________________
કષા અને વિષે
- રપ આ વિચાર “પ્રાણીએ કર જોઈએ તેમ હારિભદ્રીય ટીકા કહે છે. આખું પુસ્તક જ જીવ માટે તૈયાર કરવામાં આવ્યું છે, તેથી આ તેને માટે છે એમ આપણે સમજવું જ જોઈએ, એ શબ્દ અધ્યાહાર છે એ જણાવવાની ખાસ જરૂર લાગતી નથી.
દ્વિગુણે—ધર્મદાસગણિ ઉપદેશમાળામાં કહે છે કે વિષયસેવનનું ફળ ઓછામાં ઓછું બેવડું, તેવડું, ચારગણું અને અનંતગણું થાય છે. વિપાક આ રીતે વધતો જાય છે. એટલે બેવડાને અર્થ અહીંયા “અનંતગુણ કરે. - અનુગ્રહ–ઉપકાર, ગુણગ, વધારો, યુગમાં પ્રગતિ. એ બેવડીથી માંડી અનંતગુણી થાય છે તે વિચારવા યોગ્ય છે. અથવા અનુગ્રહ એટલે અનુકૂળપણું, મહેરબાની. આમાં અનુકૂળપણને અર્થ સંબંધને અનુરૂપ છે. આવી જાતના અનુકૂળપણથી આ વિષય પર અંકુશ કે નિયમ રાખવો તે સર્વ પ્રાણીને હિતકર્તા છે અને તેમાં પરિણામે, લાંબી નજરે લાભ છે.
અનવદ્ય-પાપરહિત, પવિત્ર. આ નિયમનું વિશેષણ છે. તમે તમારી જાત પર નિયમ રાખે તે પાપરહિત, નિષ્પાપ છે. આવા પ્રકારને નિયમ રાખવાથી પાપરહિત થવાય છે, કારણકે વિષયે પાપનું કારણ છે અને તેમના પર નિયમ કે અંકુશ રાખવો તે નિષ્પા૫ છે. આ વાત ખરેખર વિચારવા જેવી છે અને વિચાર કરીને વિષય ઉપર અંકુશ રાખવા જે છે. એના પર અંકુશ કે અટકાયત પડવાની જ છે, પણ શરૂઆત હાલ અને આવા સુંદર મનુષ્યજન્મમાં થાય તે બધી રીતે પાપ વગરની પદ્ધતિ છે અને સર્વ જનું હિત કરનારી છે અને જીવ પાપ ન કીજીએ, પુન્ય કીધું સે વાર—એ દષ્ટિએ બહુ સારી છે, અને પરિણામે લાભકારી છે. આ અર્થ મને ઠીક લાગે છે.
સંચિત્ય–આ અંકુશ અથવા નિયમ વિચારવા પેશ્ય છે. જે નિરંકુશ રીતે વિષય સેવવામાં આવે છે તેથી મોટો ગેરલાભ થાય છે. એમાં અનેકનાં દૃષ્ટાંતે આપણે નજરે જોયાં છે. તે આ નિયમ-અંકુશની જે વાત કરી તે મનને અનુકૂળ વિષયોને અંગે ખાસ વિચારવા યોગ્ય છે. વિચારીને એ અનુસાર વર્તવાનું છે, બેસી રહેવાનું નથી. અંકુશ નિષ્પાપ છે એમ ખાતરી થાય તે અંકુશ રાખવા જોઈએ, અટકાયત કરવી જોઈએ અને કરવાને નિશ્ચય કર જોઈએ. - નિત્ય હંમેશા. એમાં દરેજ વિચાર કરવાનું છે. એવી જાતને અંકુશ રાખવાથી ઘણા ફાયદા છે એ રીતની એ બાબતની વારંવાર વિચારણા કરવી જોઈએ. અને વારંવાર દરરોજ વિચાર કરવાથી વાત જે બરાબર જામી જાય તે આત્માની અનંતકાળથી જે સ્થિતિ અને રખડામણ થઈ છે તેને અંત આવે તેમ છે. એટલા માટે અંશ કે નિયમ રાખવાની બાબત દરરોજ વિચારવી-ધ્યાવવી અને વિચારીને તેને અમલ કરે. આ વાત દરેજ કરવાનું કારણ એ છે કે પ્રાણું એને દરરોજ કરે તે જ તેને ખરે લાભ ઉઠાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org