________________
પ્રશમરતિ વિવેચન સહિત કર્તાને અને આપણે અનુભવ છે. આ બીભત્સતા અને કરુણ તે રસે જ છે. તેને શાંતરસ સાથે નવરસ ગણવા જોઈએ. પ્રસંગે ઉલ્લેખ કરવા ગ્ય તે વિષય છે અને પંડિત ભગવાનદાસે પુરુષાર્થ નામના પુસ્તકમાં તેની ચર્ચા કરી છે. તે ઉપયોગી વિષય હોવાથી પ્રસંગે એની ચર્ચા હાથ ધરશું પણ છેવટના ભાગમાં આ બીભત્સતા અને કરુણ ઉપરાંત બીજા બે ભાવ છે તે વિચારવા જેય છે.
ઇન્દ્રિયના કોઈ પણ વિષય ભોગવ્યા પછી તેમાં પ્રથમ તે બીભત્સતા લાગે છે. આને હું શું મહી ગયે? એ ખાતર મેં નામ, આબરૂ અને ચારિત્ર વગેવ્યાં, એ મારા જેવાને યોગ્ય હતું? એના રૂપમાં શું બન્યું છે? અને પછી એના પતિ તરફને ભય લાગે, મને અહીં મારશે કે મારું ખૂન કરશે એ ભય. અને દૂધપાક કે ઘેબર જમ્યા પછી શું? પછી તે બીભત્સતા લાગે. કેઈ ફરીવાર એને ખાવા આપે તે ના પાડે અને ઊલટી જેવી અસર થાય, અને પિતાની જાત પર દયાની લાગણું લાગે. મનમાં એમ થાય કે દિવસો સુધી આ વસ્તુ માટે ભૂખ્યા રહ્યા તે ચગ્ય હતું? પેટમાં ગયા પછી દૂધપાક પણ સરખે, શીરે પણ સરખે અને રેલે પણ સરખે. આ રીતે બીભત્સતા, કરુણા, ભય અને લજજા પણ આવે. પિતાની જાત પર તિરસ્કાર છૂટે અને સ્ત્રીનાં અંગોપાંગ વેરવિખેર થઈ ગયાં હોય તેમને તે સમારવા માંડે અને બધું ઠીકઠાક ગોઠવવા માંડે. આ સર્વ લજજાને વિષય છે. તેથી વિષયે ન મળ્યા હોય ત્યાં સુધી તે મોટા મહોત્સવ જેવા લાગે, વચ્ચે ભેગવવા માંડે ત્યારે શૃંગારમય કે હાસ્ય ઉત્પન્ન કરે તેવા, પણું જેવા તે ભગવાઈ રહ્યા કે પછી તે બીભત્સ, કરુણાજનક, લજજાપ્રેરક કે ભયપ્રદ લાગે. હવે જે ભેગવ્યા પછી બીભત્સતા, લજજા કે ભયની લાગણીને ઉત્પન્ન કરે એવા વિષયેને મેળવવા માટે કર્યો વિચક્ષણ માણસ પ્રયત્ન કરે? અને પછવાડે કહ્યું કે ભયની શ્રેણીને મૂકી જનાર વિષયે
તરફ પ્રેમ કેમ ઉચિત ગણાય ? (૧૦૬) - ઇદ્રિના વિષયોનું પિવૃક્ષના ફળો સાથે સામ્ય–
यद्यपि निषेव्यमाणा मनसः परितुष्टिकारका विषयाः ।
किंपाकफलादनवद्भवन्ति पश्चादतिदुरन्ताः ॥१०७॥ અથ છે કે જ્યારે વિષયે ગવાતા હોય ત્યારે તે મનને શાંતિ કરનારા લાગે છે, પણ પિાક જાતિના ઝાડનાં ફળ પેઠે તે પછવાડેથી ઘણાં ખરાબ ફળને આપનાર નીવડે છે. (૧૦) - વિવરણ–વિષયે સેવાતાં હોય ત્યારે તે કઈ કઈ વખત સારા લાગે છે, જાણે રૂપાળી સ્ત્રી કે મીઠું ભેજન મુખ ભરી દેશે તેવું લાગે છે, અને ખાસ કરીને ભગવ્યા પહેલાં તે તેઓ કલ્પનાને એટલી ઉજજવળ બનાવી દે છે કે તેઓ ભારે ભવ્ય હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org