________________
૨૦૬
પ્રશમરતિ વિવેચન સહિત આ અર્થ એ મદ્રસ્થાને વિશે નિશ્ચયપૂર્વક કોઈ જાતને ગુણ નથી અને કેવળ પિતાના હૃદયને આવેશ છે અને સંસારને વધારે છે. (૯૭)
વિવરણ–એ મદસ્થાનમાં : જાતિ, કુળ, રૂપ, બળ, લાભ, જ્ઞાન (વિવા), વલ્લભતા અને શ્રત (જ્ઞાન) એ આઠ મદ સ્થાને, જેમનું ઉપર વર્ણન કરવામાં આવ્યું છે તેમાં, ખાતરીપૂર્વક કોઈ પ્રકારને લાભ નથી. તેથી વહેવારુ સમજુ માણસોએ તે દર્પ કરવા ન ઘટે, કારણ કે એક કે વધારે મદસ્થાનને આશ્રય કરવા જતાં નકકી કોઈ પણ પ્રકારને આડકતરે કે સીધો લાભ થાય તેવું નથી. આ બાબતમાં ગ્રંથકારને જરા પણ શંકા નથી. તમે જે અત્યાર સુધી ગ્રંથકારને અનુસર્યા હો તે તેનું વચન સમજી જાઓ. એક કે વધારે કઈ પણ પ્રકારના સદસ્થાનમાં જરા સરખો પણ લાભ નથી અને એમણે ધારી ધારીને એ જોયું છે, અનુભવ્યું છે અને નેધી રાખ્યું છે. એ તમારા હિતની નજરે કહે છે કે એ લાભ વગરને ધંધે તમે ન કરતા. એમાં ઉપર જણાવ્યું તેમ નુકસાન થશે અને અમે ખાતરીપૂર્વક કહીએ છીએ કે એમાં એક ફૂટી બદામને પણ લાભ નથી, આયપત નથી, વધારે નથી અને આ અમારે નિશ્ચય છે અને અમે ધારી ધારીને અવલોકન કર્યું છે તેનું એ પરિણામ છે. તમારા લાભ ખાતર કહીએ છીએ તે તમે ધ્યાનમાં લે. જ ઉમાદ–ઘેલાપણું, ગાંડપણ. માત્ર એ મદ એક જાતનું ગાંડપણ છે. જેમ ગાંડ માણસ અસ્તવ્યસ્ત બોલે છે, ગમે તેવી ગાંડી ચેષ્ટા કરે છે, ગમે તેને ભડભડાટ ગાળે દે છે, બિનજવાબદાર રીતે વર્તે છે, તેને લુગડાલત્તાનું ભાન રહેતું નથી, ખાવાનું ઠેકાણું રહેતું નથી તેમ જાતિ, કુળ, રૂપ, બળ, હૃત, વિદ્યા વગેરેને મદ થાય ત્યારે એક જાતનું ઘેલાપણું લાગે છે. એ ગાંડપણમાં અવ્યવસ્થિત બેલાય, જેવા તેવા વિચાર થાય, ઠેકાણું વગરના વિચાર આવે અને ભાન વગરને વ્યવહાર થાય. આ મદસ્થાને એક જાતનો સનેપાત અને ગાંડપણ જ છે. એ મદસ્થાનેવાળાની અને ગાંડ માણસની રીતભાત, વિચાર કે બોલી ઘણી રીતે મળતી આવે. એટલે મેદસ્થાન કરવું તે એક જાતનું ગાંડપણુ જ છે એમ સમજવું. ' અને થડા દિવસની અહીંની સ્થિતિને અંગે અભિમાન શું અને કેમ થાય? એ તે ઘણાં વર્ષ રહેવાનું હોય તે તે જુદી વાત છે, પણ ચેડા વખતમાં જવાનું હોય ત્યાં તે
ગ્ય નથી. પચાસ કે પંચેતેર વર્ષ સ્થિતિ છે, તેમાં બાળપણ બાદ કરતાં અને અભ્યાસ કાળ જતાં થોડાં રહેતાં વર્ષ માટે જાતિ કે કુળને કે પિતાના રૂપ કે બળ કે પિતાની વિદ્યાને મદ કરે છે તે સમજણ વગરની વાત છે અને તે એક જાતનું ઘેલાપણું છે. ભર્તુહરિ કહે છે કે માટિલ્યએ તાતઃ સંસીત્તે નીતિ” આમ સૂર્ય આવે જાય તેમાં વાત કરતાં એક દિવસ એ થાય છે. પીવા મોદમથી કમાવવામુક્કરમૂર્ત આખી દુનિયા મેહમદિરા પીને જાણે ઘેલી થયેલી લાગે છે. આવી ઘેલછા મદથી થાય છે એમ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org