________________
પ્રશમરતિવિવેચન સહિત ભૂતિ–લક્ષમી. લક્ષમી હોય ત્યાં છોકરાં નહિ અને છોકરાં હોય ત્યાં લક્ષમી નહિ. ધનાઢયને ભૂખ લાગે નહિ અને જ્યાં ખાનાર ઘણાં હોય ત્યાં ખાવાનું કે તે લાવવાના પૈસા ન હોય. લક્ષમી ઘણે ભાગે અગ્યને વરે છે અને જ્યાં તેને ખાસ અય ન હોય ત્યાં જાય છે. દુનિયાની આવી પૈસાદાર અને ગરીબની શિષસતા જોઈ લક્ષ્મી માટે ખાસ માન મનમાં રહેલું નથી. સંસામાં ગરીબ ધનિકને તફાવત દેખી સંસાર ઉપર રતિ કે પ્રેમ તે સ્થળે જઈએ. આ બહુ મુદ્દાની વાત છે.
- વિદષાં—વિદ્વાનોને. આ સમજણવાળા માણસ છે એમ શાસ્ત્રકાર ધારી લે છે, જે કે એમની બુદ્ધિ તે ભાગ્ર હોય છે. પણ જે તે જરા જેટલે સમજુ હોય તે તેની નજરમાં આ દેશકુળ વગેરેની વિચિત્રતા જરૂર જ આવે. મનુષ્યપણું સરખું હોવા છતાં દેશ, કુળ, શરીર, જ્ઞાન, આયખું, ભેગ અને લક્ષમીની બાબતમાં વધતાઓછાપણું જોઈ માણસમાં સાચી સમજણ હોય તે તેને સંસાર પર પ્રેમ અથવા આનંદ થતું નથી.
ભવસંસાર–આવી આવી અનેક બાબતમાં વધતાઓછાપણું જોતાં સંસાર ઉપર પ્રેમ કે આનંદ, રતિ કે હેત કેમ થાય? જ્યાં ત્યાં રડારોળ અને કકળાટ અને જ્યાં ત્યાં સમવિષમતા કે નીચતા કે તેનાં ફળે જોતાં આ સંસાર ઉપર આનંદ કેમ આવે ? પ્રેમ કેમ થાય? એમાં સારાવાટ શી દેખાય? આવું ઉચ્ચનીચપણું અને ગમે તેવા દેશમાં જન્મ અને બળહીનપણું અને ખાસ કરીને દરેક બાબતમાં માણસની ખાસિયત જતાં એવા સંસારમાં જે રહ્યા છે તેઓને તેવા સંસાર પર આનંદ કેમ થાય? સમજુ, વિચારશીલને તે ન જ થાય.
- રતિ–પ્રેમ, ઉત્સાહ, મોજ, સજા. આ સંસારમાં આઠમાંની કોઈ પણ બાબતની વિષમતા જોઈ આ સંસાર પર પ્રેમ કેમ થાય ? આજે કયા દેશમાં અને કાલે કયા કુળમાં, અને વળી બીજે વખતે બળવાન કે ત્રીજે વખતે બળ વગરના અને એવી રીતે આ બાબતમાં જરામાં સજા કે ભેજ હોય એવા ઢંગધડા વગરના સંસાર પર પ્રેમ કેમ્પ થાય? અને કેણ કરે ? સમજુ માણસને તે આવા ઠેકાણુ કે ઢંગધડા વગરના સંસાર પર પ્રેમ કે મોજ કે ઉત્સાહ ન જ આવે. કેઈ એને એક સરખે હેય તે તેમ જાણીને તે પર મોજ લાવે, તેને પ્રેમ વ્હામ, તે ગમે, પણ આ તે સિતા-બેજોડતાને પાર નહિ, આજે શિખર પર ઊભા હોઈએ ને કાલે પછડાઈને ક્યાં કયાં ધકેલાઈ જઈએ, એવા સંસાર પર કયા સમજુ કે સ્થિર માણસને મજા આવે ? જે કાંઈ સરખાઈ હોય તે જરા વિચાર કરવાને માણે છે, પણ અહીં દેશ, કુળ, શરીર, વિજ્ઞાન, આયખું, બળ, ભેગની વસતઓ અને લક્ષ્મીનું જ જ્યાં બેજોડણું અનેક પ્રાણીના સંબંધમાં દેખાતું હોય, એક ભવમાં બે ભત્ર થતા હોય ત્યાં સંસારમાં જ કેમ આવે અને તેને સારે કેમ કહેવાય? અને એને સારે કહે પણ કેણુ? (૧૨).
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org