________________
તે
પ્રશમરતિ વિવેચન સહિત (૧૧) વરસાદ આવ, આકાશના દેવે વરસાદ વરસાવો, અથવા અનાજ પાકે, કે સૂર્ય ઊગે, અથવા સૂર્ય ન ઊગે, રાત પડે કે ન પડે, એવું બોલવું નહિ.
(૧૨) પણ વાદળાં ચઢયાં છે, વરસાદ થયે છે એવું બોલી શકાય.
(૧૩) કોઈમાં દર્દ જોઈને તેને કોઢ થયે છે કે તેને ગૂમડાં થયાં છે અથવા તેનું શરીર કપાઈ ગયું છે કે તેના હાથ કપાઈ ગયા છે એવું ન બેલાય.
(૧) ભત, કિટલે કે ખાઈ જોઈને તેને સારી રીતે તૈયાર કરવામાં આવ્યાં છે એમ સાધક ન બેલે.
- (૧૫) ખેરાકને જોઈને તે સારી રીતે તૈયાર કરવામાં આવેલ છે, એ સરસ ખેરાક છે, આવી પાપભાષા સાધકે અર્થાત્ સાધુ-સાધ્વીએ ન વાપરવી. . (૧૬) અમુક ખોરાક તૈયાર કરવામાં ઘણી મહેનત લેવામાં આવી છે, એ સ્વાદિષ્ટ છે, એમ સાધકે બોલવું નહિ. તે પાપ છે.
(૧૭) ગાય, ભેંસ, હરણ કે જનાવર કે પક્ષી અથવા સપને જોઈને તે સારું છે, મારી નાખવા યોગ્ય છે અથવા રાંધવા યોગ્ય છે એવું સાધકે ન બોલવું જોઈએ.
(૧૮) ગાય-ભેંસને જોઈ તે પુષ્ટ છે એમ સાધકે ન બોલવું.
(૧૯) ગાય કે ભેંસને શરીર પુષ્ટ જોઈ તેના વખાણ ન કરવા કે તે દેહવા ગ્ય છે એમ ન બોલવું. આવી પાપભાષા ન વાપરવી.
(૨૦) નાની ગાયને જોઈ તે ખૂબ દૂધ આપે તેવી છે એવી પાપી ભાષા સાધકે ન વાપરવી.
(૨૧) સારું ઝાડ બગીચામાં જોઈ તે મહેલને યોગ્ય છે એમ ન કહેવું કે દરવાજાને ગ્ય છે કે ઘરને યોગ્ય છે એવું સાધકે ન બોલવું. (૨૨) ઝાડને સારું જેમાં તે સારું છે એમ બેલી શકાય.
(ર૩) જંગલી ફળને જોઈને તે પાકી ગયાં છે અને રાંધવા યોગ્ય અથવા ખાવા યોગ્ય છે એમ સાધકે બોલવું નહિ..
(૨૪) અનેક જાતની વનસ્પતિને જોઈ તે પાકી ગયેલી અને ખાવા ગ્યું છે એમ સાધકે ન બેલવું.
(૨૫) અવાજ સાંભળીને રાગ દ્વેષથી તે સારે છે કે ખરાબ છે એવું સાધકે ન બોલવું. પણ રાગ-દ્વેષ વિના સારાને સારે અવાજ કહે. ખરાબને ખરાબ અવાજ કહે.
(૨૬) તે જ પ્રમાણે ખરાબ વાસ, સારી વાસ, ખરાબ રંગ, સારા રંગ માટે સમજી લેવું.
(૨૭) સ્પષ્ટતાથી બોલવું, ચક્કસ મર્યાદિત શબ્દમાં બેલવું, જરૂરી બોલવું અને અક્કલ વાપરીને બોલવું.
(૨૮) બહુ ઉતાવળું ન બોલવું. ઉપગપૂર્વક સંયમી ભાષામાં જરૂરી બોલવું. આ બીજા શ્રુતસ્કંધના ચેથા ભાષા જાત અધ્યયનના બે ઉદ્દેશક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org