________________
કપાયે અને વિષય
૨૨૭ એમ આપણને લાગે છે. જીવનમાં કદી ન મળેલ હોઈ આપણી કલ્પનાને તે ખૂબ ચઢાવે છે અને વધારે છે.
નિષેવ્યમાણ–આ પાંચે ઈન્દ્રિયના વિષયને સેવતી વખતે તે સારા મજાના લાગે છે. સ્પર્શ સુખ, આલિંગન, ચુંબનની મોટી મેટી કલપનાઓથી મનને રાગી બનાવી મૂકે છે અને વિષને જ પ્રાણી સર્વસ્વ માની બેસે છે. એમને અત્યાર સુધી પિતે કેમ ન સેવ્યા તે માટે પિતાની જાતને ઠપકો આપે છે અને સેવવામાં જ પિતાના આનંદને કેન્દ્રિત કરે છે. પણ આ બધી કલ્પનાજાળ ખોટી છે. મનને સંતોષ થશે, શાંતિ થશે કે મન પણ તૃપ્ત થશે એ બધી કલપના કેટલી બેટી છે તે હવે જણાશે.
કિપાકફલ–એક જાતનું ફળ થાય છે, ઝાડને એ ફળ આવે છે. એ અત્યંત સુગંધી અને સરસ હોય છે અને મુખને મીઠી લાળથી ભરી દે તે તેને આકાર હોય છે. આવું સુંદર કિપાક ઝાડનું ફળ જેવું ખાવામાં આવે કે તે આંતરડાને કાપી નાંખે છે અને માણસનું મરણ નજીક આણી મૂકે છે અને અંતે તે પ્રાણી મરણ પામે છે. જેમ કિપાક ઝાડનાં ફળો દેખાવમાં સુંદર, સુગંધી તથાપિ અંતે આંતરડા કાપનાર નીવડે છે તેમ ઇદ્રિયના વિષયે કદાચ સારા લાગે તે પણ તે અંતે પ્રાણુનું મરણ નજીક લાવે છે. ચેતી જાય, બચી જાય તે દેખીતા સુંદર કિપાકના ફળને હાથ પણ લગાડતા નથી, ખાવાની વાત તે. જાણી જોઈને મરવા માટે કેણ કરે? તેમ પાંચમાંની કોઈ પણ ઇન્દ્રિયના ભેગો દેખાવમાં ઉત્સવકારી લાગતા હોય તે પણ પરભવે અધમગતિમાં લઈ જનાર અને સંસારમાં રખડાવનાર છે એ જ્ઞાનીએ નજરે જોયું છે, માટે એ ઇદ્રિયનાં ફળને ઉપરને કારણે ખાવાં નહિ.
અદન–ખાવું તે, ભક્ષણ, આરોગવું. કિં પાકનાં ફળે કદાચ ખાતી વખતે મીઠાં અને સુગંધી હોવાથી રૂડારૂપાળાં લાગે, તેમ વિષયે ભેગવતાં મીઠાં લાગે તે પણ પરિણામે અતિ ભયંકર છે અને જેમ કિં પાકનાં ફળ ખાધા પછી માણસને અંત લાવે છે, તેનાં આંતરડાં કાપી નાખે છે તેમ ભેગવાતા વિષયે અંતે પરિણામે આખા જીવનનો અંત લાવે છે. એ પચી જતા નથી પણ આવતા ભવમાં અથવા તે જ ભવમાં બહુ માઠાં અને અણધારેલાં કે અણુકપેલાં માઠાં ફળને લાવી આખા જીવનને ખલાસ કરી દે છે, પ્રાણ બેવરાવે છે અને અનેક જન્મ સુધી ખરાબ ફળ જરૂર આપે છે. એટલે એ ભગવતી વખતે અથવા ભેગવવા માટે સારા લાગતા વિષયે અંતે પરિણામે ભયંકર નીવડે છે. જેનું પરિણામ સારું નથી, જે તાત્કાલિક કે આગામિક ખરાબ ફળ આપે છે તે વિષયે ક્ષણિક સંતેષ ખાતર ભેગવવા લાયક નથી. પિતાનું ભવિષ્ય બગાડે તેવા વિષયે કઈ પણ રીતે ભેગવવા લાયક કે રાખવા લાયક નથી. પ્રાણીએ આ બાબતમાં તાત્કાલિક લાભ તરફ ન તાં પરિણામિક લાભ તરફ જેવું જોઈએ અને પરિણામે જે કિપાક વૃક્ષનાં ફળની પિઠે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org