________________
૧૯૪.
- પ્રશમરતિ વિવેચન સહિત છવના પાંચસે ત્રેસઠ ભેદ વિચારતાં આપણે છક્કડ ખાઈ જઈએ છીએ તે આપણી મર્યાદિત બુદ્ધિ માટે અહંકાર કેમ કર ઘટે ?
વિધિવિકપ–કારણ અને તેના ભેદ. એ એટલાં સૂક્ષમ હોય છે કે ભેદ અને ઉપભેદને વિચાર કરતાં આપણે બુદ્ધિ છક્કડ ખાઈ જાય. આ ભેદો અને કારણે સમજનાર અને સમજાવનાર અને આપણું લાભ માટે નવીન કૃતિ બનાવનાર મહાપુરુષે પૂર્વકાળમાં અનેક થઈ ગયા છે. તેમની પાસે આપણામાં કાંઈ બુદ્ધિ હોય તે તે કાંઈ પ્રમાણમાં નથી, તે એવી બુદ્ધિ જે સામાન્ય છે, તેને મદ કરે કે તે માટે પિતાની મેટાઈ માનવી, મનાવવી, એ કેમ વાજબી ગણાય?
પર્યાય-આત્માના અનંત પર્યા છે. એ અનંતની પણ એક સંખ્યા છે. એ સંખ્યાને માટે વિચાર કરતાં આપણું બુદ્ધિ ચક્કરમાં ચઢી જાય છે, પણ તે પુરુષસિંહને તે તે અનંતની વાત સાંભળતા જરાપણ મુસીબત લાગી ન હતી. આ અનંત પર્યાયથી મોટા થયેલા આપણા વડીલ પુરુષની અનેક વાત અત્યારે વિદ્યમાન છે. તેવા પુરુષે તે આત્માના અનંત પર્યાને સમજવામાં કાંઈ ગૂંચ વગરના હતા. તે પુરુષનાં ચરિત્રે
આપણને સૂચવે છે કે આપણે કઈ પ્રકારને બુદ્ધિમદ ન કરવો જોઈએ. આ સર્વ વાત, - રમા લેકમાં સ્પષ્ટ થશે. જે આવી અસંખ્ય અનંતની વાત પિતાના વિજ્ઞાન અતિશયથી સમજતા હતા, તેમની પાસે આપણી બુદ્ધિ તે કાંઈ નથી, એ વિચાર કરીને અને તેમને વિજ્ઞાનઅતિશય વિચારીને આપણે બુદ્ધિને મદદ કરે ન ઘટે. તેઓએ કલ્પના પણ જબરી કરી છે અને તેમની બુદ્ધિશક્તિને પાર પામવાની પણ આપણું શક્તિ નથી. તે પછી એ પુરુષસિંહોની પાસે આપણે કેણમાત્ર છીએ? તેવા અતુલ્ય બુદ્ધિના ધણી પુરુષસિંહએ પોતાની બુદ્ધિને જરા પણ મદ કર્યો નથી, તે પછી આપણે આપણી તુચ૭ બુદ્ધિ માટે ગુમાન રાખવું કઈ રીતે યોગ્ય ગણાય?
અત્યારે તે અવધિ અને મન:પર્યવ તથા કેવળજ્ઞાન થતાં નથી, તે પછી જે કાળમાં પૂર્વમહાપુરુષે આવતા હતા તે કાળની તેમની બુદ્ધિશક્તિ પાસે આપણી સાધારણ બુદ્ધિ માટે મદ કરે કેમ ઘટે?
આત્માના પર્યાયે અનંત છે. એવી રીતે પુદ્ગળના પણ અનંત પર્યા છે. તે સમજી શકે તેવા વૃદ્ધ પુરુષસિંહ અનેક થઈ ગયા છે. તેઓ આ અનંત પર્યાય સમજી શકતા હતા અને આપણને પ્રકરણદિક નવીન કૃતિ દ્વારા આપણા લાભ માટે સમજાવી ગયા છે. આવી જેમની બુદ્ધિશક્તિ હતી તેની પાસે આપણે તે કોણ? તેઓ બુદ્ધિવૈભવ માટે મદ કરે તે કાંઈક વ્યાજબી ગણાય, પણ તેમની સરખામણીમાં આપણે જે પર્યાને અનંત ભાગ પણ સમજી શકતા નથી તે મદ કરીએ તે તે વ્યાજબી કે ગ્ય કઈ રીતે ગણાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org