________________
૨૩d
પ્રશમરતિ વિવેચન સહિત રોટલીનાં પડ બનાવવાં પડે છે. એ બધા ઉપચારો છે, એટલે આજુબાજુની પડખેઅડખેની તૈયારીમાં છે. આ ઉપચારથી ભરેલા વિષયે પ્રાણુ ભગવે છે. એને ગાંઠિયા કે ફરસાણ જોઈએ અને સાથે શાક જોઈએ. વિષને ગમાડવા માટે અનેક પ્રકારના ઉપચાર કરવા પડે છે. આ રીતે વિષયે ઉપચારથી ભરેલા પડેલા છે. તે ઉપરાંત કઈ મોટા માણસને વિનય કરે, પગે પડવું, નમસ્કાર કરવા કે પ્રણામ કરવા એવા પાંચે ઇંદ્રિયને અંગે અનેક ઉપચાર કરવા પડે છે. આ બધાને સમૂહ એકઠો કરીએ ત્યારે તેનો મેટો સરવાળે થઈ પડે છે. એટલે વિષ ભેગવવાને અંગે આટઆટલી ખટપટ કરવી પડે છે. અને તેને ફરજ તરીકે કે સ્વેચ્છાથી થતી મહેનતની માફક પ્રાણુ તે સર્વ કરે છે અને કરવામાં જાણે પિતાને કઈ પ્રકારની તકલીફ પડે છે એમ માનતું નથી.
રમ્યક–રાગને લીધે રમ્ય થયેલ. “અપિ” શબ્દ આ ગાળામાં આવે છે, તે દુઃખની સંભાવનાને, સંભવને બતાવે છે. આ રાગદ્વેષને કરાવનાર વિષયે સેંકડો, લાખે, કરડે ભવની પરંપરામાં પ્રાણીને દુઃખના વિપાકને–ફળને આપવાને અનુબંધ કરાવનારા છે. વિષયે ભોગવવામાં આવે તે પોતાનું ફળ તે જરૂર આપે છે. અન્નમાં જેમ ઝેર ભરેલું હોય તે પ્રાણીના દ્રવ્ય પ્રાણને હણી નાખે છે અને તેને વિનાશ કરે છે, તેમ આ પાંચ ઇન્દ્રિયના પિદુગલિક વિષે સંસાર વધારનાર થાય છે અને સંસારની પરંપરામાં દુઃખ ભેગવાવે છે. આવા વિષયે અંતે સંસારની પરંપરામાં તે વધારો અને વ્યવહારથી અનેક દુઃખ આપનારા થાય છે. જેમ ઝેર કે અફીણ ખાધું હોય તે તે પ્રાણુને તુરંત વિનાશ કરે છે તેમ આ વિષયે ભવસંતતિમાં વધારે કરે છે અને સાથે તે તે ભવોની પરંપરામાં દુઃખ આપે છે.
રાગરસેવિતા –રાગપૂર્વક સેવાતા વિષયે ઝેર કે અફીણનું કામ કરે છે. એટલે, એક તે એ અનેક ભવે વધારી આપી સંસાર વધારે છે અને ત્યાં દુઃખના અનુભવ કરાવે છે. આટલા માટે એ સંસાર વધારનાર વિષયને ત્યાગ કરવો જોઈએ.
ભેગવનારને જ સેવન કરેલા વિષયે તાત્કાલિક કે પરંપરાએ મારે છે. “વિષય ભેગવનાર’ એ કમ સમજવું. આ ગાથામાં મોwાન્ એ શબ્દ અધ્યાહાર છે એમ સમજી લેવું એમ ટીકાકાર કહે છે. ,
વિપાક-અનુભવ. એટલે જે આ વિષય સેવે તેઓ દુઃખને વિપાક જરૂર ભગવે, અને તે એકબે ભવ સુધી નહિ, પણ સેંકડો કરોડો ભવ સુધી. આ વિષયત્યાગનું ઘણું મહત્ત્વનું અને પ્રાણીને વિચારમાં પાડી દે તેવું કારણ કહ્યું. હજુ પણ એ વિષયે ન સેવવા જોઈએ અને તેમાં ધ્યાન રાખી રાગદ્વેષ ન કરવો જોઈએ, તેનાં વધુ કારણે કહે છે.
અનબન્ધ–સાતત્ય, સતતપણું. ન ગુટે તેવા દુઃખને ચાલુ રાખે તેવા વિષયે છે. વિષયે આવા છે! એ ચાલુ દુઃખને અનુભવ કરાવનારા છે અને એક ખાડામાંથી પ્રાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org