________________
પ્રશમરતિ વિવેચન સહિત
વિષયપરિણામનિયમ—નિયમ એટલે અકુશ. વિષય ભાગવતા થતી કે ભેગવ્યા પછી થતી મનની સ્થિતિ અથવા આત્મિક અધ્યવસાય પર અંકુશ રાખવાથી કેટલે સ્વાભાવિક આનંદ થાય છે તે વિચારવું જોવું જોઇએ. આ પણ વિષયત્યાગનું એક અગત્યનું કારણ છે. એ નિયમ રાખવાથી અને તેના પર અંકુશ રાખવાથી વિષયેા તદ્દન નિર્માલ્યનકામા–જેવા લાગે છે અને ન ભેગવ્યા હાત તા કોઈપણ પ્રકારના વાંધા ન હતા, એમ મનને લાગે છે. ખાસ કરીને અનુકૂળ વિષય પર નિયમ-અંકુશ રાખવાથી થતા આનંદ માણસે અવલેાકન કરીને ધ્યાન પર લેવેા જોઈએ. ભતૃહરિ કહે છે કે સ્વયં ચવતા શ્વેતે રામસુલમનન્ત' વિષતે એ વિષય પર અંકુશ રાખવાથી અથવા પેતે તેના ઇચ્છાપૂર્વક ત્યાગ કરવાથી તે અનંત શાંતિના સુખને આપે છે. એ શમસુખ કેવું સુંદર થાય છે તે અવલેાકન કરીને જોવું જોઈએ, વિચારવું જોઇએ, પેાતાના મનમાં તેની અવલેાકના કરવી જોઇએ.
२३४
અનુલવિષય—વિષય એ પ્રકારના હાય છે: અનુકૂળ અને પ્રતિકૂળ, જે મનને ન ગમે તે પ્રતિકૂળ અને જે મનને ગમે તે અનુકૂળ. આ પૈકી મનને અનુકૂળ વિષય પર અંકુશ રાખવાનું પરિણામ શું આવે છે તે પર્યાલાચી લેવું જોઇએ. કોઇપણ ઇન્દ્રિયના કાઈ વિષય લે તે તે ભાગવ્યા પછી તેમાં દમ નહિ લાગે. એટલે વિષય સેવ્યા પછી જે આત્મિક વિચાર થાય, જેને આત્મિક અધ્યવસાય કહેવામાં આવે છે તે થાય તે ખરાખર પરીક્ષા કરી પર્યાલેચવા, વિચારવા જોઇએ. સેકડે નવ્વાણું ટકા વિષય સેવનાર માણુસના વિચારા તા એવા જ હશે કે વિષય ખાતર સંસાર વધાર્યાં તે અનુચિત કર્યુ છે, બિનજરૂરી કયુ છે, વિષય ભોગવવામાં કાંઈ દમ ન હતા, અને એ ખાતર જિંદગી કે તેના સમય બગાડવા જેવું ન હતું. આ પણ વિષયસેવનમાં અંકુશ રાખવાનું એક મહત્ત્વનું કારણ છે.
અને જે વિષયા આજે મનેાનુકૂળ હાય, કાલે તે પ્રતિકૂળ થઈ જાય, તેમ જોતાં વિષયના પરિણામને વિચારવાં જોઈએ. આ પ્રકારના અથ કરવામાં આવે છે તે પણ ઉચિત અને વિચારવા યાગ્ય છે.
અનુપ્રેક્ષ્ય—વિચારવા યોગ્ય, તેના ઉપર ધ્યાન બેસાડવા યેાગ્ય. ખાસ કરીને પ્રાણીને વિષયા ગમે છે અને અનુકૂળ વિષયા તરફ તે ખે'ચાઈ જાય છે. તેનાં કેવાં ખરાબ પિરણામ આવે છે તે ધ્યાનમાં લેવાં જોઇએ. પ્રાણીને અનુકૂળ વિષયે વધારે ફસાવે છે અને અનેકને મરતાં જોઈને પ્રાણી ચેતવણી ન લે તે અંતે તે પણ વિષયલ પટ થઈ જાય છે. એટલે, વિષયે ભાગવતાં પહેલાં એ વખતે મનની થતી ડામાડોળ અસ્તવ્યસ્ત સ્થિતિને મુદ્દામ રીતે ખ્યાલ કરવા જોઇએ. એ વિચારણા જેવી તેવી કે ઉપરછલ્લી રીતે ન કરતાં ધ્યાન આપી લક્ષ દ્વઈને ખરાખર પર્યાલાચના કરવી જોઈએ. એ રીતે જો વિચારવામાં આવશે તે વિષયે ભાગવવામાં કોઈ વાતના સાર નહુ લાગે અને તમારી વિચારણા તમને વિષયત્યાગ કરાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org