________________
પ્રશમરતિવિવેચન સહિત મારવાનાં હોય જ નહિ. તમે અત્યારના કોઈ પણ વિદ્વાનના પરિચયમાં આવે તે તમે આ વખત જ્ઞાનની ચર્ચા જ સાંભળશે. આથી જ્ઞાનીના સંબંધને જ્ઞાન મેળવવાનું પ્રથમ કારણું કહેવામાં આવ્યું છે. તમે ત્યાં જઈ બે અક્ષર શીખી આવશે અને તમને વધારે સંબંધ થશે તે તમારે આખો વખત જ્ઞાનગોષ્ઠિમાં જશે અને તમે એવા સંબંધથી જ્ઞાની થશે.
ઉઘમ–બીજું કારણ ? એકલા સત્સંગથી જ્ઞાન ન મળી જાય, પણ સત્સંગ-સોબત સાથે. તમારે જ્ઞાન મેળવવાને ઉદ્યમ પણ જોઈએ. તમે ત્યાં જ્ઞાન લેવા જાઓ છે અને જ્ઞાન લેવાને તમારે ઉધમપ્રયત્ન છે, એમ તમારે તે પંડિતને જણાવી દેવું ઘટે. એટલે સેબત સાથે તમારે પ્રયત્ન–પ્રયાસ–ઉધમ પણ જ્ઞાન મેળવવાને હવે જોઈએ. એકલી સુસોબત હોય તે ખરાબ છે એમ અત્ર કહેવાને આશય નથી, પણ સુસંગ સાથે તમારું પાઠ લેવાને, ગુરુની હાજરીને લાભ લેવા પ્રયત્ન-ઉદ્યમ હે જોઈએ. એ ગુરુ-પાંડિત ઉત્પન્ન કરેલું સુંદર વાતાવરણ અને તમારે પ્રયત્ન–તેની હાજરીને અને જ્ઞાનના વાતાવરણને લાભ લેવાને તમારા પ્રયત્ન જોઈએ. આ બને ચીજથી, તેમનાં સહયોગે, તમે કાંઈ કાંઈ જ્ઞાન મેળવ્યું છે અને જ્ઞાનને લાભ તમે લીધે છે એટલી વાત આપણે ધારીને ચાલીએ. એટલે જ્ઞાનવાબ અથવા જ્ઞાન મેળવવાની ઈચ્છાવાળા તમે જ્ઞાની છો અને પંડિતની સુસંગતિથી તમે થોડું વધારે જ્ઞાન સુલભ્ય કરેલું છે, એટલે જ આ પુસ્તક વાંચવાની તમને મરજી થઈ છે.
ચરણસાધક-–ત્રીજું કારણ જે પંડિત ગુરુની નિશ્રામાં તમે વસ્યા તેણે તમને ચારિત્ર-સદ્વર્તન શીખવ્યું છે અથવા આવું જ્ઞાન તે ચરણસાધક છે. નાગણ જ વિરહ –જ્ઞાનનું ફળ વિરતિ છે, તે આપણે ઉપર જોઈ ગયા છીએ. જ્ઞાન સાચેસાચું પંડિતસંસગે તમે પ્રાપ્ત કર્યું તે ચારિત્રનું સાધન છે. ચારિત્રને સાધે તે જ્ઞાન. જ્ઞાન વિકૃતિને વધારનારું હેય, હિંસાને વધારનારું હોય, ચેરીનો ગુણ શીખવનારું હોય તે તેને અમે અહીં જ્ઞાન ગયું નથી પણ તમારા સામાયિકાદિ ચારિત્રને પોષનાર જ્ઞાન હોય, તેને વધારી આપનાર જ્ઞાન હોય તેને અહીં જ્ઞાન કહે છે. તમે પંડિતના સંસર્ગમાં આવ્યા, તમે જાતે જ્ઞાન મેળવવા ઉદ્યમ કર્યો અને તેને પરિણામે આવું ચારિત્રગુણને ખીલવનાર જ્ઞાન મેળવ્યું. ત્રીજું કારણું ચારિત્રસાધક જ્ઞાન હોવું જોઈએ એ છે.
કરાણસાધક –ાથું કારણું એટલે તમે મેળવેલું જ્ઞાન ક્રિયાસાધક જોઈએ, એટલે તમે જ્ઞાન સારું છે એમ ધાને મેળવેલું જ્ઞાન વ્યાવહારિક અને પ્રતિક્રમણ, પૌષધારિ ક્રિયાને સાધનારું કહેવું જોઈએ. જ્ઞાન હોય ત્યાં ક્રિયા હેવી જ જોઈએ, માત્ર પુસ્તવ્યિા જ્ઞાન અથવા પિથીમાંનાં રીગણાંના જ્ઞાનની જ્ઞાન તરીકે કાંઈ કિંમત નથી. જ્ઞાનને ઉપગ ક્રિયામાં થાય છે, અને જ્ઞાનાકિયા મોલ એ જાણતા સૂત્રને અર્થ પણ એ જ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org