________________
પ્રશમરતિ વિવેચન સહિત તે ભયથી તે એકલા થઈને ફરે છે. અજ્ઞાન અને પ્રમાદને વશ થઈ મૂઢ બની તેઓ વાસ્તવિક ધર્મને સમજી શકતા નથી.
' (૧૯) પિતાનાં પાપનાં અનુષ્ઠાનથી જે નિવર્યા નથી તેવા દુખી ડંફાસીઆ બિચારા કર્મમાં જ કુશળ છે અને ધર્મમાં કુશળ નથી. આવા જ સંસારના ચક્રમાં ફરવાના અધિકારી બને છે.
ક્ષપણે પાય–ચારિત્રખીલવણુ પરના બીજા ઉદ્દેશકની શરૂઆત કરતાં કહે છે કે –
(૨૦) હમણા જ આ વખત, અવસર, તક છે એમ વિચારી પવિત્ર સંયમ તરફ જ દષ્ટિ રાખ. આ શરીર, સાધકજીવન અને અનુકૂળ સાધનને સમય ફરી ફરી નહિ આવે, માટે તેમનું ફરી ફરી શોધન કર.
(૨૧) સંયમી સાધકે સાધનાનાં માર્ગમાં જરા પણ પ્રમાદ કરે નહિ. . (૨૨) આ વિશ્વના જીના આશયે ભિન્ન ભિન્ન છે, તેમ તેમનું દુઃખ પણ ભિન્ન ભિન્ન છે. માટે, મુનિએ હિંસા કે મૃષા ભાષણ જેવા દૂષણને ન સ્પર્શતાં સંયમમાર્ગમાં ઉપસ્થિત થતાં સંકટોને સમભાવે સહન કરવાં. આ મુનિ જ ચારિત્રશીલ મુનિ ગણાય.
(૨૩) સાધકે હાલમાં પોતે પાપમાં પ્રવર્તતા નથી, છતાં કદાચ પૂર્વકના ફળસ્વરૂપે તેમને વિવિધ પ્રકારની ઉપાધિ આવે તે તે વખતે થતું સુખદુઃખ તેઓ સમભાવપૂર્વક સહન કરે. | (૨૪) આ શરીર વહેલું કે મેડું પણ અવશ્ય છૂટવાનું અથવા તૂટવાનું તે છે જ કારણ કે તે અધ્રુવ, અનિત્ય, ક્ષણભંગુર, વધવાઘટવાના સ્વભાવવાળું અને નાશવંત છે જ.
(૨૫) જે ઉપર પ્રમાણે શરીરનું સ્વરૂપ તથા અવસર વિચારીને, ચેતનનાં જ્ઞાન, વિજ્ઞાન, સુખ, આનંદ, ઈત્યાદિ ગુણેમાં રમનારે હોય છે, તે નિરાસક્ત ત્યાગી સાધકને અનંત સંસારમાં પરિભ્રમણ કરવાનું રહેતું નથી.
(ર૬) સાધુવેશ ધારણ કરીને પણ કેટલાક સાધકે શેડો કે ઘણે, નાને કે મેટે સચિત્ત કે અચિત્ત પરિગ્રહ રાખે છે. તે સાધુ હોવા છતાં પરિગ્રહી ગૃહસ્થના જેવા જ અથવા તેથી પણ હલકા છે.
(૨૭) કર્મથી મુક્તિ મેળવવી એ કાર્ય આપણા પિતાથી જ થાય છે.
(૨૮) સાધકે પરિગ્રહથી મુક્ત થઈ સાધનાના માર્ગમાં જે સંકટો આવી પડે તે સમભાવે સહન કરવાં.
(૨૯) જે સાધકો પ્રમાદ સેવે છે તેઓ ધર્મથી પરા.મુખ થયેલા છે એમ જાણી સમજુ સાધક અપ્રમત્તપણે વિચરે.
(૩૦) “વસ્તુ વિવેક” ઉપરના ત્રીજા ઉદ્દેશકમાં કહે છે કે જે ગૃહસ્થ કિવા ભિક્ષુ આ જગતમાં નિષ્પરિગ્રહી થાય છે તે બધા તીર્થકર દેવની વાણી સાંભળી અથવા મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org