________________
પ્રશમરતિ વિવેચન સહિત શકે, બાકી કોઈ કોઈવાર એની ટેવ રાખે તે પાછે એ પ્રમાદમાં પડી જાય. આ પ્રમાદ ને થઈ જાય તેટલા માટે દરરાજને આગ્રહ છે.
આખી ગાથા સરળ છે. તેને અર્થ વિચારતાં જણાય છે કે ખાસ કરીને મનને અનુકૂળ વિષયમાં પણ નિયમ રાખે, અંકુશ રાખે. એનાથી લાભ બેવડે, ચારગણ, દશગણે કે અનંતગણ થાય છે અને એ અંકુશ રાખવાની બાબત નિષ્પાપી હોઈ એની અનુકૂળતાને દરરોજ વિચાર કરો. એ વિચાર જરૂરી છે, આત્માને અને મનુષ્યભવને હિતકર્તા છે અને પરિણામે પરમ લાભદાયી છે અને સ્થાયી લાભ અપાવનાર છે. અંકુશ વગર અનંતકાળથી આ પ્રાણ ઘસડાઈ આવ્યો છે. એની એ વાત આ ભવમાં ન થાય તેને માટે આ કારગત ઉપાય વિચારવા યોગ્ય છે. આ ખરો રાજાગ છે અને પરિણામે સ્થાયી લાભ કરાવનાર છે.
આવી રીતે આ અતિ મહત્ત્વનું પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. એને પ્રધાન સૂર રાગશ્રેષજન્ય આ વિષય અને કષાયની બરાબર ઓળખાણ કરી લઈ તેમને ત્યાગ કરવાની છે. આ ઘણું મોટું પ્રકરણ કલેક એવીશમાથી શરૂ થાય છે અને બહુ સરળ રીતે તેમાં પ્રથમ રાગદ્વેષનું સ્થાન અને વ્યાખ્યા વિચારવામાં આવ્યાં છે. એક વસ્તુ તરફ આકર્ષણ રહે તે રાગ કહેવાય છે અને તે વસ્તુ તરફ અણગમ રહે તે હેષ કહેવાય છે. આ સંસાર રાગદ્વેષ પર રચાયેલું છે. રાગદ્વેષજન્ય કલા અને પાંચે ઈન્દ્રિયના વિષયને ઓળખવા તે આખા પ્રકરણને હેતુ છે. આ ગ્રંથકારના મતે રાગથી માયા અને લેભ થાય છે અને શ્રેષથી ક્રોધ અને માન થાય છે, અને રાગ અનેક રીતે જુદા જુદા નામથી ઓળખાય છે. આ રીતે રાગની ઓળખાણું અને તેના પર્યાયે આપી કેધ, માન, માયા અને લેભને અંગે રાગદ્વેષ કેવાં કેવાં કામ કરે છે તે બતાવી તેમના ઉપર જેમ બને તેમ વિજય કરવાની વાત કરે છે. જ્યારે કર્મબંધન થાય તે વખતે કર્મની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચાર બાબત મુકરર થાય છે. તેમાં રાગ કેવી રીતે કામ કરે છે, પાંચે ઇદ્રિના તેવીશ વિષયે પ્રાણુને પિતા તરફ ખેંચી કેટલું આકર્ષણ કરે છે, અનુકૂળ વિષયમાં અંકુશ રાખવાથી પરિણામે આ સર્વ કર્મોથી મુક્તિ કેવી રીતે થાય છે, શાશ્વત સુખને જ ખરી રીતે સુખની વ્યાખ્યા લાગુ કરી શકાય છે, તે સુખની આ જીવનમાં જરૂર છે, તે માટે પ્રયત્ન કરવા અને તે રીતે જ આ એક ખાડામાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં પડવાની આ પ્રાણની અનાદિ પદ્ધતિ મટી જાય છે. આ રીતે વશમાં કલેકથી શરૂ કરીને એકસે અગિયારમા સુધીનું વૈરાગ્ય વિષયક મોટામાં મોટું પ્રકરણ ગ્રંથકર્તાએ હાથ ધરી આપણું મહા અગત્યના વિષય તરફ ધ્યાન ખેંચ્યું છે. આ કષાયે તે બહારની વસ્તુ છે અને વિષયે પણ બહારના છે, તે પર છે, અનાત્મરૂપ છે, એમ બતાવી એમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org