________________
૨૨૦
પ્રશમરતિ વિવેચન સહિત બને તે હેરાનગતિ કર્યા જ કરે, અનંત સંસારમાં રખડાવે અને પિતે હેરાન થાય અને પિતા સિવાય અન્યને હેરાન કરે. આવી જાતના બે વિશેષણથી યુક્ત આ પ્રાણી છે.
પરચેદ્રિયવિબલ—પાંચ ઇન્દ્રિયને જીતવાને અશક્ત. આ પણ આ પ્રાણીનું જ ચાલુ વર્ણન છે. પાંચે ઈદ્રિયના બળ પાસે એ નબળે બનેલું છે. પાંચ ઇંદ્રિય (સ્પર્શના, રસન, ઘાણ, ચક્ષુ અને કાન)જે એની સગવડ ખાતર એને મળી છે તેની પાસે એ તદ્દન બળ વગરને-નિર્બળ થઈ ગયું છે. એનું ઇંદ્રિ પાસે કાંઈ ચાલતું નથી. ઇંદ્રિયને કયાં પ્રવર્તાવવી અને ક્યારે એને અટકાવવી એ હુકમ કરવાની જે શક્તિ જોઈએ તે એનામાં નથી. એ ઇદ્રિને પણ પિતાના અંકુશમાં રાખી શકતું નથી. અને ઘણીવાર તે નબળે હેવાથી ઇદ્રિ તેના ઉપર શેઠાઈ–હુકમ ચલાવે છે.
રાગદ્વેષાદયનિબદ્ધો-રાગદ્વેષના ઉદય ઉપર જ બદ્ધ-સારી રીતે બંધાઈ ગયેલે. આ પ્રાણીને રાગદ્વેષ કેટલાય સમયથી એવા લાગી ગયા છે કે તેને તે એક અથવા બીજા આકારમાં કર્યા જ કરે છે. તે પ્રાણીએ રાગદ્વેષ અને ઇંદ્રિયના વિષયે ઉપર સામ્રાજ્ય મેળવવા શું કરવું ઘટે તે ૧૦મી ગાથામાં કહેશે. તેને પ્રાસ્તાવિક કરવા આ જીવની વર્તમાન સ્થિતિ કેવી છે તે અત્ર વર્ણવે છે.
તમા–પહેલાં થwાન ૧૦૩મી ગાથામાં આવ્યું એટલે સંબંધ બતાવવા “તેટલા માટે એવું કવિએ અહીં મૂકવું જ જોઈએ. તે આગલી ગાથા સાથે સંબંધ બતાવે છે. - રાગદ્વેષ ત્યાગે–રાગદ્વેષ કેવા અને શા માટે ત્યાગ કરવા ગ્ય છે એ આપણે અત્યાર સુધીમાં અનેક દલીલેથી જોયું. આ સંસારમાં રખડાવનાર અને ફસાવનાર અને એક ખાડામાંથી બીજા ખાડામાં રાગદ્વેષ જ અથવા એ બેમાંથી એક જ રાખે છે. અને તેઓની દેરવણી, ફસામણી અને વળગાડ એવા આકરા છે કે એને જેમ બને તેમ જલદી ત્યાગ થાય તે આ પ્રાણી સંસારરૂપી બંદીખાનામાંથી છૂટે. એને છૂટવાની મરજી છે પણ રાગદ્વેષ એવા વચ્ચે પડે છે કે એ એને દોરી જાય છે. એની દોરવણ ન થાય એટલે સંભાળપૂર્વક એ તજવા-છેડી દેવા ગ્ય છે. આ સંસારબંધનમાંથી તેણે છૂટવું હોય તે રાગદ્વેષને ત્યાગ યતનાપૂર્વક કરો. સમજણપૂર્વક પ્રયત્ન કરી રાગદ્વેષને છોડી દેવા, આ પ્રથમ ઘટના ઘટાવવાની છે.
- પંચેદ્રિયપ્રશમન–હવે બીજો ઉપાય જણાવે છે. સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષ અને શ્રોત્ર એ પાંચ ઇંદ્રિયે શાંત કરવી. તેઓ અત્યારે ધણીધેરી થઈને બેઠી છે અને પ્રાણીને એક ખાડામાંથી બીજા ખાડામાં નાંખે છે. તેને બદલે એ ઇદ્રિને શાંત કરી નાંખવી અને તેને દેર દૂર કરવો. ઇંદ્રિયને ઠંડી પાડવાથી એ જરા પણ જોર કરતી નથી. અત્યારે એને પસંદ પડે તે રીતે આપણે વર્તીએ છીએ, તેને બદલે તે આપણા અંકુશ તળે આવી જાય તેવી નિર્માલ્ય-શાંત તેને કરી નાખવી. આ કાર્ય ખૂબ સંભાળીને પ્રયત્નપૂર્વક કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org