________________
કષા અને વિષ પારકાના અવર્ણવાદ ન બેલવા. પ્રાણ પિતાનું સંભાળે તે પણું ઘણું છે. એણે બીજાના ગુણ કે અવગુણની નિંદા ન કરવી. જે પ્રાણી પદસ્થાનેને નિવારવા ઇચ્છતા હોય તેણે પરનિદા ન બોલવી. આ પરંપરિવાદનું ફળ શું થાય તે આગલી ગાથામાં બતાવશે, તે પણ સમજવા ગ્ય છે. ) . પારકી નિંદા અને આત્મત્કર્ષનું ફળ
परपरिभवपरिवादादात्मोत्कर्षाच्च बध्यते कर्म ।
नीचेगोत्र प्रतिभवमनेकभवकोटिदुर्भाचम् ॥१०॥ અર્થ–પારકાની હાર પરાભવ) એટલે પારકી નિદા અને પિતાના વખાણ કરવાથી કર્મબંધન થાય છે, હલકા ગોત્રમાં જવાનું થાય છે અને કરડે ભવે ન છૂટે તેવું નીચત્ર બંધાય છે. (૧૦)
વિવરણ પર પરિભવ–આ પારકે માણસ હારી ગયે એમ કહેવું. તેને પરાભવ પિત કર્યો હોય કે બીજાથી તે હારીને હેઠો બેઠો હોય ત્યારે તેવી વાતે કરવાથી કે તેને આગળ ચલાવવાથી કર્મબંધન થાય છે. આ પ્રાણી કર્મબંધ હેતુને લઈને કરે છે ત્યારે તેને પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ નકકી થાય છે. તે કમ હેતુ વગર બંધાતું નથી. હેતુમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગે હોય છે. તેના સત્તાવન ભેદ થાય છે. આ પ્રાણ દર વખત આયુષ્ય સિવાય સાતે કર્મ પ્રત્યેક સમયે બાંધે છે અને તે ઉપરના બંધહેતુને લઈને બાંધે છે. એમાં ખાસ કરીને નીચગવ્ય કર્મ પિતાની પ્રશંસા કે પારકા અવર્ણવાદ બલવાથી બાંધે છે. કર્મની શરમ વગરની વાત છે. એમાં મહેરબાની કે લાંચરૂશ્વત કે કાળાબજાર કાંઈ ચાલતું નથી. આવી રીતે સત્તાવન બંધહેતુએ કરીને બાંધેલાં કમ આત્માને ભારે કરી સંસારમાં રખડાવે છે. માટે જે એ કર્મને ડર લાગે, મેક્ષે જવું હોય અને સર્વથી મૂકાઈ જવું હોય તે પિતાની પ્રશંસાને અને પારકાની નિદાને ત્યાગ કરવો જોઈએ.
નીર્ગોત્રમ-નીચત્ર નામનું સાતમું કર્મ. આઠ કર્મોમાં એ કર્મનું સાતમું સ્થાન આવે છે. આઠ કર્મો છે–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, નામ, આયુ, શેત્ર અને અંતરાય. પ્રાણ પ્રત્યેક સમયે સાત અથવા આઠ કર્મ બાંધે છે. અહીં ગોત્રકર્મની મુખ્યતા હોવાથી તેની વાત કરી છે. તે પરથી બીજા કર્મોને બાંધતે નથી એમ સમજવાનું નથી. આ આઠ કર્મો પૈકી જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, મહનીય અને અંતરાય એ ઘાતી કર્યો છે. એટલે એ આત્માના મૂળ ગુણને અડચણ કરે છે, તેને નુકસાન કરે છે અને બાકીનાં ચાર અઘાતી કર્મો છે. તેની એકસે ને અઠ્ઠાવન પ્રકૃતિ છે. એને વિસ્તાર મારા કર્મસંબંધી લેખમાં કર્યો છે. તેથી અત્ર તેનું પુનરાવર્તન કરવામાં આવતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org