________________
કયા અને વિષ
૧૮૫ યોગ્ય કસરત કરવાથી સબળા બની શકે છે, એમ આપણને દુનિયાને અભ્યાસ અને તેની અવકના કહે છે. એટલે કે ઈ માણસ બળહીન હોય તેણે સદા તેવા ને તેવા જ બળહીને ચાલુ રહેવું એમ કાંઈ છે જ નહિ અને આખે ઉઘાડી રાખી ચાલીએ તે આપણે નબળા " અને હીનસને પણ સબળા અને હૃષ્ટપુષ્ટ થતા જોઈએ છીએ.
- જ્યારે બળવાન નિબળ થતાં જોવાય છે અને નબળા સંસ્કાર–પ્રયત્નથી બળવાન થઈ શકે છે, ત્યારે બળવાન માણસે પિતાના બળને ગર્વ કરે કે મદ ધારણ કરે કેમ ઉચિત–ોગ્ય ગણાય? આજે બળ હોય અને કાલે નબળા–નિર્બળ થવાય, અને આજે નિર્બળ હોય તે કાલે સબળ થઈ જાય. આવી બળની બાબત અનિયત, અનિશ્ચિત હેવાથી ક માણસ બળ માટે કે બળશક્તિ માટે ગર્વ ધારણ કરે? અથવા જે તેને ગર્વ ધારણ કરે તેને સમજુ કે ડાહ્યો ગણુ કે કહે તે અકકલ વગરની વાત છે.
ક્ષણેન–એક ક્ષણવારમાં. જરા આંખ ઉઘાડીએ તેમાં સબળ પુરુષ હોય તે નિબળબાયલે, માયકાંગલે બનતે જોવામાં આવે છે અને ઘડપણમાં તે પગ ઘસડવા પડે અને બીજા પાસે પગ દબાવવા પડે અને તદ્દન પરાધીન થઈ જાય છે. તે આમાં વખત શે લાગે? એક ક્ષણવારમાં સબળ મનુષ્યને નિબળ અને યેગ્ય સંસ્કારે નિર્બળને સબળ થતું. જોવામાં આવે છે. તે આવા ચોક્કસ નહિ અને હંમેશા આપણી સેવામાં ન રહેનારા બળ જેવા પદાર્થને મદ કેમ કરાય? અને તેને મદ કરવા યોગ્ય પણ નથી, કારણ કે એ અક્કસ વસ્તુ છે. વીર્યંતરાયના ક્ષપશમથી પણું બળમાં વધારો-ઘટાડો થાય છે અને ખાસ કરીને વધારે થાય છે. એટલે બળમાં વધારે કરે કે ઘટાડો કરે તે આપણા કબજાની વાત નથી. એવી કબજા ભોગવટા વગરની બાબતમાં કદાચ બળવત્તા સાંપડી હોય તે પણ તેને મદ કરે અને બીજાની પાસે તેની વાત કરવી એ આપણા ગૌરવને ન છાજતી વાત છે. (૮૭). માટે બળને મદ ન કર
तस्मादनियतभावं बलस्य सम्यग् विभाव्य बुद्धिबलात् । . मृत्युबले चाबलतां मदं न कुर्यात् बलेनापि ॥८॥
અ _તેટલા માટે પોતાની બુદ્ધિશક્તિથી બળનું અક્કસપણે જાણી જઈને અને મરણના બળ પાસે પિતાનું અબળપણે વિચારીને બળવાન માણસ હોય તેણે પણ પિતાના બળને મદ ન કરવો ઘટે. (૮૮)
વિવેચન—બળમદ ન કરવાનું એક કારણ તેનું અકસપણું ઉપરના કલેકમાં જણાવ્યું. 'પ્ર. ૨૪
Jain Education International
For Private & Personal. Use Only
www.jainelibrary.org