________________
આચારે
- (૧૩) આ સંસારમાં એવા પણ કેટલાક ભારેકમી, મહમૂઢ પ્રાણીઓ હોય છે કે જેમને નરકાદિ દુઃખ ભેગવવાને જાણે નાદ જ ન લાગ્યું હોય તેમ તેવાં અઘેર પાપકર્મો કરી ફરીવાર તેવા સ્થળમાં ઉત્પન્ન થઈ તે પ્રકારનાં દુઃખ વેઠવ્યા કરે છે. - (૧૪) અતિ ક્રૂર કર્મો કરવાથી જીવે અતિ ભયંકર દુખવાળા સ્થાનમાં ઉત્પન્ન થાય છે. અને જે જીવે અતિ દૂર કર્મો કરતા નથી તે તેવા દુઃખી સ્થાનમાં ઉત્પન્ન થતા નથી.
(૧૫) “જીને મારવાથી દોષ નથી. આ તેમનું કથન અનાર્ય લેકેને અનુસરતું
(૧૬) કઈ પણ પ્રાણીને દુઃખ દેવું, સંતાપવું, પડવું કે પ્રાણરહિત બનાવવું નહિ, અને એ રીતે વર્તવામાં જ દોષ નથી. આ વચન આર્ય પુરુષનું છે. ' (૧૭) ધર્મભ્રષ્ટ, અધર્મપ્રચારક કે સદ્દધર્મના વિરોધકના વર્તન તરફ તું કશું ય લક્ષ ન આપ. જેઓ અધાર્મિક તરફ ઉપેક્ષાબુદ્ધિ રાખે છે તે જ સાચા વિદ્વાને છે.
(૧૮) સપુરુષની આજ્ઞા પાળવાને ઈચ્છક પંડિત સાધક અનાસક્ત બની પિતાના આત્માને યથાર્થ જાણીને તપ દ્વારા શરીરને કસે.
(૧૯) તમારી દુષ્ટ મનાવૃત્તિને કૃશ કરે, જીણું કરે.
(૨૦) જેમ લીલાં કરતાં સૂકાં લાકડાંને અને સૂકા કરતાં જૂના લાકડાને અગ્નિ જલદી બાળે છે તેમ જે આસક્તિરહિત અને આત્મનિષ્ઠ અપ્રમત્ત સાધક હશે તેનાં કર્મ જલદી બળશે.
(૨૧) આયુષ્ય અપ છે, અને કેટલું છે તેને વિશ્વાસ રાખી શકાય નહિ, માટે સર્વથી પ્રથમ ક્રોધને દૂર કર.
(૨૨) આ જગતના છ દેધાદિથી કેવાં દુઃખ વેઠી રહ્યા છે અને વેઠશે તેનું સ્વરૂપ વિચારી તારી સમજની કસોટી કર. - (૨૩) જેઓ કષાયેને ઉપશમાવી પાપકર્મથી નિવૃત્ત થયા છે તે કેવા વાસનારહિત અને પરમસુખમાં નિમગ્ન રહે છે તેને પણ અનુભવ કરે.
(૨૪) બન્ને બાજુ તપાસીને બુદ્ધિમાન અને તત્વદશી સાધક કદાપિ પ્રબળ નિમિત્તે મળવા છતાં કોઈ પર ક્રોધ ન કરે.
(૨૫) પૂર્વ અધ્યાસેની અસરથી નિવૃત્ત થઈને માનસિક શાંતિ મેળવવી અને પછી જ કમપૂર્વક પહેલાં એછી, પછી થેડી વિશેષ એમ અનુક્રમે તપશ્ચરણની વૃદ્ધિ કરી દેહદમન સાધકે કરવું.
(૨૬) વીરસાધકે નિશ્ચળ અને શાંત મનથી જીવનના અંત પર્યત સ્વસ્વરૂપમાં પ્રેમ ધારણ કરી, આત્મલીનતા કેળવી, સમિતિ તથા જ્ઞાનાદિ હિતકારક સદ્દગુણે સાથે રાખી હંમેશા યત્નપૂર્વક રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org