________________
પ્રશમરતિ વિવેચન સહિત - વિવરણ–આ લેક ઘણું મહત્ત્વ છે. તેમાં પાંચ ઇન્દ્રિયના વિષયોનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે અને બરાબર સમજીને પિતાના હિત ખાતર આ વિષયે અને કષાયને ખાસ ત્યાગ કરવો જોઈએ. તેમાં પણ પાંચ ઇન્દ્રિયના વિષયે તે પિતાના થઈને હેરાનગતિઓ કરતા જાય છે અને પ્રાણીને ઠરીને ઠામ બેસવા દેતા નથી. એટલે એ વિષને એના ઉઘાડા આકારમાં બરાબર સમજવા, ઓળખવા જોઈએ. એ વિષયે શરૂઆતમાં કેવા લાગે છે, વચ્ચે કેવા લાગે છે અને પરિણામ કેવું મૂકી જાય છે તેને આ ગ્રંથમાં થોડોઘણે ખ્યાલ આપે છે અને વધારે શ્રુતજ્ઞાનના ગ્રંથે અને ખાસ કરીને આચારાંગ વાંચી જવા ભલામણ કરી છે. એ આચારાંગ સૂત્રમાં શું છે તેની વિગત આપણે હવે પછી શું. (જુઓ ગાથા ૧૧૪મી)
આદા–શરૂઆતમાં આ વિષયેને જોયાં હોય તે ભારે મહોત્સવ કે ઉત્સવ જેવા લાગે. જાણે વિષયે ભેગવવામાં આપણે રહી જશું અને ઉત્સવને લહાવો લેવાથી વંચિત થશું એટલા. બધા એ વિષયે લલચાવનારા છે. ઉત્સવ માટે દરજીની પાસે સારાં સારાં કપડાં કરાવીએ અને ઉત્સવમાં જાણે આપણે કેટલું માણશું એવી કલ્પના કામ કરે. ઉત્સવ ગામમાં કે બીજાઓને ત્યાં થવાને હોય તે પણ લેકે તે આ થશે અને આ રીતને થશે તેને
ખ્યાલમાં અને કલ્પનામાં અરધા તે ઘેલા થઈ જાય છે. એવી રીતે કઈ પણ ઈદ્રિયના વિષયે આ મોટો ઉત્સવ પિતાને આંગણે મંડાવાને હોય તેવી કલ્પનાથી પ્રાણીને ભરી દે છે. .
અસ્પૃદયા–શરૂઆતમાં વિષયે જાણે મોટો ઉત્સવ મંડાયે હોય તેવા અથવા મંડાવા હોય તેવા સરસ લાગે. આ પૌગલિક ઈદ્રિના સર્વ વિષયે માટે સમજવું. ઘડિયાળ ખરીદી ન હોય, કે તેને માટેની સાંકળી ખરીદી ન હોય ત્યાં સુધી ઘડિયાળ * જાણે મોટો ઉત્સવ કરવા લાગે. એમ કરતાં કરતાં ઘડિયાળ મળી ગઈ કે સક્કરપારા કે જલેબી ખાધી કે સ્ત્રી સાથે સ્પર્શનસુખ ભેગવ્યું ત્યારે પહેલાં તે કેવી લાગશે તેની કલ્પનાના તરંગમાં મનુષ્ય મોટા મોટા ચિત્રો અને અને તરંગે ખડાં કરી દે છે અને એ મળી જાય ત્યારે એકાદ દિવસને પિતાની જાતને શહેનશાહ, પાદશાહ કે રાજ–સુખી માણસ-માને છે. આ એક વિષયસુખની ખામી છે, ખૂબી છે. તે ન મળ્યા હોય અથવા મળે તેની શરૂઆતમાં ગન્યા સાકર જેવા લાગે છે.
શગારહાસ્યદીપ્તરસા–એમ કરતાં ઈન્દ્રિયના કોઈપણ વિષયની પ્રાપ્તિ થઈ જાય, આવી મળે, સ્પશનસુખ થાય, સુગધી મળે કે સારું સારું ખાવાનું–મનગમતાં ભેજન મળે છે તે આપણામાં–સામાન્ય મનુષ્યમાં શૃંગારરસ કે હાસ્યરસ કે એવા ઉત્તેજક રસ જાગ્રત કરે છે, તે વખતે પિતે જાણે દુનિયાને માલેક હોય તેવું તેને મનમાં લાગે છે અને શૃંગાર ભેગવવામાં કે હસવાની ધમાલમાં પોતે પડી જાય છે. સામે રૂપાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org