________________
૨૫૦
પ્રશમરતિ વિવેચન સહિત (૬) આ પાપ બંધાવાનાં કારણે નહિ જાણવાથી દુનિયા વધારે પાપ બાંધે છે અને હેરાન થાય છે.
(૭) જેઓ આ વિષયને જાણે છે તેઓ ઘરબાર વગરના મુનિ છે, અને બીજાઓ એ જાણે છે એમ ગ કરે છે.
(૮) આ પૃથ્વીકાય વગેરે જેને ન હણવા અથવા તેમને દુઃખ ન નીપજાવવું તે મુનિપણું છે.
(૯) આ પૃથ્વીકાય વગેરે જેની હિંસા કરે છે તે ખરેખર મુનિ નથી.
(૧૦) આ પ્રમાણે જાણીને પૃથ્વીકાયાદિ ને સમજુ માણસ હણે નહિ, બીજા પાસે હવે નહિ અને બીજાને હણવાને ઉપદેશ આપે નહિ.
(૧૧) જે ગ્ય રીતે વર્તન કરે છે, જે પવિત્ર કામ કરે છે, જે દંભ કે માયા સેવ નથી તે ખરેખર ઘરબાર વગરને મુનિ છે એમ જાણવું.
(૧૨) પાણીમાં પાણીના જીવ છે (અપકાય), તેની ના પાડવી નહિ, (૧૩) સ્નાન માટે જળ વાપરવાથી પણ પાણીના જીવને ઘાત થાય છે. (૧૪) પાણું ગળીને જ વાપરવું. અન્યથા, પાણીના ને ઘાત થાય છે. (૧૫) અગ્નિમાં પણ જીવ છે. અગ્નિમાં જીવ નથી એમ કહેવું તે સાચું નથી.
(૧૬) અગ્નિના જાને નાશ કરવાથી પ્રાણ પાપથી બંધાય છે. તેથી તે જેને ઘાત કરે નહિ અને બીજા પાસે કરાવે નહિ. .
(૧૭) ઝાડનાં મૂળીયાં, પાંદડાં વગેરેનું સંરક્ષણ કરવું. તેમનામાં પણ જીવન છે અને તેમને બચાવવાની આપણી (સાધુઓની) ફરજ છે.
(૧૮) જેમ મનુષ્ય ઉમરવાન થાય છે, તેમ વનસ્પતિ પણ વૃદ્ધ થાય છે. (૧૯) વનસ્પતિને પણ કપાય છે ત્યારે દુઃખ થાય છે. (૨૦) ઇંડામાંથી જન્મે તે સર્વે અંડજ જીવ છે.
(૨૧) જે માતાના ગર્ભમાંથી એર વિના જન્મ અને ઓર સાથે જન્મે તે પણ જીવ છે.
(૨૨) છાશ, દહીં વગેરે રસમાં ઉત્પન્ન થતા રસજ જીવે પણ તિર્યંચ જીવ છે. (૨૩) જે પરસેવામાંથી થાય તે પણ જીવ છે, અને તિર્યંચ જાતિના છે. (૨૪) અને ઊગી નીકળે તે ઉદુભિન્ન જાતિના પતંગીઓ વગેરે પણ જીવ છે.
(૨૫) આ સર્વ છ કાયના (પૃથ્વીકાય, અપકાય, વાઉકાય, તેઉકાય, વનસ્પતિ અને ત્રસકાય) જીને સુખદુઃખ થાય છે.
(૨૬) આ જીને કેટલાક ચામડી સારું, કેટલાક તેમનાં શરીરનાં માંસ માટે, કેટલાક તેમના લેહી માટે મારે છે. કેટલાક યજ્ઞ નિમિત્તે અને કેટલાક તેમની પૂંછડી અને પીંછાં માટે મારે છે કે તેમને ઈજા કરે છે. તે બધા પાપ બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org