________________
કષા અને વિષ પર નિયમ રાખવાની જરૂરિયાત ઉપર આપણું ધ્યાન ખેંચ્યું છે. પ્રત્યેક કષાયને લેતાં, ક્રોધ પ્રીતિને વિનાશ કરનાર હોવાથી, માન વિનય જે પ્રધાનગુણુ ગણાય છે અને જે ધર્મનું મૂળ છે તેને ઘાત કરનાર હોવાથી અને માયાથી ભરેસે ઊડી જતું હોવાથી અને લેભથી તે સર્વ ગુણને નાશ થતું હોવાથી આ કષા ઉપર વિજય મેળવવાની બહુ જરૂર છે. જે આ સંસારને અંત લાવવો હોય અને ખરેખરું કાર્ય કરવું હોય તે આ દરેક કષાયને વિજય કરવાની અને પાંચ ઇંદ્રિયના સઘળા વિષયે પર અંકુશ રાખવાની બહુ જરૂરિયાત છે. એ રીતે આપણે જે પ્રગતિ કરવા વાંછા રાખીએ છીએ અને કરોડે, અપરંપાર ભવ પછી મળતા મનખાદેહને સફળ કરવા માગીએ છીએ તે માટે વિષય-કષાય પર વિજય મેળવવાની બહુ મોટી જરૂરિયાત છે, તે પર ભાર મૂકીને એ રીતે આ અગત્યનો ભાગ બહલો છે.
આ વિષયે અને કષાયે કર્મની બાંધણી વખતે ઘણે અગત્યને ભાગ ભજવે છે, પણ તેના ઉપર નિયમ, અંકુશ રહે તે સંસાચકને દંડ નીકળી જાય અને ચક્રનું કારણ જતાં કાર્ય જ ચાલ્યું જાય અને જીવ, ચેતન, આત્મા અનંત શાંતિ પ્રાપ્ત કરી પિતાની અસલી સ્થિતિએ આવી જાય અને એને રખડવાટને અભ્યાસ મટી જાય એ આખા પ્રકરણને પ્રધાન સૂર છે. જાતિના મદનું પરિણામ મહાવીરસ્વામીએ કેવી રીતે લગભગ દશ કેટકેટિ સાગરોપમ કાળ સુધી ભગવ્યું અને સાધારણ વાતને જાતિમદ કરવાનું શું પરિણામ આવ્યું તે આપણે જોઈ ગયા છીએ. આ દશ કાકડિ સાગરોપમને કાળ એ જાતિમદને પરિણામે તેમને રખડવું પડયું અને અત્યંત નીચ જાતિમાં જન્મ લેવા પડ્યા. શ્રેણિક રાજા બળમદથી સંસારમાં રખડયા તે જાણીતી વાત છે. સનકુમાર જાતે ચક્રવર્તી હતા, પણ દેવતા આગળ પિતાનાં રૂપનાં વખાણ કર્યા તે બપોરે શરીર ઝેરી થઈ ગયું અને હેરાન પરેશાન થઈ ગયા. તપનું બહુ અભિમાન કરવાથી કુરગડુ હેરાન થયા અને દુઃખ પામ્યા એ પ્રસિદ્ધ વાત છે. દશાર્ણભદ્ર ભગવાનનું મોટું સામૈયું કર્યું અને જરા અભિમાન કર્યું, પણ તેનું અભિમાન ગાળવા ઈંદ્ર એનાથી મોટું સામૈયું કર્યું, તે જોતાં દશાર્ણભદ્રનું અભિમાન ગળી ગયું. પિતાની બહેનને પોતાનું જ્ઞાન બતાવવા, સારું થૂલિભદ્ર વિદ્યાને મદ કર્યો અને સિંહનું રૂપ લીધું, એને પરિણામે જ્ઞાન ઓછું થયું અને પાછળની પ્રજાને જે સહેવું પડયું એના એ નિમિત્ત થયા. સુભૂમ રાજાને છ ખંડ પૃથ્વી પૂરી ન પડતાં એ સાત ખંડ સાધવા ચાલ્યા અને એવા મહાલેભને કારણે મૃત્યુને ભેટ્યો, નરકે ગયે અને પિતાની ઋદ્ધિ બેઈ બેઠે. આ અભિમાનના નામમાં ફેર પડે છે, પણ મુદ્દાની વાત સર્વમાં એક જ છે. પોતાની કાંઈ વિશિષ્ટતા
હોય તે તે વાતનું ગૌરવ ન કરવું એ સર્વને આશય છે. અભિમાન કોઈપણ બાબતમાં ન કરવા ગ્ય નથી એમાં સર્વ સંમત છે. પછી કઈ વાલભ્યને અભિમાન ગણે કે ન ગણે
તેને અત્ર સવાલ નથી. અત્ર કોઈ પણ પ્રકારનું અભિમાન ન કરવું, કોઈ પણ પિતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org