________________
પ્રશમતિ વિવેચન સહિત વિવેચન—ઉપર જાતિમદ અને કુળમદની વાત કરી. તેવી જ રીતે પેાતાના રૂપના મદ ન કરવા જોઈએ તેનાં આ શ્ર્લાકમાં ત્રણ કારણા ખતાવે છે.
પહેલુ કારણ—એક તા પિતાના વીંથી પાતે થયેલ છે, અથવા માતાના રુધિરમાં પાતે ઉછર્યાં છે અને પોતાના શરીરખ'ધારણ પછી પોતામાં પશુ એ પદાર્થો ભરેલા છે. આ શુક્ર અને લેહી એવા ઉચ્છિષ્ટ પદાર્થ છે કે તેમની સામું જોવું પણ ન ગમે. છતાં એમાં આ જીવ થયેલે છે અને પોતામાં એ તુચ્છ પદાર્થો ભરેલા છે. આવા તુચ્છ પદાર્થોથી ઊછરેલા માણસે હું ગેરી છું કે મારું શરીર ઘાટીલું છે એવું કેમ ધારવું ઘટે ? અશુચિભાવના છઠ્ઠી છે, તેમાં કહ્યુ છે કે આ તે બંધ બારણે બધું ઠીક ઠીક છે. પણ જો બારણું ઉઘાડવામાં આવે તે આ શરીર સામે થૂંકવું પણ ગમે તેવું નથી. એ તા માંસ, રુધિર, મેદ, રસ, અસ્થિ (હાડકાં), નરખીજ(શુક્ર)થી ભરેલું છે. એમાં એવી કઈ વસ્તુ છે કે જે તરફ આકષ ણુ થાય અને જેના અહંકાર કરવાનુ... પરવડે ? શરીરમાં કદાચ કાંઈ રૂપ હોય તે વિચારવું કે તેની ઉત્પત્તિ એવા પદાર્થોંથી થઈ છે અને એમાં એવા પદાર્થો ભરેલા છે કે એનું અભિમાન કરવું અને એ માટે ગૌરવ ધારણ કરવું એ કોઈ પણ રીતે ચેગ્ય નથી.
૧૮૦
અગાઉ સનત્કુમાર જે એક ચક્રવર્તી હતા, તે બહુ રૂપાળા હતા. ઇંદ્રે ઇંદ્રસભામાં તેનું રૂપ વખાણ્યું. તેને જોવા કેટલાક દેવતાએ આવ્યા. તે વખતે સનત્કુમાર સ્નાન કરતા હતા, દેહું ખેળભર્યા હતા, તેને જોઈ દેવતા રાજી થયા અને ઇંદ્રની પ્રશ'સાને ચેાગ્ય રૂપ છે એમ જણાવ્યું. સનત્ કુમારે જ્યારે આ જાણ્યું ત્યારે અભિમાન ધરી કહ્યું કે “ અત્યારે તે પોતે સ્નાન કરે છે, ખેળભર્યા દેહુ છે. જો રૂપ જોવું હાય તો રાજસભામાં આવજો. ” પછી પોતે સ્નાનથી પરવારી કપડાં, અલંકાર વગેરે પહેર્યાં અને દેવતાએ પણુ સાંજે રાજસભામાં આવ્યા, પણુ બહુ નારાજ થયા. રાજાએ નારાજ થવાનુ કારણ પૂછતાં દેવતાઓએ જણાવ્યું કે “ અત્યારે તે રાજશ્રીર ઝેરી થઈ ગયું છે અને તેની ખાતરી કરવી હાય તા તમે છૂટકા, તેના પર કોઈ પણ જીવ, બેસશે, તે તરત મરી જશે.' રાજાએ ખાતરી કરી જોતાં પોતે સવારે રૂપના મદ કર્યો હતા તેને પરિણામે શરીર આખું ઝેરી અને રૂપની દૃષ્ટિએ નકામું થઇ ગયું છે. એમ દેખાયું અને રૂપમદ માટે પસ્તાવા થયેા. આ માંસ-રુધિરના બનેલા શરીરમાં રૂપ માટે અભિમાન ધરવું કરવું કે એલી . બતાવવું ચેગ્ય નથી.
""
મીનું કારણ—આ શરીરના રૂપને મદદ ન કરવા. હું આવે! રૂપાળે અને જનપ્રિય છુ' એ વાતની મેટાઇ ન કરવી ઘટે. તેનું બીજુ' કારણ કહે છે કે એ શરીરની વધઘટ થયા કરે છે; એટલે અનુકૂળ પદાર્થો મળે અને ત’દુરસ્તી સારી હાય ત્યારે એ શરીર વધે અને ક્ષયરોગ, ગૂમડાં તથા તેમાં નુકસાન કરનારા વ્યાધિ થાય ત્યારે ઘટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org