________________
રેકર
પ્રશમરતિ વિવેચન સહિત લાવે છે. મનુષ્યમાં માત્ર ત્રેસઠ શલાકાપુરુષનું આયુષ્ય તૂટતું નથી, એને સાત કારણે
પણ લાગતાં નથી અને એમણે પાકું આયુષ્ય બાંધેલ હોય છે. - અનિયત–મનુષ્ય (બાકીના) અને તિર્યએ સર્વનું આયુષ્ય અનિયત છે, અકસ
છે અને માર પડતાં કે સાત પ્રકારનાં કારણે મળતાં તે મરણ પામે છે. પ્રાયઃ મનુષ્યનું અને સર્વ તિર્યંચાનું (એકેદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌરિદ્રિય અને જલચર, સ્થલચર અને ખેચર પંચેંદ્રિયનું આયુષ્ય અનિયત હોય છે. એ તે ઠામ પડયું હોય ને ભાંગી જાય તેમ આયુષ્ય પૂરું થઈ જઈ મરણને લાવી મૂકે છે.
પદે પદે મરણમહાલતાં અને ચાલતાં, ડગલે પગલે મનુષ્ય કે તિર્યંચનું મરણ થઈ જાય છે. આશા તે મોટા ડુંગર જેટલી હોય છે, પણ કાળની કેઈને ખબર નથી અને જે હાથે આગલી રાત્રે આગળીઓ વચ્ચે તે જ હાથે તે ઉઘાડશે કે કેમ તે કોઈપણ ચક્કસ નથી. મરવું તે પગલાંની હેઠ છે, એટલે એ ક્યારે થશે તે તે જ્ઞાની જાણે, પણ મરવું ચોક્કસ છે, અને તે ડગલે પગલે છે એમ સમજી રાખવા જેવું છે. આવું ચોક્કસ મરણ હોવા છતાં પ્રાણ પાંચ ઈદ્રિયના વિષયે ઉપર રાગ અથવા દ્વેષ કેમ જાણી બૂઝીને કરી શકો હશે તે વિચારવા જેગ્ય વાત છે. અથવા, ઘણાખશે તેને વિચાર જ કરતા નથી. પછવાડેથી ધક્કો આવે એટલે જીવન આગળ ચાલે છે અને પગ નીચે મરણ હોવા છતાં પ્રાણી જાણે કોઈ દિવસ મરવું જ નથી એવો મમત્વ કરે છે, અને વિષયે ભગવે ત્યારે તેમાં હાશ કરે છે. - રતિ–મજા, મજ, સ્વાય. કોઈપણ ઈદ્રિયના વિષયે સેવે ત્યારે તેને તેમાં મજા આવે છે, અને વિષયમય પિતે બની જાય છે અને જાણે વિષયને અને તેને અભેદ હોય તે તેમાં તેને આનંદ આવે છે. વિષયસુખ ભગવતી વખતે પિતાને અહીંથી ગમે ત્યારે પણ ચક્કસ જવાનું છે એ પણ યાદ રહેતું નથી. અનેકનાં મરણ નજરે જોયાં છતાં તેની કાંઈ અસર થતી નથી, તે ખૂબ ચિંતાકારક ઘટના છે. '
એવાં–જેઓની વિષયગ કે પાંચ ઇન્દ્રિયના વિષયે કે કષાય કે આ સંસાર પ્રત્યે પ્રીતિ થાય, પ્રેમ થાય, અથવા એમાં આનંદ આવે તેને કેવા ગણવા તે હવે પછી બતાવવામાં આવશે. આ આખા પ્રકરણને સાર છે અને તે હૃદયમાં કોતરી રાખવા જેવો છે. આ વિષયેષ-કોઈપણ ઇન્દ્રિયના વિષય પર જેને પ્રેમ થાય તેને કેવા ગણવા તે હમણાં બતાવશે. એમાં સારું સારું ભેજન ખાવાની ઇચ્છા થાય અને શરૂઆતમાં તે ગમે તે રસનેંદ્રિયને વિષય છે. સ્ત્રી ઉપર આકર્ષણ થાય તે સ્પર્શનેંદ્રિયને વિષય છે. સારી ખુશ, અત્તર કે ગુલાબનાં પુમડાં લગાડવાની ઇચ્છા થાય તે ધ્રાણેદ્રિયને વિષય છે. સારી ચીને કે દેશપ્રદેશના બાગબગીચા જોવાની કે તેમનાં ફૂલે લેવાની મરજી થાય તે ચક્ષુરિંદ્રિયને વિષય છે. હારમોનિયમ, તબલાં કે વાલિન વગેરેને જલસે જોવાની કે કરવાની ઇચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org