________________
૧૮૮
પ્રશમરતિ વિવેચન સહિત પડે અને તેને ભાઈ પગે ઘસતો હેરાન થાય અને સાંજે થાકીને લોથપોથ થઈ જાય. આ લાભ થવો કે અલાભ થ તે પરકીય અને આગળ કરેલી કમં પ્રકૃતિ પર આધાર રાખે છે. એક ભિખારીને તુરત માગે ત્યાં મળે અને બીજાને રગીરગીને હેરાન થઈ જાય તે પણ અંતે જતાં ન મળે, ને મળે એ પણ છેડે વખત ટકે છે. બીજા પાસેથી મેળવેલ વસ્તુથી કાંઈ આખો ભવ નીકળતું નથી. એ તે સર્વ પૌગલિક વસ્તુનું એવું સમજવું. આજે છે અને કાલે કે પરમ દિવસે ન હોય અને એનાથી કાંઈ આ આખો ભવ પૂરે ન થાય. એવા અસ્થિર લાભ કે અલાભ પર આધાર રાખીને બેસી ન રહેવાય. આપણે ઈચ્છીએ તે સર્વ વસ્તુ મળતી નથી અને કદાચ મળે તે આખી જીંદગી સુધી ટકી શકતી નથી. જે કમ પર આધાર રાખે છે તે લાભનો અહંકાર કે મદ કરે કેમ ઘટે?
વૈકલવ્ય–દીનતા, તોફાન, ગડબડ, લાભ થાય છે તેમાં મોટાઈ માણવાની નથી અને લાભ ન થાય તે તેથી ગભરાઈ જવાનું નથી. એ વસ્તુ કે મનુષ્યને માટે બનાવતી નથી. લાભ ન થાય તે તેથી પણ ગભરાઈ ઉચાટ કરવા જેવું નથી, કારણ કે એ કાંઈ આપણું હાથની બાજી નથી. તેથી સમજવાની વાત એ છે કે ગમે તે લાભ થઈ જાય તે તે લાભાંતરાય કર્મને ક્ષપશમ છે અને લાભ થયેલી વસ્તુ હંમેશને માટે બેસી રહેવાની નથી. એવામાં ક્યાંય લાભ થઈ જાય તે તેને અહંકાર કરો અને પિતાની શક્તિની પ્રશંસા કરવી અને અનિત્ય વસ્તુ બેસી રહેશે એમ માનવું એ તે તદ્દન મૂર્ખાઈ છે. કોઈ વસ્તુ કે પૈસાના લાભમાં પિતાની શક્તિએ કામ કર્યું છે, એવું માનવા જેવું નથી. લાભાંતરાય કર્મના ક્ષપશમ પર બધે આધાર છે અને તે આપણે કેટલે કર્યો છે તે અત્યારના પરિમિત જ્ઞાનથી આપણે જાણતા નથી, પણ લાભ થઈ જાય તે તેને મદ કરવા યંગ્ય નથી, એટલે તે આપણે જાણીએ છીએ. - વિસ્મય–આશ્ચર્ય, નવાઈની વાત. લાભ થઈ જાય તે તેમાં આશ્ચર્ય માનવું નહિ અને તેને મદ ન કર. એ તે લાભાંતરાય કર્મનાં ક્ષપશમનું પરિણામ છે. એટલે એમાં આપણું કાંઈ હોશિયારી કે આવડત નથી. આ રીતે વિચારવામાં આવે તે લાભ માટે કેઈ આશ્ચર્યનું કારણ ન રહે અને તેને મદ ન થાય. (૮૯). લાભમદ ન કરવો જોઈએ ___परशक्त्यभिप्रसादात्मकेन किंचिदुपयोगयोग्येन ।
विपुलेनापि यतिवृषा लाभेन मदन गच्छन्ति ॥९॥ અથ–બીજા માણસની (પારકી) શક્તિ અને કૃપાથી કાંઈ ઉપયોગી થઈ પડે તેવી વસ્તુ મળી જાય, તેમાં યતિવરો મદ ધારણ કરતા નથી કે તે તરફ જતા નથી. (૯૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org