________________
ર૭૬
પ્રશમરતિ વિવેચન સહિત . (૧૪) આ વખતે ભગવાન પરવશ્વને અંગે ધરતા નહિ કે પરપાત્રમાં જમતા નહિ ને અપમાનને ન ગણતાં વીરતાપૂર્વક ભિક્ષાથે જતા હતા.
(૧૫) તેઓ ભિક્ષાથી મળતાં અન્નપાનમાં પણ નિયમિત અને પરિમિત ભિક્ષા લેતા હતા.
(૧૬) મહાવીર હવે દેહભાનથી એટલા તે પર થયા હતા કે આંખમાં કણું પડયું હોય તે કાઢવાની કે ખરજ આવે તે ખણવાની તેમને ઈચ્છા થતી ન હતી.
(૧૭) તેઓ માર્ગે જતી વખતે પીઠ પાછળ ફરીને કે આડી અવળી દષ્ટિ કરીને જેતા નહિ, પણ માગે સીધી દષ્ટિ રાખીને એકમાત્ર ચાલવાની જ ક્રિયા કરતા. ' (૧૮) તેઓ વચ્ચે કોઈ પણ બોલાવે અને ખાસ પ્રસંગ પડે તે જ અલ્પ બોલતા, નહિ તે પ્રાયઃ મૌન સેવી પિતાને માગે યતનાપૂર્વક ચાલ્યા જતા હતા. . (૧૯) નિગ્રંથ મહાવીર હેમંત ઋતુમાં દીક્ષિત થયા હતા. અને તે વર્ષની વર્ષાઋતુ પછી શરદ તથા હેમંત ઋતુ વીત્યા બાદ બીજે વર્ષે શિશિરઋતુ આવતાં જ તેમણે પિતાની પાસે રહેલાં વસ્ત્રને ત્યાગ કર્યો હતે.
(૨) મહાવીરે આ રીતે અહિંસક અને અતિ નિસ્પૃહ રહી ત્યાગના નિયમોનું પાલન કર્યું છે. અન્ય સાધકે પણ એ દષ્ટિએ વિધિને પાળે.
(૨૧) બીજા ઉદ્દેશકનું નામ વીરનાં વિહારસ્થાને રાખવામાં આવ્યું છે. '
(૨૨) કઈ વખત વીરશ્રમણ નિજન ઝૂંપડાઓમાં, ધર્મશાળાઓમાં, પાણી પીવા માટે બંધાયેલી પરબમાં કે હાટડામાં રહેતા, તે કઈ વખત લુહાર વગેરેની કેદ્રમાં અથવા - ઘાસની ગંજીઓની નીચે પણ રહેતા.
' (૨૩) એ શ્રમણવર કઈ વખત પરામાં, બાગમાંના ઘરમાં, કે શહેરમાં રહેતા, તે કઈ વખતે મસાણમાં, સૂના ઘરમાં કે ઝાડની નીચે પણ રહેતા.
(૨૪) આ પ્રમાણેના સ્થાનોમાં અપ્રતિબદ્ધપણે વિહરીને અને રહીને તપસ્વી મહાવીર પ્રમાદને પરિહરી તથા સમાધિમાં લીન થઈ તેર વર્ષ લગી પવિત્ર ધ્યાન કરતા કહ્યા..
(૨૫) અપ્રમત્ત મહાવીર સાધનામાર્ગમાં હતા ત્યારે પણ પ્રમાદપૂર્વક નિદ્રાનું કદી સેવન કરતા નહિ. કદાચ સુષુપ્તિ આવતી તે પણ આત્માભિમુખ થઈને ફરી અનુષ્ઠાનમાં પ્રવર્તવા તુરત જ જાગ્રત થતા. . (૨૬) જ્યાં સુધી પિતાની સાધનાની પૂર્ણ સિદ્ધિ થઈ ન હતી ત્યાં સુધી તેઓ બાહ્યભાવે પણ સવિશેષ ધ્યાનસ્થ અને જાગ્રત રહેતા.
(૨૭) ઉપર કહેલાં નિર્જન સ્થાનમાં કે વૃક્ષ નીચે રહી ધ્યાન કરતા એ દીર્ઘ . તપસ્વી શ્રમણ મહાવીરને સર્પ, નેળિયે કે એવાં ઝેરી જનાવર રંજાડતાં. તે સર્વને સમતાભાવે સહન કરતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org