________________
આચાર
પંચાચાર એ સાધુના આચાર છે–
सम्यक्त्वज्ञानचारित्रतपोवीर्यात्मको जिनेः प्रोक्तः । ..
पञ्चविधोऽयं विधिवत् साध्वाचारः समनुगम्यः ॥११३॥ અર્થ–સમ્યફ જ્ઞાનાચાર (૧), સમ્યફ દર્શનાચાર (૨), સમ્યફ ચારિત્રાચાર (૩), સમ્યક તપાચાર (૪) અને સમ્યગુ વીર્યાચાર (૫) –એ પાંચ પ્રકારના આચાર તીર્થંકર મહારાજે બતાવ્યા છે. આ પાંચ પ્રકારને સાધુને આચાર બતાવ્યું છે, તેને સારી રીતે વિધિપૂર્વક પાળવે. (૧૧૩)
વિવેચન-આચાર–આચાર પાંચ પ્રકારના છે: જ્ઞાનાચાર (૧), દર્શનાચાર (૨), ચારિત્રાચાર (૩), તપાચાર (૪), અને વીર્યાચાર (પ). આચારાંગસૂત્રમાં એ પંચાચાર શ્રી મહાવીરદેવે અને તેની અગાઉના તીર્થકરે એ સાધુને અંગે બતાવ્યા છે – કહ્યા છે. ગણ ધરેએ જે તીર્થંકર પાસેથી સાંભળ્યું તેની એ આચારાંગસૂત્રમાં રચના કરી છે. આ રચના કરનાર શ્રી મહાવીરસ્વામીના પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામી થઈ ગયા, તેમણે પણ અગાઉના અને તે વખતના તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ જેવા આચારે બતાવ્યા, શ્રીમુખથી વર્ણવ્યા તેવા ગ્રંથ દ્વારા રચનામાં બદ્ધ કર્યા. ગણધર પિતાને એક પણ અક્ષર લખતા નથી, પણ તેમની રચનાપદ્ધતિ એવી સુંદર હોય છે કે તેઓ તીર્થકરના કહેલાં વચનેને ઝીલીને તેની ગ્રંથરૂપે રચના કરે છે. એટલે આપણી પાસે ગણધરને રચેલે ગ્રંથ હોય તે પણ તેની પવિત્રતા તીર્થંકર મહારાજના કહેલા શબ્દ જેટલી જ છે. અત્યારે તે તીર્થકર પણ નથી અને ગણધર પણ નથી, એટલે આપણે એમના સંગ્રહીત શબ્દોને ઝીલવા જોઈએ. એમનામાં તીર્થકરના શબ્દો જેટલે જ ચમત્કાર અને ન્યાય ભરેલે છે, અને તે જળવાઈ રહ્યા છે તે આપણું સદ્ભાગ્ય છે. તીર્થકર તે સર્વ જાણે અને દેખે એટલે સર્વ તીર્થકરો એકસરખી વાત કરે છે અને તીર્થંકર મહારાજે તેટલા માટે પાંચ પ્રકારના આચાર સાધુઓને અંગે બતાવ્યા છે.
જ્ઞાનાચાર–જ્ઞાન સંબંધીને આચાર. તે કેવા પ્રકાર હોય તે આચારાંગસૂત્રના ટૂંકસારને અંગે આગળ કહેવામાં આવશે તે ઉપરથી અનુમાન કરીને સમજી લે. એ જ્ઞાનાચાર સાધુને માટે બતાવ્યું છે, તે દેશવિરતિધર શ્રાવક યથાશક્તિ આદરે અને સાધુ થવાની અને સાધુ જે આચાર પાળવાની ભાવના રાખે. ૪ વર્ટામિવિહેં એટલે પાંચ ઇંદ્રિય મોકળી રાખી અને ચારે કષા કરીને રાગ અને દ્વેષથી જે કર્મ ઉપામ્યું હોય તેની હું નિદા – ગહ કરું છું. આપણે કષાય અને વિષયના પ્રકરણમાં તે બન્નેને બરાબર ઓળખવા પ્રયત્ન કર્યો છે, તેથી અહીં તે સંબંધી ઉલ્લેખ ન કરતાં આગવું પ્રકરણ અહી સામે ધરવામાં આવે છે તે વાંચી વિચારી ચિંતવી જવું. આ રીતે ઈદ્રિય અને કષાએ કરી જ્ઞાનના આઠ અતિચાર થાય છે. આ જ્ઞાનાચારના અતિચાર અત્રે પ્રસ્તુત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org