________________
આચાર
(૨૨) બાહ્ય અને આંતરિક પરિગ્રહને અહિતક્ત જાણીને તેને દૂર જ કરો અને આ સંસારના પ્રવાહને અહિતકર જાણીને તેને દૂર કરે..
(૨૩) કિંચિત્ પણ પ્રમાદ કદી ન કરે, અને દેહને સંયમયાત્રાનું વાહન અને સાધન સમજવું.
(૨૪) કર્મનું પરિણામ વિચિત્ર હોવાથી કર્માનુસાર સુખદુઃખ થાય છે. (૨૫) પ્રસંગ આવે તે અનાસક્તભાવે વેદી લે. (૨૬) તું પિતે જ તારે મિત્ર છે, બહારના મિત્રને કયાં શેધી રહ્યો છે? (૨૭) તારા આત્માને વિષયમાર્ગમાં જતાં રોકી રાખ.
(૨૮) મોક્ષાથી સાધક લેકમાં રહ્યા છતાં લેક અને અલેક સંબંધીના સર્વ પ્રપં ચથી દૂર રહી શકે છે. - (૨૯) જે એક જાણે છે એ સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે.
(૩૦) પ્રમાદીને સર્વ પ્રકારે સર્વથી ભય હોય છે, અપ્રમાદિને ભય હેતે નથી.
(૩૧) વીરસાધક સંસાર સંબંધી દુઃખને જાણીને સંસારના સંગ જોડનાર તને વમે છે.
(૩૨) જે એકને ખપાવે છે તે બહુને ખપાવે છે અને જે બહુને ખપાવે છે તે એકને ખપાવે છે.
(૩૩) શસ્ત્ર એકબીજાથી ચડતાંઊતરતાં તેમ જ નરમ તથા તીણ કે સામાન્ય એમ હોઈ શકે છે, પરંતુ અશસ્ત્રમાં ચડતાઉતરતા પણું હોતું નથી.
(૩૪) જે ક્રોધને ત્યાગે છે તે માનને ત્યાગે છે, જે માનને ત્યાગે છે તે માયાને ત્યાગે છે, જે માયાને ત્યાગે છે તે લેભને ત્યાગે છે, જે લેભને ત્યાગે છે તે રાગને ત્યાગે છે, જે રાગને ત્યાગે છે તે દ્વેષને ત્યાગે છે, જે દ્વેષને ત્યાગે છે તે મને ત્યાગે છે. જે મેહને ત્યાગે છે તે જન્મથી મુક્ત થાય છે. જે જન્મથી મુક્ત થાય છે તે મરણથી મુક્ત થાય છે, જે મરણથી મુક્ત થાય છે તે નરકથી મુક્ત થાય છે. જે નરકથી મુક્ત થાય છે તે તિર્યંચગતિથી મુક્ત થાય છે. જે તિર્યંચગતિથી મુક્ત થાય છે તે દુઃખથી મુક્ત થાય છે.
(૩૫) પ્રથમ કાર્યોનાં મૂળ કારણેને છેદી, આવતાં કર્મોનાં દ્વાર શકી, પછી પૂર્વ કૃત કર્મોને અંત લાવી શકાય.
(૩) પથકને (દ્રષ્ટાને) શી ઉપાધિ છે? નથી જ અને નથી. તે પ્રયોગ પણ નથી.
આ ત્રીજા શીતેણીય અધ્યયનના ચાર ઉદ્દેશક છે. પ્ર. ૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org