________________
આચાર. .
. વિવરણ –ઇતિ–આ શબ્દ આગેલા પ્રકરણ સાથે સંબંધ બતાવે છે. એટલે, ગદ્વેષે ઉત્પન્ન કરેલ વિષય-કલાને જોઈ જાણીને, આ પ્રમાણે સમજીને, હવે કરવાગ્ય કર્તવ્ય શું છે તે કહે છે. ઇતિ એટલે એ પ્રમાણે, અગાઉના પ્રકરણમાં વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રમાણે. વિષયે અને કષાયને મુદ્દામ બારીકીથી અભ્યાસ કરીને અને તેઓ આત્માને કેવું સંસારભ્રમણ કરાવે છે તે સમજી વિચારીને. . ' વિપર્યાસ-જે વસ્તુ જેવી ન હોય તે વસ્તુને તેવી માનવી તે. એટલે ઊલટાપણું વિચારીને અત્યાર સુધી વિષયેને અને કષાયને પિતાને લાભકારી પ્રાણી માનતે હવે, અને કષામાં પણ કોઈ જાતને દોષ દેખતે ન હતું, તે તેવા નથી એમ જાણીને અને પોતે દારૂ પીને ઘેનમાં અવિવેકી કે મૂર્ણ થઈ ગયે હોય તેવું પિતાનું વર્તન જાણીને. આત્માને જે ગુણકારક હોય તેને દેષકારક જાણ હોવાને પરિણામે અને દેષવાળાને ગુણકારક તરીકે ગણવાને લીધે. એટલે કેઈ કાચ એ હોય કે તેમાં મૂર્તિને વ્યતિક્રમ થાય, તેવી નજર હવાને પરિણામે.
દશન–દેખાવું તે. દર્શન એ શ્રદ્ધાને વિષય છે. ગુણને દોષ તરીકે અને દેશને ગુણ તરીકે માનવા એ વિપર્યાસ અથવા ઊલટું દર્શન છે. એમાં સારા હોય તે ખરાબ અને ખરાબ હોય તે સારા દેખાય. આ ઊંધા ચશ્મા અથવા કાચ મારફત જેવાને પરિણામે, આ પ્રાણી આ ભવમાં વિષયકષાયને અત્યંત ગુણકારી માનીને મહા મુસીબતે મળેલ મનુષ્યજન્મ પામવાને લાભ લેવાને બદલે એળે ગુમાવી દે છે અથવા એને જરાયે લાભ લેતે નથી.
વિષયમૂછ—પાંચે ઈન્દ્રિયમાંથી ગમે તે વિષયની મૂછમાં પડી જવું તે. મૂછ આવે ત્યારે માણસ પિતાની જાત ઉપર કાબૂ ખોઈ બેસે છે. જ્યારે ઇન્દ્રિયના વિષયમાં પ્રાણી પડી જાય છે ત્યારે તેને એક પ્રકારની મૂછ આવે છે. મૂર્જિત માણસને જોશે તે તેના શરીરનું ભાન તેને રહેતું નથી, કપડાં અસ્તવ્યસ્ત હોય છે, તે ભાંગ્યુ તૂઠું બેલે છે અને અપસ્માર (ભૂલી જવું તે) એનામાં સ્પષ્ટ જણાઈ આવે છે.
હાત્મા–આત્મા અને શરીર એક રીતે તદ્દન જુદા છે, પણ ક્ષીરનીર રીતે મળી ગયેલા છે. હિ પાદપૂરણથે છે. આવા પ્રકારના મૂછિત અવસ્થા પામેલા આત્માને અને કષાય વિષયમાં પડી ગયેલા આત્માને.
ભવપરિવર્તનથી–આ સંસારના ચકરાવા કે રખડપટ્ટીને જેને ભય લાગે હોય તેવા માણસોએ. એટલે આ ભવ માત્ર એક ફેરા સમાન નિષ્ફળ ન થઈ બેસે અને આ ભવના આંટાફેરા અટકે, આવી જેને સંસારની બીક લાગી હોય તેવા માણસ. ઘણું માણસે તે આ કષાય-વિષયમાં એવા રાચીમાચી જાય છે કે તેમને એમાં જ મજા આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org