________________
કપાયે અને વિષે અને છતાં લેકે સંસારને અને શરીરને ચાટતાં જાય છે, એ વિચિત્રતા કેવા પ્રકારની ? આમાં જુદાં જુદાં શરીરને અભ્યાસ કરતાં ભવ (સંસાર) ઉપર પ્રેમ થઈ જાય તેવી કોઈ બાબત લાગતી નથી.
- વિજ્ઞાન કેટલાક જ્ઞાનવાળા પ્રાણીઓ હોય અને કેટલાક તદ્દન ઇંટાળા હોય છે. તે જ પ્રમાણે વિજ્ઞાનની બાબતમાં કોઈ નિષ્ણાત હોય છે અને કઈ તદ્દન ઢ હોય છે. કોઈ વાદવિવાદ કરવામાં કુશળ હોય છે અને કઈ તદન મૂંગા હોય છે. આવી રીતે વિજ્ઞાન કે જ્ઞાનની બાબતમાં ચોતરફ વિષમતા દેખાય છે. કેઈ બેલે તે વાત ઊપડી જાય છે અને કઈ બોલે તેની વાત કઈ સાંભળતું પણ નથી. આવી જ્ઞાનવિજ્ઞાનની વિષમતા આપણે દુનિયામાં જોઈએ છીએ. કઈ ધર્મની બાબતમાં આધારભૂત-ટંકશાળી ગણાય છે અને કોઈને ગમે તેટલે મોટો દીક્ષા પર્યાય હોવા છતાં તદ્દન બિનઅભ્યાસી કે સામાન્ય અથવા વાહિયાત લાગે છે. આવી આવી વિજ્ઞાનની બાબતની વિષમતા જોઈ આ સંસાર ઉપર કેમ પ્રેમ થાય? ત્યાં તે બધા સરખા હોવા જોઈએ. પણ વિષમતા સર્વત્ર રહે છે. એટલે આ દુનિયામાં આનંદ કે રતિ પામવા જેવું કાંઈ નથી. " આયુ–કેટલાંકને નાની ઉંમરમાં મરતાં જોયાં. આપણું સ્નેહી, સંબંધીઓ, સગાંઓ ગયાં અને કોઈને ખાવાનું ન હોય પણ અહીં તેવુંપંચાણું વર્ષની વયે પણ જીવતા જાગતા પડેલા હોય છે અને સંસાર વધારતા જતા હોય છે. આવી આયુષ્યની વિષમતા–વધારે. એ છાપણું દેખીને આ ભવ સંસાર ઉપર આનંદ કેમ આવે?. આયુષ્ય કર્માનુસાર બધેલ હોય તે પ્રમાણે વધતું ઓછું હોય. તે આ આવા વધતાઓછા આયુષ્યવાળા સંસાર ઉપર શી મજા આવે?
બલ-બળની વિષમતા તે તરફ નજરે જોઈએ છીએ. કઈ એ બળવાન હોય છે કે આખી ને આખી ભીંત તેડી નાખે, કેઈ હજાર બેઠકના કરનારા પણ જોયા છે અને કોઇ જ હવા આવે ત્યાં ઊડી જાય તેવા નબળા પાતળા જોયા છે. આ બળની બાબતમાં રકાર ઘણે જોવામાં આવે છે. નબળા માણસને તે એમ જ લાગે છે કે આવી રીતે કેક એટલે પવન લાગે ત્યાં ઊડી જવાય છે તેને બદલે મરી જવું અને સંસાર મૂકી દેવે સારા છે. બળની બાબતમાં આટલી વિષમતા કરતાં આ સંસાર પર રતિ-આનંદ કેમ થાય?
ભાગ–ગરીબને ભૂખ લાગે ત્યારે જમવાનું કાંઈ ન મળે, ધનવાનેને ખાવાનું હોય પણ ભૂખ લાગે જ નહિ. રેગી, પરવશ કે અનઅરુચિવાળા જમી શકે નહિ. જ્યાં ખાવાનું હોય ત્યાં ખાનાર નહિ, ખાનાર હોય ત્યાં અન્ન નહિ. આવી ભેગની બાબતમાં વિષમતા હોવાને કારણે સંસાર પર પ્રેમ કે આનંદ કેમ થાય? ભોગ મળે અને તેને ભેગવવા પોતે અશક્ત હાય, વસ્તુઓ હોય અને તેના પર ખાવાની કે જોગવવાની રુચિ ન થાય ત્યારે ભોગની વિસ્ત હોવા છતાં કરડવા ધાય છે, તેની સામે જોયું કે તે પર થુંકવું પણ ગમતું નથી,
પ્ર. ૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org