________________
થી.”
*
આચાર
૨૫૩ | (૨૧) કદાચ શુભકર્મોને લઈને બાળજીને વિવિધ પ્રકારના વસ્ત્રો, મણિ, આભૂષણ, સુવર્ણ અને સ્ત્રી આદિ પદાર્થો મળે તે ય એમાં જ તેઓ આસક્ત બની રહે છે.
(૨૨) એવા સંપૂર્ણ બાળ અને મૂઢ બનેલા છે વિપર્યાસ પામીને એમ બેલતા ફરે છે કે “ આ જગતમાં તપશ્ચર્યા, યમ કે નિયમ કશા કામના નથી.”
(૨૩) પરંતુ જે પુરુષ સાચા અને શાશ્વત સુખના ઇચ્છુક છે, તેઓ આવા સ્વછંદી અને અસંયમી જીવનને ઈચ્છતા નથી, તેઓ તે જન્મમરણના મૂળને શેકીને તેનાથી છૂટવા માટે સંયમ પાળવામાં જ દઢ રીતે ઉદ્યમવંત રહે છે..
(૨૪) કાળને કશો ભરેસે નથી. બધા જીવે લાંબા આયુષ્યને તથા સુખને ચાહે છે અને જીવવા માગે છે. મરણ અને દુઃખ બધાંને અપ્રિય (પ્રતિકૂળ) અને જીવન તથા સુખ બધાને પ્રિય લાગે છે. આ
(૨૫) પૃથ્વીના જીવો, જળના છે, અગ્નિના જી, વનસ્પતિના છે, ત્રસકાયના સર્વ જી અને વાયુકાયના જીવેનું રક્ષણ કરવું. એમાં વાયુકાયના જીવને ઘાત અશક્યપરિહાર હોઈ તે જીવવધને ત્યાગ છેલ્લે કહ્યો છે. એ જીવને પિતે જાતે હણે નહિ, બીજા પાસે હણવે નહિ અને હણનારની અનુમોદના કરે નહિ. આ સર્વ વિગતે પ્રથમ અધ્યયનની છે.
(૨૬) કેટલાક દેવદેવીના ભાગ નિમિત્તે ત્રસ જીવને મારે છે, કોઈ ચામડા માટે મારે છે, કોઈ માંસ માટે, કેઈ લેહી માટે, કઈ હદય માટે, કોઈ પિત્ત કાઢી લેવા માટે, કોઈ ચરબી માટે, કોઈ પાંખે, વાળ કે શિંગડા માટે અને કેટલાક નિરર્થક મારે છે. કેટલાક “મને મારે છે એમ ધારી પ્રતિહિંસા કરે છે અને ભવિષ્યમાં એ મને મારશે એવી ભ્રાંતિથી હિંસા કરે છે, એ સર્વ હિંસાને દોષ વહેરી લે છે.
(૨૭) સંબંધથી એક હિંસા કરવા જતાં પ્રાણુ બીજી પણ હિંસા કરી પોતે ભારે થાય છે. . (૨૮) અજ્ઞાન અને ભેગ તજવા ગ્ય છે, કારણ કે એથી ભવપરંપરા વધે છે.
(૨૯) માનત્યાગ અને ભેગવિરક્તિની પણ તેટલી જ જરૂર છે, કારણ કે પ્રાણી નીચ ગોત્રમાં અનેકવાર જઈ આવ્યું છે. જે જેને મદ કરે છે તે તે જ સ્થિતિમાં જઈ હીનતા પામે છે. કેઈપણ મદસ્થાનની વાંછા ન કરવી.
(૩૦) કામગોથી આસક્તિ, આસક્તિથી કર્મબંધ, કર્મબંધથી આધ્યાત્મિક મૃત્યુ, આધ્યાત્મિક મૃત્યુથી દુર્ગતિ અને દુર્ગતિથી દુઃખ-આ રીતે કામગ એ દુઃખનું મૂળ છે.
(૩૧) કામગની અંદર આસક્તિ રાખવાથી રેગો ઉત્પન્ન થાય છે. -
(૩૨) એ વખતે જેની સાથે તે વસે છે તે સ્નેહીઓ જ તેને અવગણે છે અથવા (સેવાશુશ્રુષા ન થતાં) તે (ગિષ્ટ) તેમને અવગણે છે.
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org