________________
પ્રશમરતિ વિવેચન સહિત છે, તેઓને સંસાર ગમે છે. તેવા માટે હવે પછીની વાત નથી, પણ જેઓને આ રખડામણને કંટાળે આવ્યું હોય અને સંસારથી જેઓ ત્રાસ્યા હોય તેમને માટે આ વાત છે. જેમને સંસાખી રખવારને ભય લાગ્યું હોય તેમણે આ વાત વાંચી વિચારવા જેવી છે.
આચાર–જેમને કષા અને વિષયે ખરાબ લાગ્યા છે, જે તેમને પૂરા સાદા આકારમાં ઉઘાડા પડેલા સમજ્યાં હોય તેમણે આચાર જોઈને આત્માને બચાવી લે. મહાવીરસ્વામીના શિષ્ય ગણધરે આ આચારાંગસૂત્રની રચના કરી છે, શીલાંકાચા તે પર મોટી સંસ્કૃત ટીકા રચી છે અને શ્રુતકેવલી ભદ્રબાહસ્વામીએ એના પર નિયુક્તિ લખી છે. ત્યારપછી “શ્રાદ્ધદિનકૃત્ય” અને “આચારપદેશ” વગેરે આચારગ્રંથ ઘણું આચાર્યોએ લખ્યા છે. તે જોતાં આચાર એટલે ક્રિયા અર્થ થાય. એ આચારગ્રંથને પિતાનાં જીવન સાથે લગાડી, પોતે આચાર–આચરણ કરવું અને તે રીતે સંસારથી જેઓ ભય પામ્યા હોય તેમણે પિતાના આત્માને બચાવી લે. એમ કરવાની એની પિતાને અંગે ફરજ છે અને તે અદા કરવી તે તેનું કાર્ય છે. એટલે આચરણને ગ્રંથ અને ખાસ કરીને આચારાંગસૂત્ર ભવમીરુએ વિચાર. આત્માને ઉગારી લે એટલે એના આ ભવના ફેરા મટી જાય અને તે શુદ્ધ સુખ હમેશને માટે પ્રાપ્ત કરે એવું કરવું.
પરિરસ્ય-આત્માને બચાવી લેવા જોઈએ, બચાવવો જોઈએ. એની ફરજ છે કે આત્માને ભાવભીરુએ બચાવી–ઉગારી લેવો જોઈએ. એક વાર એક વસ્તુને ઓળખીએ તે પછી તેમાંથી કેમ બચવું એને નિર્ણય થાય. પણ વિષ એવા મનેઝ અને મીઠા લાગે છે અને કષાયે એવા સારા લાગે છે કે પ્રાણી વસ્તુતઃ એમને ઓળખતે નથી. હવે ગયા પ્રકરણમાં એમને ઓળખ્યા, મનુષ્યભવની દુર્લભતા જાણી, રાગદ્વેષને ઓળખ્યા, તે ગમે તે ઉપાયે આત્માને બચાવી લેવો જોઈએ. એને માટે સાધુને આચાર કેવો હોય તે માટે એક આખું આચારાંગસૂત્ર રચ્યું છે. તે રચના અને તેના વિભાગે વિચારી, આપણાથી બને તે રીતે આચારને અભ્યાસ કરી, આત્માને બચાવી લે, આ અનંત સંસારમાં ળિાતે અટકાવે અને તેને અનંત શાંતિમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત કરે એ આપણી ફરજ છે. જ્યારે આત્મા અને આપણે જુદા નથી ત્યારે તેને ઉગારી લેવાની આપણે માથે ફરજ આવી પડે છે. આ આત્માને ઉગારે એટલે આપણી જાતને ઉગારવી અને તે રીતે આપણી ફરજ અદા કરવાની છે. આ વિષય-કષાયેને ઓળખ્યા તેને લાભ લેવા જોઈએ આ આચારાંગસૂત્રમાં સાધુને આચાર કહ્યો છે, પણ ધર્મશાસ્ત્રકારેને એક નિયમ છે કે ઊંચામાં ઊંચી વાત બતાવવી અને તે ન થઈ શકે તે દેશવિરતિ લેવી. આ આચારાંગસૂત્રમાં શી હકીકત છે તે હવે પછી બતાવવામાં આવશે. તે જોઈને તેને અનુસરવું અને નહિ તે અનુસરવાની ઈચ્છા રાખવી. (૧૧૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org