________________
આચારે
(૫) ગજા વગરની ક્રિયા કરવા જતાં ઘણીવાર અધવચ લટકી જવું પડે છે. (૬) ધ્યેયશૂન્ય ક્રિયામાં ઉત્સાહ, શક્તિ કે હિંમત સાંગોપાંગ ટકતા નથી.
(૭) ઘણી ક્રિયાઓ દેખાવમાં સુંદર, પિતાની શક્તિથી સાધ્ય તથા ડું ઈષ્ટ આપનારી હોય તે પણ જે ક્રિયા અતિ અનિષ્ટજનક હોય તે ક્રિયા હાથ ધરવી ન ઘટે.
(૮) કેટલાક સાધનામાર્ગમાં જોડાયા છતાં બીજા બધા ગુણને વિકાસ કરે છે, પણ પૂર્વગ્રહને છેડી શકતા નથી.
(૯) જે ક્રિયાઓ વગર વિચાર્યું વાસનાના પૂર્વગ્રહોને અધીન થઈને થાય છે તે ક્રિયાનાં ફળ અતિ ભયંકર હોય છે, તેને લીધે શારીરિક રોગો પણ થાય છે.
(૧૦) છ અરસપરસ પણ દુઃખ આપતા રહે છે.
(૧૧) ક્ષણભંગુર શરીરસુખના અર્થે પ્રાણીઓ પાપકર્મ આચરી પિતાની મેળે જ દુઃખી થાય છે.
(૧૨) પિતાના સ્વાર્થને માટે પરને પીડવા એ મહાભયંકર વસ્તુ છે. માટે તે સાધક ! પરને પીડા થાય તેવું કર્મ કદીયે ન કર.
(૧૩) પરિપક્વ વૈરાગ્યવાળે સાધક મેહથી પૃથક રહી શકે છે. માબાપનાં મનનું સમાધાન કરી, તેને હદયમાં આત્મવિકાસની દઢ પ્રતીતિ હેવાથી તે મેહજન્ય સંબંધ રાખી શકતા નથી અને આત્મહિતને વિવેકમાગ ચૂકતે નથી.
(૧) જેઓ સ્નેહને અવગણીને માબાપને છોડી દે છે તેઓ કાંઈ આદર્શ મુનિ ન ગણાય અને તેવા મુનિ સંસારની પાર પણ જઈ શકે નહિ.
(૧૫) મુનિસાધકે કે ગૃહસ્થ સાધકે પિતાના સ્વીકારેલા ધર્મની જવાબદારી જાણવા છતાં પણ કોઈ પૂર્વના સંસ્કારના ઉદયને વશ થઈને મોહજાળમાં ફસાઈ જાય છે અને સદાચારના માર્ગને છોડી દે છે.
(૧૬) કર્તવ્યસંબંધ અને મેહસંબંધને તફાવત જાણી પ્રથમનાને આદર અને છેલ્લા(દ્વિતીય)ને છોડી દે.
(૧૭) પિતે શેને ત્યાગ કર્યો છે અને શા માટે ત્યાગ કર્યો છે એ ભૂલી જવાથી કેટલાક સાધકે પુનઃ પૂર્વ વેગને વશ થઈ સાધના છોડી દે છે.
(૧૮) તે વિકારને વશ થઈ સુખને બદલે દુઃખ જન્માવે છે.
(૧૯) પૂર્વ અધ્યાસોનું ખેંચાણ થાય ત્યારે તેને શમાવવાના પુરુષાર્થની તેનામાં ખામી હોય છે. ' (૨૦) કેટલાક ભવ્ય પુરુષ, સંસ્કારી સાધકે ધર્મ પામીને, ત્યાગ અંગીકાર કરી, પ્રથમથી જ સાવધાન રહીને, લીધેલી પ્રતિજ્ઞામાં દઢ થઈને વતે છે.
(૨૧) જે સાધક આસક્તિ એ જ દુઃખનું કારણ છે એમ જાણું તેથી દૂર રહે છે તેમને જ સંયમી મહામુનિ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org