________________
આચાર
२६४
અને કેટલાક સાધકે પ્રથમ ઉત્સાહથી સંયમમાં જોડાય છે પણ જોડાયા બાદ સુખલંપટ થઈ વિવિધ વિષયની જાળમાં ફસાય છે.
(૩૪) પિતે ઘણાના માનનીય અને પૂજનીય થશે એવી માન મેળવવાની વૃત્તિઓ કેટલાક ત્યાગ ગ્રહણ કરે છે અને શીખામણ દેનારને જ નિંદવા મંડી જાય છે.
| (૩૫) કેટલાક પિતે ભ્રષ્ટ હોવા છતાં બીજા સુશીલ અને ક્ષમાવંત તથા વિવેકપૂર્વક સંયમમાર્ગમાં પ્રવર્તતા મુનિદેવને પણ ભ્રષ્ટ કહેતા ફરે છે. તેવા મૂખ અને મંદ સાધક બેવડા ગુનાને પાત્ર છે.
(૩૬) કેટલાક પિતે શુદ્ધ સંયમ પાળી શકતા નથી પણ બીજા સાધકને શુદ્ધ સંયમ પાળવાની પ્રેરણું કરે છે અને શુદ્ધ સંયમના પાલક તરફ બહુમાન પણ ધરાવે છે.
(૩૭) કેટલાક પિતાના સાધનામાર્ગથી ભ્રષ્ટ હોવા છતાં પોતે પાળે છે તે જ શુદ્ધ સંયમ છે એમ કહે છે, તેવા મૂઢ સાધકે જ્ઞાન અને દર્શનથી પણ ભ્રષ્ટ થઈ જાય છે.
(૩૮) કેટલાક નિર્બળ સાધકો પરીષહેથી ડરીને સંયમાદિ સાધનાથી ભ્રષ્ટ થઈ જાય છે. તેમનું ઘર છેડી ચાલી નીકળવું તેમને કંટાળારૂપ બને છે.
(૩૯) કેટલાક “અમે જ જ્ઞાની છીએ એવા ડોળમાં અને ડોળમાં બીજાઓને નીચા માની પતનના માર્ગે વધુને વધુ જતા જાય છે. તેવા બાળપંડિતે સાધારણ જનેમાં પણ ધિક્કારને પામે છે અને લાંબે કાળ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે.
(૪૦) જેઓ વિષયકષાયને અધીન થઈ દુષ્ટ સંકલ્પવિકલ્પો કરે છે તેઓ સાધનાશ્રુત થાય છે.
(૪૧) મોક્ષાથી અને વીરસાધકે પિતાનું પરાક્રમ આગમના માર્ગે વહાવવું, એટલે પિતાની શક્તિને વેગ આ માગે વાળો.
(૪૨) ભિક્ષા અર્થે જતાં ઘરોમાં કે ઘરની આસપાસમાં, ગામ કે નગરમાં અથવા તેની આસપાસમાં કોઈ ઉપસર્ગ કરે તે તેને પ્રસંગે શૈર્ય ધારણ કરી અડગ રહીને સમ્યમ્ દષ્ટિવંત મુનિએ બધાં દુઃખો સમભાવપૂર્વક સહન કરવાં.
(૪૩) આગમના જાણકાર જ્ઞાની અનુભવી સાધકે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તથા ઉત્તર દિશાનાં ભિન્ન ભિન્ન સ્થળમાં જે લોકો વસે છે તે સૌને અનુકંપાબુદ્ધિથી તેમની યોગ્યતા પ્રમાણે ધર્મના જુદા જુદા વિભાગો કહી બતાવવા અને તે ધમની વાસ્તવિકતા પણ સમજાવવી.
(૪૪) સદુધર્મ કહેતાં મુનિ સાધકેએ આ લક્ષમાં રાખવું જોઈએ કે તેઓ તેમ કરવા જતાં પિતાનું, બીજાનું કે અન્ય કોઈ પ્રાણી, ભૂત, જીવ કે સત્ત્વનું દિલ દુભવી ન નાખે.
(૪૫) સમર્થ સાધક સબોધ શ્રવણ કરવા ઈચ્છનાર માત્રને ધર્મનું રહસ્ય સમજાવે, યથાર્થ પણે બોધ કરે.
(૪૬) જાગૃત રહેલ મુનિસાધક આ સંસારમાં અજ્ઞાનથી અથડાતા કે ડૂબતા જીવને આધારભૂત બેટની માફક શરણભૂત બની રહે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org