________________
૨૧૪
પ્રશમરતિવિવેચન સહિત
છે. આ પ્રમાણે કર્મની પરાધીનતા હોવાથી ઉત્તમપણું, મધ્યમપણું કે હીનપણું મનુષ્યને મળે તેને માટે તે જવાબદાર નથી. કમ કરે તે પ્રમાણે તેણે તે અનુસરવાનું છે અને તેના ગયા ભવમાં કરેલાં કમ માટે તે ભાગ્યે જ ઠપકાને કે અભિનદનને પાત્ર થાય. કમ તે પાતાનું ફળ એના અખાધાકાળ પૂરો થાય ત્યારે જરૂર આપે જ છે અને તે વખતે મનુષ્યની શક્તિ ગમે તેવી હેાય પણ કમ નચાવે તેમ નાચવું જ પડે છે. તે ઉડ્ડયમાં આવે ત્યારે મોટા મોટા તીથંકર કે ઇંદ્ર કે ચક્રવર્તીને પણ એ જતા કરતું નથી. એ તે ઉદયમાં આવી મનુષ્યની ઇચ્છા હાય કે ન હોય પણ ખરાખર ફળ આપે છે. આ પ્રમાણે વિચારતાં માણસ પેાતાના ઉત્તમપણા કે મધ્યમપણા કે નીચપણા માટે ભાગ્યે જ જવાબદાર છે. અને તેથી પેાતાના ઉત્કષ એટલે વખાણુ કે પારકાની નિ'દા કરવી તે સમજણુ વગરની વાત છે. આ સંબંધી ભવ ઉપર વૈરાગ્ય આવે તેવી અનેક વાતે હુવે પછી આવવાની છે. તે રીતે વિચારતાં સંસારનું સ્વરૂપ જ એવું છે. પ્રાણીને તેના ઉત્તમપણા કે મધ્યમપણા માટે અથવા નીચપણા માટે જવાબદાર ગણવા કે પેાતાની સ્તુતિ કે પ્રશંશા કરવી કે પેાતા સિવાય અન્યની નિંદા કરવી તે આપણે માટે મેગ્ય નથી.
મનુષ્ય—માણુસના ઉત્તમપણા માટે કે મધ્યમપણા કે હીનપણા માટે તે જવાબદાર નથી. તેણે પૂર્વભવે કરેલાં કર્માંના જેવા ઉદય થાય તેવા તેણે ભેગવવા પડે છે. અને મનુષ્યાને હીનપણું કે મધ્યમપણું કે ઉચ્ચપણું તેણે પૂર્વે જેવું કમ બાંધ્યું હાય તે પ્રમાણે નિષ્પન્ન (નિવૃત્ત) થાય છે. પ્રથમ મનુષ્યની વાત કરી ત્યારપછી તિર્યંચની વાત કરવાની છે. તે માટે નીચે જુએ.
તદ્વિધર્મવ—તે જ પ્રકારનું. માણસને જેવું ઉત્તમપણું, મધ્યમપણું, કે હીનપણું પ્રાપ્ત થાય છે તે જ પ્રકારનું તિયંચને કર્મથી મળે છે. તે માટે નીચે જુએ.
તિરાંતિય ચાને તિય`ચ એટલે એકેન્દ્રિય જાતિના જીવા, એઇંદ્રિય જાતિના જીવા, તેઇંદ્રિય જાતિના જીવા, ચાર ઇંદ્રિયવાળા જીવા અને ગજ વગેરે પાંચ ઇંદ્રિયવાળા જીવે. એકેન્દ્રિયમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિને સમાવેશ થાય છે. તેઓને માત્ર એક સ્પર્શેન્દ્રિય જ હેાય છે. એઇંદ્રિયમાં સ્પેન અને રસના એમ એ ઇન્દ્રિયા હોય છે. એઇન્દ્રિયમાં શ’ખ, કોડા, કરમિયા વગેરે જીવા છે. ત્રણ ઇન્દ્રિયવાળાને સ્પન, રસન અને ક્રાણુ એમ ત્રણ ઇન્દ્રિયા હાય. માંકડ, જૂ વગેરે ત્રણ ઇન્દ્રિયવાળા જીવા હાય છે. ચૌરિદ્રિયને ચાર ઇન્દ્રિયા હાય છે—સ્પર્શન, રસન, ઘ્રાણુ અને ચક્ષુ, તેમાં વી'છી, ભમરી, તીડ, ડાંસ વગેરેના સમાવેશ થાય. અને તેમાં કાન (શ્રોત્રે દ્રિય) ઉમેરતાં પાંચ ઇંદ્રિયવાળા તિયચા થાય છે. એમાં હાથી, ઘેાડા, ગાય વગેરે પાંચ ઇન્દ્રિયવાળા જમીન પર ચાલનારા હાય છે. તે સ્થળચર કહેવાય છે, અને આકાશમાં ઊડનારા પ ́ખીએ——કાગડા, કબૂતર, પેાપટ વગેરે ખેચરા કહેવાય છે અને પાણીમાં રહેનાર મગરમચ્છ, દેડકાં તથા માછલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org