધનનું લાધવપણું બને પ્રાપ્ત થાય છે. આને ભગવાને તપ કહ્યું છે.
' (૨૬) જો કોઈ પ્રતિજ્ઞામાં દઢ રહેવાતું ન હોય તે વેહાનાદિ અકાળ મરણથી મરી જવાનું પસંદ કરવું, કારણ કે તેવા પ્રસંગનું આકસ્મિક મરણ પણ અણસણ અને મૃત્યુ કાળના મરણ જેવું નિર્દોષ અને હિતકર્તા ગણાય છે.
(૨૭) જે મુનિ સાધકને એક પાત્ર અને માત્ર બે જ વસ્ત્રો હોય છે તેની કદી આવી ઈચ્છા જ ન થાય કે પોતે ત્રીજું વસ્ત્ર માગે. તે પણ આસક્તિરહિતપણે જેવાં મળે તેવાં પહેરવાં. . (૨૮) આ કથનના રહસ્યને સમજીને મુનિસાધકે વસ્ત્ર સહિત અને વસ્ત્રરહિત બને દશામાં સમતાગમાં જરા પણ ન ચૂકતાં અડગ રહેવું.
(૨૯) મુનિસાધકે પિતાની પ્રતિજ્ઞા ખાતર સદૂભાવથી મૃત્યુને વરીને પ્રાણોને જતા કરવા પણ કઈ સ્થિતિમાં પ્રતિજ્ઞાભંગ તે ન જ કરે.
(૩૦) જે જાતની પ્રતિજ્ઞા પિતે લીધી હોય તે પ્રતિજ્ઞા પ્રમાણે જ સદ્ધર્મની આરાધના કરતે શ્રમણ સાધક મૃત્યુને પસંદ કરે, પણ પ્રતિજ્ઞાને ભંગ કેઈ પણ સંગોમાં ન જ કરે. આવી સ્થિતિમાં થયેલ મૃત્યુ યશસ્વી ગણાય છે.
(૩૧) કેવળ ઝંખનાથી દેહભાન છૂટી જતું નથી, કારણ કે અનંતકાળના જડ શરીરના સહાધ્યાસની આત્મા પર કારમી અસર થાય છે.
(૩૨) સાધકે કે સાધિકાએ સૌથી પ્રથમ સ્વાદ પર જય મેળવવો જોઈએ. તેઓ ખાનપાન અવશ્ય કરે, પરંતુ એ માત્ર દેહની સ્વાથ્થરક્ષા માટે જ હેય. સ્વાદની દષ્ટિએ તેઓ આહારને ડાબા ગલેફામાંથી જમણું ગલેફામાં ન લઈ જાય. આવી રીતે સ્વાદેન્દ્રિય પર કાબૂ મેળવવાથી ઘણુંખરી પંચાત હળવી પડી જાય અને તપશ્ચરણ પણ સહજ થઈ જાય.
(૩૩) સદ્વિચાર, સંયમ અને તપ એ ત્રિપુટીને સહચાર સેવતાં જેમ જેમ અહંકારલય થતું જાય તેમ તેમ દેહભાન છૂટતું જાય.
(૩૪) સત્યવાદી, પરાક્રમી, સંસારને પારગામી, હાય હવે મારું શું થશે એવા ભયથી રહિત, વસ્તુસ્વરૂપને યથાર્થ જ્ઞાતા અને બંધનની જાળમાં નહિ ફસાયલે એ સાધક મુનિ ભયંકર પરીષહ કે ઉપસર્ગોમાં પણ અડગ રહી શકે છે. આવાનું મરણ તે આપઘાત નહિ પણ કાળપર્યાય મૃત્યુ (પ્રશસ્ત મરણ) જ ગણાય છે.
(૩૫) કેઈ પણ જાતની પ્રતિજ્ઞા કરી હોય તે તેમાં પ્રાણુત દૃઢ રહેવું, પરંતુ પ્રતિજ્ઞા કદાગ્રહ કે અહંકારના દેષથી દૂષિત ન હોવી જોઈએ.
(૩૬) પ્રતિજ્ઞાથી લઘુતા પ્રાપ્ત થાય છે અને સહજ તપશ્ચર્યા થાય છે. i (૩૭) જ્યારે શરીર અશક્ત થઈ જાય ત્યારે પાટિયાની માફક સમભાવ કેળવી વૈર્યપૂર્વક અને વિલાપરહિત પાદપપગમન અણસણું કરવું અને મૃત્યુને વરવું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org