________________
આચાર
-
પુરુષ કે જ્ઞાનીજનેનાં વચને વિચારી, વિવેકવંત બની, સર્વ પ્રકારના પરિગ્રહને ત્યાગ કરીને જ નિષ્પરિગ્રહી બને છે.
- (૩૧) કેટલાક સાધકે પ્રથમ સિંહની માફક ત્યાગ ગ્રહણ કરે છે, અને પછી પણ પતિત થતા નથી. કેટલાક પ્રથમ તે વૈરાગ્યપૂર્વક ત્યાગ ગ્રહણ કરે છે, પણ પછીથી પતિત, થાય છે. કેટલાક પ્રથમ ત્યાગમાર્ગમાં જનારા હોતા નથી અને પછી પતિત પણ થતા નથી. જે સમગ્ર લેકનું સ્વરૂપ જાણ તદનુસાર વર્તન ચલાવે છે, તેમને પણ તેવા ત્રીજા વર્ગના પુરુષ જેવા જાણવા.
(૩૨) વિવેકી સાધક રાત્રિના પહેલા તથા છેલ્લા પહેરે મન, વાણું અને કાયાની એવાકયતાપૂર્વક હંમેશા કર્મબંધનથી છૂટવાનાં કારણરૂપ ચારિત્રને વિચારીને તેને યથાર્થ રીતે પાળે.
(૩૩) સદાચારને નહિ પાળનારાઓની થતી દુર્દશાઓ સાંભળી શાણે સાધક વાસના અને લાલસારહિત બને.
(૩૪) અંતરના આત્મશત્રુ સાથે યુદ્ધ કરવું. અત્યારે તે માટે જે સામગ્રી મળી છે તે ફરીને મળવી ઘણું જ મુશ્કેલ છે.
(૩૫) સાધક તે ખરેખર તે જ જાણ કે જે લોકોને મોક્ષમાર્ગથી ઊલટી પ્રવૃત્તિ કરતા દેખી, માત્ર મોક્ષમાર્ગ તરફ જ પ્રયાસ રાખી પ્રસન્નતાપૂર્વક ચાલ્યા જાય છે.
(૩૬) શાણે સાધક ઐહિક કીર્તિ ખાતર યશને અભિલાષી બની સર્વ લેકમાં કોઈ પણ પ્રકારની પાપી પ્રવૃતિ ન કરે, અને આરંભથી ઉદાસીન રહે.
(૩૭) જે સમ્યક્ત્વ છે તે જ મુનિપણું છે અને જે મુનિપણું છે તે જ સમ્યક્ત્વ છે.
(૩૮) તે સમ્યક્ત્વ કે સાધુત્વ ધર્યહીન, નિર્બળ મનવાળા, વિષયાસક્ત, માયાવી, પ્રમાદી અને ઘર પર મમત્વ ધરનારા સાધકેથી ધરી શકાય જ નહિ.
(૩૯) ચોથા ઉદ્દેશકમાં કહ્યું છે કે સાધક એકલે થઈને ગામેગામ ફરે તે તેનું ફરવું તથા જવું દુઃશક્ય બને છે.
(૪૦) સ્વચ્છેદીને એકલચર્યા બહુ ગમે છે.
(૪૧) કેટલાક સાધકે જ્ઞાની જનની વચન દ્વારા શિખામણ મળતાં જ આવેશાધીન બની નાખુશ થઈ જાય છે અને તેઓ વિવેકશૂન્ય અને ઉખલ થઈ સાધકસંઘથી છૂટા પડી જાય છે.
(૪૨) અજાણ અને અતત્વદશી સાધકને પછીથી આવી પડતી અનેક મુશ્કેલીઓ ઓળંગવી કઠણ થઈ પડે છે.
(૪૩) સાધકે ગુરુદેવે બતાવેલી દષ્ટિથી જોવામાં, સદ્ગુરુદેવે બતાવેલી અનાસક્તિનું પાલન કરવામાં, સદ્ગુરુને પુરસ્કાર સ્વીકારવામાં, સદ્ગુરુ પર પૂર્ણ શ્રદ્ધા કેળવવામાં ઉપવેગપૂર્વક વિહરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org