________________
૨૩૮
પ્રશમરતિ વિવેચન સહિત મળેલી ચીજવસ્તુ કે જ્ઞાન કે વિદ્યાની મહત્તાનું અભિમાન ન કરવું એવો ઉપદેશ છે. કોધ કરવાથી પ્રેમને કે પ્રીતિને વિનાશ થતું હોવાથી તે કરવા ગ્ય નથી અને એ અગત્યને મને વિકાર હોવાથી એને ત્યાજ્ય ગણે છે. સંસારને વધારનાર અને કર્મબંધનને અંગે રસબંધમાં ઘણે અગત્યને ભાગ ભજવનાર આ કલા સંસારરૂપ ઝાડનાં મૂળે છે • અને એમને ઓળખવા એ બહુ જરૂરી છે અને એમના પર અંકુશ લાવ તે ખાસ ઉપયોગી અને ચેતનને સીધે લાભ કરનાર છે. આઠ કર્મના એક અઠ્ઠાવન પટાભેદો થાય છે. (કમ પર મારે લેખ જુઓ.) એ દરેકને અંગે આ વિષયે અને કષાયે ઘણે મહત્ત્વને ભાગ ભજવે છે અને પ્રાણીને એક ખાડામાંથી બીજા ખાડામાં ધકેલી દે છે અને એને આરે આવવા દેતા નથી. તેથી આ કષાયેને ઓળખી તેમના પર વિજય મેળવી આ મનુષ્યજન્મની સફળતા કરવા ગ્ય છે, નહિ તે પાછા ક્યાં ના ક્યાં ધકેલાઈ જશું અને પાર નહિ દેખાય તેટલું રખડવાનું પ્રાણીને થશે, એ આપણું કામ નથી અને આ જીવન મળ્યાને તેમાં કાંઈ લાભ નથી. અત્યારે દુનિયાની નજરે આપણે આવીએ કે ન આવીએ, પણ આપણે પાર આવે અને સંસારને છેડે સાંપડે તે આ મનુષ્યભવ પ્રાપ્ત થયે તે ઉચિત ગણાય.
આ “કષાયે અને વિષય'નું પ્રકરણ ઘણું અગત્યનું છે, કારણ કે એ આપણું જીવનમાં સર્વદા આવે છે અને આપણે તેમને જે બરાબર ન ઓળખીએ તે અંધારામાં ફસાઈ જવાને ઘણે સંભવ છે. આ પ્રકરણનું મથાળું પ્રથમ “રાગદ્વેષજન્ય કષા અને વિષય એમ રાખવાનું હતું પણ પછી વધારે વિચાર કરતાં કષા અને વિષય રાખવામાં આવ્યું છે, કારણ કે રાગ અને દ્વેષ તે એમના જનક છે અને આ પ્રકરણમાં તે પ્રાધાન્ય રાગદ્વેષને આપવાનું નથી, પણ કષા અને વિષને ઓળખવા છે, અને ઓળખીને તેમના પર જેટલે બની શકે તેટલે અંકુશ રાખવાનું છે. એ વિષયે અને કષા માટે એક ઘણી મુદ્દામ હકીકત ધ્યાનમાં રાખવા ગ્ય છે. અને તે આપણને અનુકૂળ થઈ સંસારમાં રખડાવે છે અને પિતાના થઈ મારે છે છતાં કઈ પણ વિષય કે કષાય સ્થાયી નથી, એ તે આવ્યા એટલે ભગવાઈ ગયા અને ભોગવાઈ ગયા એટલે બધું પતી જાય છે. સુખ અથવા પ્રેમ માટે નિયમ એ છે કે એ સ્થાયી હોય તે જરૂર આદરવું અને કષાયે અને વિષયે કમનસીબે સ્થાયી ન હોવાથી તે આપણામાં એક પ્રકારની ઉશ્કેરણી કરે છે, ભોગવ્યા પછી કચવાટ મૂકી જાય છે, જાય છે ત્યારે સદાને માટે જાય છે અને કચવાટ મૂકી જાય છે અને પિતાનું ઝેર આપી પ્રાણીને સંસારમાં રખડાવે છે અને એક ખાડામાંથી બીજા ખાડામાં ધકેલી દે છે. આવા વિષયે જે રસબંધમાં ખાસ અગત્યને ભાગ ભજવે છે, તે કઈ રીતે ઉપયેગી નથી અને સંસાર વધારનાર હોવાથી તજવા યોગ્ય અથવા પિતાના અંકુશમાં રાખવા યોગ્ય છે. બાકી એ વિષયે અને કષાયે કેટલા ખરાબ છે અને તેમનાં કારણે શા છે એ ગ્રંથકર્તાએ પિતે જ ચચ્યું છે, એટલે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org