________________
આચાર
(૫૬) કેટલાક તે પહેલાં શ્રદ્ધાળુ હોય છે, પરંતુ પછીથી સંશયી બની જાય છે.. કેટલાક શરૂઆતમાં દઢ વિશ્વાસુ હતા નથી, પરંતુ પછી અનુભવથી ટિચાઈને શુદ્ધ શ્રદ્ધાવંત બને છે, અને કેટલાક કદાગ્રહી છે તે પ્રથમ કે પછી પણ તેવા જ અશ્રદ્ધાળુ રહે છે. જે સાધકની શ્રદ્ધા પવિત્ર છે તેને સમ્યગ કે અસમ્યમ્ દેખાતાં તો સમ્યગ રૂપે જ પરિણમે છે.
(૫૭) જે સાધકની શ્રદ્ધા અપવિત્ર છે તેને તે સમ્યગૂ કે અસમ્યગ બને વસ્તુ અસત્યરૂપે જ પરિણમે છે.
(૫૮) તું સત્ય તરફ વળ, કારણ કે સત્ય તરફ વળવાથી જ આ સંસારને અંત આવે છે, કર્મોને સંપૂર્ણ ક્ષય થાય છે.
(૫૯) વ્યક્તિ અને વિશ્વને પૂર્ણ સંબંધ છે. સાધક બીજાની ભૂલ સુધારવા જતાં પિતે બીજી ભૂલમાં પડે છે. ઘરવૃત્તિ, ઈર્ષ્યા એ બધી હિંસાઓ છે. તેથી તેમને સ્પર્શ ન કરવો જોઈએ.
(૬૦) જેને હણવાને ઈરાદો કરી રહ્યો છે તેના સ્વરૂપને તારી પિતાની મેળે જ વિચાર. તે તને જણાશે કે તું જેને હણવા ઈચ્છે છે તે તું પિતે જ છે, જેના પર તું હકુમત ચલાવવા ધારે છે તે પણ તે પોતે જ છે, જેમને તે દુઃખી કરવા ધારે છે તે પણ તું પતે જ છે, જેમને પકડવા ચાહે છે તે પણ તે પોતે જ છે અને જેમને તું મારી નાખવા ધારે છે તે પણ તે પોતે જ છે. આવી સમજથી સત્પરુષે સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરે છે.
(૬૧) જે આત્મા છે તે જ વિજ્ઞાતા છે અને જે વિજ્ઞાનને કા છે તે જ આત્મા છે. અથવા, જે જ્ઞાન વડે વિજ્ઞાનનું સ્વરૂપ જાણી શકાય છે તે જ્ઞાન પોતે જ આત્માને ગુણ છે, અને એ જ્ઞાનને લઈને જ આપણને આત્માની પ્રતીતિ થાય છે.
(૨) આ રીતે જ્ઞાન અને આત્માના પારસ્પરિક સંબંધને જેઓ યથાર્થપણે જાણે છે, તે જ સાચા આત્મવાદી છે. - પાંચમા અધ્યયનના પાંચ ઉદેશમાં સંસારથી ઉદ્વેગ કેમ થઈ શકે તે બતાવવામાં આવ્યું અને કર્મક્ષય કરવાને ઉત્તમોત્તમ ઉપાય શું છે તે પણ બતાવ્યું. હવે છઠ્ઠા ઉદ્દેશકમાં કર્મક્ષયને ઉપાય અને ખાસ તે સત્પષની આજ્ઞાનું ફળ પણ બતાવે છે. તે
(૩) છઠ્ઠા ઉદ્દેશકમાં કહ્યું છે કે કેટલાક સાધક પુરુષાથી હોય છે પણ આજ્ઞાના આરાધક હેતા નથી. કેટલાક આજ્ઞાના આરાધક હોવા છતાં પુરુષાથી હોતા નથી. આ બને સ્થિતિ અગ્ય છે. જેઓ આજ્ઞા નથી માનતા તે પણ બહાર છે, અને બહાર શોધવા ભમે છે તે પણ બહાર છે. પ્ર. ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org